Homeદે ઘુમા કેભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ કેમ થઈ હતી ?

ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ કેમ થઈ હતી ?

Team Chabuk-National Desk: અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરવા મુદ્દે ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ પર સકંજો કસાયો છે. હિસાર પોલીસે યુવરાજ સિંહની ધરપકડ કરી છે. યુવરાજ સામે હાંસી શહેર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. યુવરાજ પર ગત વર્ષે  લાઈવ ચેટમાં યુઝવેન્દ્ર ચહલ પર અપમાનજનક ટીપ્પણી કરવાનો આરોપ છે. સામાજિક કાર્યકર્તા રજત કલસને પોલીસમાં ફરિયાદ કરી હતી, જેના આધારે યુવરાજ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

હિસાર પોલીસે યુવરાજની ધરપકડ કર્યા બાદ હિસાર જિયો મેસમાં તેની પૂછપરછ કરી હતી. હાઇકોર્ટના આદેશ પર યુવરાજ સિંહને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં થોડા દિવસો પહેલા હાઇકોર્ટે યુવરાજ સિંહને આગોતરા જામીન આપવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે હાંસી પોલીસે તેની ઔપચારિક રીતે ધરપકડ કરી હતી. પોલીસ યુવરાજ પાસેથી કેટલાક પ્રશ્નોના જવાબો મેળવ્યા બાદ તેને મુક્ત કરી દેવાયો હતો.

હાઇકોર્ટના આદેશ બાદ જ યુવરાજ તપાસમાં જોડાવા માટે હિસાર પહોંચ્યો હતો. તેની સાથે સુરક્ષા કર્મચારીઓ સહિત ચાર-પાંચ સ્ટાફના લોકો અને વકીલો પણ ચંદીગઢથી હિસાર પહોંચ્યા હતા. થોડા કલાકોની કાર્યવાહી અને પૂછપરછ બાદ તે ફરી ચંદીગઢ જવા રવાના થયો હતો.આ કેસને ખારીજ કરાવા માટે યુવરાજ સિંહે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેના પર હાઇકોર્ટે યુવરાજ વિરુદ્ધ પોલીસની ઉત્પીડન કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.

advertisement-1

આ મામલો ગરમાયાના થોડા દિવસો બાદ યુવરાજે દુનિયા સામે પોતાની ભૂલ સ્વીકારી હતી અને સોશિયલ મીડિયા પર માફી માગી હતી. માફી માંગતા યુવરાજે લખ્યું હતું કે ,‘હું એ સ્પષ્ટ કરવા માગું છું કે મેં ક્યારેય જાતિ, રંગ, વર્ણ અને લિંગને લઈ કોઈ પણ પ્રકારની અસમાનતામાં વિશ્વાસ નથી રાખ્યો. મેં મારું જીવન લોકોની ભલાઇમાં આપ્યું છે અને તે આજે પણ યથાવત છે. હું કોઇ અપવાદ વગર દરેકના વ્યક્તિગત જીવનને ગૌરવ અને સન્માનમાં વિશ્વાસ રાખું છું.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments