Homeદે ઘુમા કેTokyo Olympic 2020ની ધમાકેદાર શરૂઆતઃ ઉત્સાહથી ભરપૂર જોવા મળી ભારતીય ટીમ

Tokyo Olympic 2020ની ધમાકેદાર શરૂઆતઃ ઉત્સાહથી ભરપૂર જોવા મળી ભારતીય ટીમ

Team Chabuk-Sports Desk: કોરોના મહામારીના કારણે અટકી પડેલા ટોક્યો ઓલિમ્પિકની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. એક વર્ષની રાહ જોયા બાદ આખરે Tokyo Olympic 2020ની શરૂઆત આજથી થઈ ગઈ છે. આજે જાપાનના ટોક્ટોમાં Tokyo Olympic 2020ની ઉદ્ઘાટન સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના કારણે તમામ દેશોએ પોતાના અમુક ખેલાડીઓને આ સમારોહમાં મોકલ્યા છે.

Tokyo Olympic 2020ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ખેલાડીઓની ટીમ પણ સામેલ થઈ છે. ભારતે પોતાના 18 ખેલાડીઓને આ સમારોહમાં મોકલ્યા છે. Tokyo Olympic 2020માં 205 દેશ ભાગ લઈ રહ્યા છે. આ 205 દેશના આશરે 11 હજાર ખેલાડીઓ જાપાનના ટોક્યો પહોંચી ગયા છે. 17 દિવસ સુધી 33 અલગ અલગ રમતોની 339 સ્પર્ધાઓ યોજાનાર છે.

Tokyo Olympic 2020ના ઉદ્ઘાટન સમારોહમાં આખુ સ્ટેડિયમ ખાલી રાખવામાં આવ્યું છે. દરેક દેશની ટીમનું સ્વાગત કરવામાં આવ્યું છે. જાપાનના સમ્રાટ નારૂહિતોનું નેશનલ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાખની સાથે અન્ય વ્યક્તિઓએ સ્વાગત કર્યું. સ્ટેડિયમની અંદર શાનદાર આતશબાજી કરવામાં આવી હતી. સ્ટેજ ઉપર લાઈટ શોની સાથે કલાકારોની શાનદાર પ્રસ્તૃતિ પણ રજૂ કરાઈ છે. સમગ્ર સ્ટેડિયમ રંગબેરંગી લાઈટોથી જળહળી ઉઠ્યું છે.

Tokyo Olympic 2020ની ઉદ્ઘાટન સેરેમનીમાં ભારતીય ટીમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. 18 ખેલાડીઓ સાથે પહોંચેલી ભારતીય ટીમની આગેવાની બોક્સર મેરીકોમ અને ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર ભારતીય ટીમમાં એક અલગ જ જુસ્સો જોવા મળી રહ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના 124 એથલીટ ભાગ લઈ રહ્યાં છે. જેમાંથી 69 પુરુષો અને 55 મહિલા એથલીટ અને બાકીના સ્ટાફ મેમ્બર્સ હશે. ભારતીય એથલીટ આ વખતે 85 મેડલ માટે પોતાની દાવેદારી મજબૂત કરશે.

Tokyo Olympic 2020ના ઉદ્ઘાટન સમારોહમાં કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments