Homeદે ઘુમા કેમેક્સવેલ અને ભરતની વિસ્ફોટક ઈનિંગ આગળ દિલ્હી ઘૂંટણીયે

મેક્સવેલ અને ભરતની વિસ્ફોટક ઈનિંગ આગળ દિલ્હી ઘૂંટણીયે

Team Chabuk-Sports Desk: શ્રીકર ભરતના વિસ્ફોટક 78 અને ગ્લેન મેક્સવેલના 51 રનની અર્ધશતકિય સહાયથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2021ના 56માં મુકાબલામાં દિલ્હીને સાત વિકેટથી સજ્જડ પરાજય આપ્યો છે. ટોસ હારીને પહેલા બેટીંગ કરવા માટે ઉતરેલી દિલ્હીની ટીમે પાંચ વિકેટ ગુમાવીને 164 રનનું લક્ષ્યાંક બેંગ્લોરને આપ્યું હતું.

advertisement-1

દિલ્હીની ટીમની શરૂઆત સારી રહી હતી. પૃથ્વી શૉએ ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 48 રન ફટકાર્યા હતા અને શિખર ધવને ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા વડે 43 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. બેંગ્લોરની તરફથી મોહમ્મદ સિરીઝે બે વિકેટ લીધી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ અને ડેનિયલ ક્રિશ્ચિયનને એક એક વિકેટ મળી હતી.

advertisement-1

જવાબમાં આરસીબીની ટીમે 166 રન બનાવીને આ મેચ પોતાના નામે કરી લીધો હતો. બેંગ્લોરને અંતિમ ઓવરમાં 15 રનની આવશ્યકતા હતી. આવેશ ખાનની બોલિંગ અને સામે ભરત અને મેક્સવેલ ક્રિઝ પર હતા. ઓવરની પ્રથમ બોલમાં મેક્સવેલે ચોગ્ગો ફટકાર્યો હતો. આગામી બોલ પર બે રન લીધા. મેક્સવેલનું આ આઈપીએલમાં છઠ્ઠુ અર્ધશતક હતું. બાકીની ત્રણ બોલ પર ચાર રન આવ્યા હતા.  

advertisement-1

અંતિમ બોલ પર બેંગ્લોરને જીત માટે પાંચ રનની આવશ્યકતા હતી. ભરતે સિક્સ ફટકારી આરસીબીની ટીમને જીત અપાવી હતી. ભરત અને મેક્સવેલની વચ્ચે ચોથી વિકેટ માટે 11 રનની ભાગીદારી નોંધાઈ હતી. દિલ્હીની તરફથી એનરિચ નોર્ટઝે સર્વાધિક બે વિકેટ લીધી હતી. આ જીતની સાથે બેંગ્લોરના પોંઈન્ટ ટેબલમાં 18 અંક થઈ ગયા છે. તેની નેટ રનરેટ -0.140 છે. સામે દિલ્હીની ટીમ પોંઈન્ટ ટેબલ પર 20 અંક સાથે ટોચ પર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments