Team Chabuk-Sports Desk: 40 વર્ષ પછી ભારતીય ક્રિકેટમાં એવી ઘટના ઘટી છે જે સામાન્ય રીતે જોવા નથી મળતી. આ પહેલા માત્ર ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક વખત જ આવો અવસર આવ્યો હતો. વન-ડે ક્રિકેટની 4312 વન-ડે મેચમાં ભારતીય ટીમમાં એક-બે નહીં પરંતુ પાંચ-પાંચ ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું. 23 જુલાઈ એટલે કે આજે શ્રીલંકા સામેની મેચમાં ભારતે પાંચ ખેલાડીઓનું ડેબ્યૂ કરાવ્યું છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની વન-ડે સિરીઝની આ છેલ્લી મેચ છે. ભારતે આ વન-ડે સિરીઝ 2-0થી પોતાના કબ્જામાં કરી લીધી છે. તેથી ભારતે ત્રીજી વન-ડેમાં નવા ખેલાડીઓને ચાન્સ આપ્યો છે.
Say Hello 👋🏻 to our 5 ODI debutants #TeamIndia #SLvIND
— BCCI (@BCCI) July 23, 2021
Congratulations boys 👏🏻👏🏻 pic.twitter.com/ouKYrtrW8G
શ્રીલંકાના કોલંબોના કે.આર.પ્રેમાદાસ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી વન-ડે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતની વિકેટકિપર બેટ્સમેન સંજૂ સેમસન, બેટ્સમેન નીતીશ રાણા, ઓલ-રાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ, સ્પિનર રાહુલ ચહર અને ઝડપી બોલર ચેતન સાકરિયાએ ડેબ્યૂ કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમમાં આવું આજથી 40 વર્ષ પહેલાં થયું હતું. વર્ષ 1980ના ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ક્રિકેટ ટીમના પાંચ ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું હતું. મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમમાં દિલીપ જોશી, કીર્તિ આઝાદ, રોજર બિન્ની, સંદીપ પાટિલ અને તિરુમલાઈ શ્રીનિવાસને એક સાથે વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું.
🎥 🎥: That moment when the 5⃣ ODI debutants received their #TeamIndia cap!👏 👏 #SLvIND@IamSanjuSamson | @NitishRana_27 | @rdchahar1 | @Sakariya55 | @gowthamyadav88 pic.twitter.com/1GXkO13x5N
— BCCI (@BCCI) July 23, 2021
આ એ સમયની વાત છે જ્યારે વન-ડે ક્રિકેટ આવ્યાને બહુ વર્ષો થયા નહતા. ભારત માટે તો વન-ડે ક્રિકેટ ફોર્મેટ નવું નવું હતું. 1980માં રમાયેલી આ મેચમાં ભારતે 66 રનથી વિજય મેળવ્યો હતો. આ મેચમાં ડેબ્યૂ કરનાર સંદીપ પાટિલે 66 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. સાથે એક વિકેટ પણ ઝડપી હતી. આ ઉપરાંત તેમની સાથે ડેબ્યૂ કરનાર દિલીપ જોશીએ 3 વિકેટ, રોજન બિન્નીએ 2 વિકેટ ખેરવી હતી.
હાલ શ્રીલંકા સામે રમાઈ રહેલી વન-ડે સિરીઝની ત્રીજી મેચમાં ભારતે 6 ફેરફાર કર્યા હતા. આ મેચમાં ઈશાન કિશન, કૃણાલ પંડ્યા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર અને ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે. ભુવનેશ્વરની જગ્યાએ હાર્દિક પંડ્યાને ઉપ-સુકાની બનાવાયો છે. જ્યારે પાંચ ડેબ્યૂ કરનાર ખેલાડી ઉપરાંત નવદીપ સૈનીને ત્રીજી વન-ડેમાં ચાન્સ આપવામાં આવ્યો છે.
આમ શિખર ધવનની આગેવાનીમાં રમવા ઉતરેલી ભારતીય ટીમમાં એક સાથે પાંચ ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે. આ પ્રકારની ઘટના આજથી 40 વર્ષ પહેલાં બની હતી. મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની આગેવાનીમાં પણ વન-ડે મેચમાં એક સાથે પાંચ ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું નથી. આથી શિખર ધવનના નામે પણ અનોખી સિદ્ધિ નોંધાઈ ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત