Homeદે ઘુમા કેપાંચ વખતની આઈપીએલ વિજેતા ટીમ મુંબઈ હૈદરાબાદ સામે વિજય મેળવી ઘર ભેગી...

પાંચ વખતની આઈપીએલ વિજેતા ટીમ મુંબઈ હૈદરાબાદ સામે વિજય મેળવી ઘર ભેગી થઈ

Team Chabuk-Sports Desk: ગઈકાલના રોચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને પરાજય આપ્યો હોવા છતાં ટીમ પ્લઓફમાંથી નિયમ મુજબ ફેંકાઈ ગઈ હતી. મુંબઈને પ્લેઓફમાં પહોંચવા માટે જે સરવાળા બાદબાકી કરવાના હતા તે કરી નહોતી શકી અને આખરે તેના સફરનો અંત આવ્યો હતો. અબુધાબીના મેદાનમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી મુંબઈની ટીમ તરફથી ઈશાન કિસને 84 અને સૂર્યકુમાર યાદવે 82 રનની વિસ્ફોટક ઈનિંગ રમતા વીસ ઓફરમાં વિશાળકાય 235 રનનો ખડકલો કરી દીધો હતો.

advertisement-1

હૈદરાબાદની તરફથી સર્વાધિક જેસન હોલ્ડરે ચાર વિકેટ ઝડપી હતી. રાશિદ ખાન અને અભિષેક શર્માએ બે બે વિકેટ મેળવી હતી. ઉમરાન મલિકે એક વિકેટ ઝડપી હતી. મુંબઈએ પ્લેઓફમાં પહોંચવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદને 64 કે તેનાથી પણ ઓછા સ્કોર પર આઉટ કરવાની હતી. જોકે આવું ન થઈ શક્યું. હૈદરાબાદની ટીમ વીસ ઓવરમાં આઠ વિકેટ પર 193 રન બનાવી શકી. કેન વિલિયમસનની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરી રહેલા મનીષ પાંડેએ સૌથી વધારે 41 બોલમાં 69 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી.

advertisement-1

બીજી બાજુ જેસન રોયે 34 અને અભિષેકે 33 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહ, નાથન કૂલ્ટર-નાઈલ અને જીમી નિશમે બે બે વિકેટ ઝડપી હતી. ટ્રેટ બોલ્ટ અને પીયૂષ ચાવલાને એક એક સફળતા પ્રાપ્ત થઈ હતી. આ મેચ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ જીતી તો ગઈ પણ તેનું પ્લેઓફમાં પહોંચવાનું સ્વપ્ન રોળાય ગયું હતું.

advertisement-1

મુંબઈની ટીમના 14 મેચમાં 14 અંક છે. તેની નેટ રન રેટ +0.116 છે. કોલકાતાના પણ 14 પોંઈન્ટ છે. પણ તેની નેટ રનરેટ +0.587 છે. એવામાં મુંબઈ પ્લેઓફની ટ્રેન પકડવાની ચૂકી ગઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 14 મેચમાં ત્રણ જીત અને છ અંકની સાથે પોંઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. મુંબઈનો પરાજય ત્યારે જ લખાઈ ચૂક્યો હતો જ્યારે કોલકાતાએ રાજસ્થાનને મોટા માર્જિનથી પરાજય આપ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments