Homeદે ઘુમા કેડે-નાઈટ ટેસ્ટમાં આ કિર્તીમાન રચનારો શ્રેયસ અય્યર ભારતનો પ્રથમ અને વિશ્વનો ચોથો...

ડે-નાઈટ ટેસ્ટમાં આ કિર્તીમાન રચનારો શ્રેયસ અય્યર ભારતનો પ્રથમ અને વિશ્વનો ચોથો બેટર

Team Chabuk-Sports Desk: ભારત અને શ્રીલંકાની વચ્ચે બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રેયસ અય્યરે એક ખાસ કિર્તીમાન પોતાના નામે નોંધાવ્યો હતો. ગુલાબી બોલથી રમાય રહેલી ડે નાઈટ ટેસ્ટમાં શ્રેયસ અય્યરે હાફ સેન્ચુરી ફટકારી અને આ રેકોર્ડ કરનારો તે પ્રથમ ભારતીય બેટર બની ગયો છે. શ્રેયસ વિશ્વનો ચોથો ખેલાડી છે જેણે એક ડેનાઈટ ટેસ્ટની બંને ઈનિંગમાં પચાસ રનથી વધારેનો સ્કોર કર્યો છે. એ પહેલા સ્ટીવ સ્મિથ, ડેરેન બ્રાવો અને માર્નસ લાબુશેને આ કારનામો કર્યો હતો.

વેસ્ટઈન્ડિઝના ડેરેન બ્રાવોએ 2016માં પાકિસ્તાનની વિરુદ્ધ દુબઈમાં 87 અને 116 રનની ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે 2016માં પાકિસ્તાનની વિરુદ્ધ બ્રિસબેનમાં 130 અને 63 રનની ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાના બેટર માર્નસ લાબુશેને બે વખત એક જ મેચની બંને ઈનિંગમાં પચાસથી વધારે સ્કોર કર્યો છે. 2019માં તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પર્થમાં 143 અને 50 રન બનાવ્યા હતા. 2021માં ઈંગ્લેન્ડની વિરુદ્ધ એડિલેડમાં 103 અને 51 રનની ઈનિંગ રમી હતી.

આ મેચમાં ભારતની પકડ મજબૂત છે. શ્રીલંકાને આ મેચ જીતવા માટે 419 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે અને ભારતને જીત માટે નવ વિકેટ લેવાની છે. બીજા દિવસની રમત પૂર્ણ થવા સુધીમાં શ્રીલંકાએ એક વિકેટના નુકસાન પર 28 રન બનાવ્યા હતા. કુશલ મેન્ડિસ અને દિમુથ કરુણારત્ને ક્રીઝ પર છે. પ્રથમ ઈનિંગમાં ભારતે 252 રન બનાવ્યા હતા. જેમાં શ્રેયસ અય્યરે 92 અને પંતે 39 રનની ઈનિંગ રમી હતી. એમ્બુલડેનિયા અને જયવિક્રમાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં 109 રન બનાવ્યા હતા. ભારતના જસપ્રીત બુમરાહે પાંચ, શમી અને અશ્વિને બે અને અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી મેથ્યૂઝે સર્વાધિક 43 અને ડિકવેલાએ 21 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ભારત તરફથી પંતે 50 અને અય્યરે 67 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે પ્રવીણ જયવિક્રમાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે ચાર વિકેટ લીધી જ્યારે એમ્બુલડેનિયાને ત્રણ વિકેટ મળી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments