Homeગામનાં ચોરેભારત: પ્રથમ વખત દુનિયાના સૌથી ઉંચા ક્ષેત્ર પર મતદાન, ચીન સીમાથી 10...

ભારત: પ્રથમ વખત દુનિયાના સૌથી ઉંચા ક્ષેત્ર પર મતદાન, ચીન સીમાથી 10 કિલોમીટર જ દૂર

Team Chabuk-Political Desk: હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ જિલ્લામાં આવેલા દુનિયાના સૌથી ઉંચા મતદાન કેન્દ્ર ટશીગંગમાં (tashigang) પ્રથમ વખત મંડી લોકસભા સીટ માટે મતદાન કરવામાં આવશે. આ મતદાન પેટા ચૂંટણી માટે થવાનું છે. મતદાન કેન્દ્ર ચીનની બોર્ડરથી દસ કિલોમીટર દૂર 15255 ફીટ એટલે કે 4650 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ચૂંટણી આયોગે મતદાનની આ જગ્યાને મૉડલ પોલિંગ બુથ ઘોષિત કર્યું છે. અહીં 65 મતદાતાઓ વોટિંગ કરશે. ભલે આ દિવસોમાં અહીં હાડ થીજવી નાખતી ઠંડી પડી રહી હોય, પણ અહીં ચૂંટણીનો માહોલ ગરમ છે.

advertisement-1

જિલ્લા નિર્વાચન અધિકારી અને ઉપાયુક્ત લાહૌલ સ્પીતિ નીરજ કુમારે કહ્યું હતું કે, જો લોકસભા ચૂંટણીમાં હવામાન ખરાબ રહ્યું તો ટશીગંગમાં ટીમને પહોંચાડવા માટે ચોપરની પણ મદદ લેવામાં આવશે. અહીં સો ટકા મતદાન કરવાનું લક્ષ્ય રહેશે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ટશીગંગમાં મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું હતું. વિધાનસભા બાદ અહીં પંચાયત ચૂંટણીને લઈને પણ મતદાન થયું હતું. પ્રથમ વખત આ બુથમાં સંસદીય સીટ માટે મતદાન થશે.

advertisement-1

15 ખોરડાની વસતિ ધરાવતા ટશીગંગ ગામમાં ભલે 65 મતદાતાઓ હોય, પણ હવામાને પોતાનો અસલી રંગ બતાવ્યો તો પ્રશાસન અને ચૂંટણી આયોગ માટે સમસ્યા ઊભી થશે. આ પહેલા 4443 મીટરની ઉંચાઈ પર સ્થિત સ્પીતિનું જ હિક્કિમ વિશ્વનું સૌથી ઉંચું મતદાન કેન્દ્ર હતું. સ્પીતિની કિબ્બર પંચાયત અંતર્ગત ટશીગંગ ગામમાં 42 મતદાતાઓ વિસ સ્થિત પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હતા.

advertisement-1

વર્તમાન સમયે ટશીગંગમાં ઠંડી પોતાનો ચમકારો બતાવી રહી છે. અહીં અહર્નિશ તાપમાન નીચું જઈ રહ્યું છે. ભારે બરફવર્ષા થશે તો મતદાનની વાત તો દૂર રહી, પોલિંગની ટીમોનું બૂથ સુધી પહોંચવું પણ લોઢાના ચણા ચાવવા સમાન થઈ પડશે. આ વચ્ચે પેટા ચૂંટણી માટે ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ ટશીગંગ ગામ સુધી પહોંચીને મતદાન માટે અપીલ કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments