Team Chabuk-Entertainment Desk: મિસ યૂનિવર્સ 2021માં (miss universe 2021) ભારતે બાજી મારી છે. મિસ યૂનિવર્સ 2021માં ભારતની હરનાજ કૌર સંધૂએ (harnaaz kaur sandhu) પુરસ્કાર જીતી લીધો છે. ભારતની હરનાજ કૌર સંધૂ મિસ યૂનિવર્સ 2021ની વિજેતા બની છે. હરનાજ કૌર સંધૂએ 70મા મિસ યૂનિવર્સનો પુરસ્કાર પોતાના નામે કરી લીધો છે. મહત્વની વાત એ છે કે ભારતે આ પુરસ્કાર 21 વર્ષના લાંબા સમય બાદ જીત્યો છે.
70મી મિસ યૂનિવર્સ સ્પર્ધા આજે સોમવારે સવારે ઈઝરાયેલના ઇલિયટમાં આયોજિત કરાઈ હતી. આ સ્પર્ધામાં ભારતની હરનાજ કૌર સંધૂ પ્રથમ ક્રમે રહીને મિસ યૂનિવર્સ 2021ની વિજેતા બની ગઈ છે. હરનાજ કૌર સંધૂ પહેલા વર્ષ 2000માં મિસ યૂનિવર્સનો પુરસ્કાર લારા દત્તાએ જીત્યો હતો. ભારતે ત્રીજી વખત આ પુરસ્કાર જીત્યો છે. સૌ પ્રથમ વખત 1994માં સુષ્મિતા સેને આ પુરસ્કાર જીત્યો હતો. ત્યારબાદ 2000માં લારા દત્તાએ આ પુરસ્કાર જીત્યો હતો.
મિસ યૂનિવર્સ 2021ના ટોપ-3 સ્પર્ધક
હરનાજ કૌર સંધૂ- પ્રથમ નંબર
મિસ પેરાગ્વે- બીજો નંબર
મિસ સાઉથ આફ્રિકા- ત્રીજો નંબર
કોણ છે હરનાજ કૌર સંધૂ
હરનાજ કૌર સંધૂ ચંદીગઢની રહેવાસી છે. તેનો જન્મ સિખ પરિવારમાં થયો હતો. હરનાજ ફિટનેસ અને યોગા પ્રેમી છે. 2017માં હરનાજે મિસ ચંદીગઢનો પુરસ્કાર જીત્યો હતો. વર્ષ 2018માં હરનાજને મિસ મેક્સ ઈમર્જિંગ સ્ટાર ઈન્ડિયા 2018 પુરસ્કારથી સન્માનિત કરાઈ હતી. ત્યારબાદ તેણે મિસ ઈન્ડિયા 2019માં ભાગ લીધો હતો જેમાં તે ટોપ 12માં પહોંચવામાં સફળ રહી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
