Team Chabuk-National Desk: હાલ લસણના ભાવ આસમાને છે. લસણ 400 રૂપિયાથી વધુના પ્રતિકિલોના ભાવે બજારમાં વેચાઈ રહ્યું છે. લસણના વધેલા ભાવથી ખેડૂતો ખુશખુશાલ છે. સાથે જ ખેડૂતોને લસણની ચોરી થવાનો ડર પણ સતાવી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશમાં એક ખેડૂતો ખેતરમાં સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે અને ઘરેથી નજર રાખવામાં આવી રહી છે કે કોઈ લસણની ચોરી તો નથી કરી રહ્યું ને..
મધ્યપ્રદેશના છિંદવાડાના સાંવરી ગામના યુવા ખેડૂત રાહુલ દેશમુખ આધુનિક ખેતી કરીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. તેમણે પોતાના ખેતરમાં પ્રથમ વખત લસણનું વાવેતર કર્યું છે. આ વર્ષે લસણના સારા ભાવ હોવાથી તેઓને લસણ ચોરીનો ડર સતાવી રહ્યો છે. જેથી તેમણે ખેતરમાં ધ્યાન રાખવા માટે સીસીટીવી ગોઠવ્યા છે.

યુવા ખેડૂત રાહુલ દેશમુખનું કહેવું છે કે, સીસીટીવીથી મજૂર કામ કરતાં હોય તે ઘરે બેઠાં જોઈ શકાય છે. હાલ લસણ ખૂબ મોંઘુ હોય ચોરી થવાની શક્યતા છે. તેથી તેમણે આ રીતે સીસીટીવી લગાવ્યા છે. તેમણે ખેતરમાં વીજળી વગર સોલારથી ચાલતા સીસીટીવી લગાવ્યા છે અને ઘરે બેઠાં બેઠા ટીવીમાં તેઓ ખેતરમાં શું થઈ રહ્યું છે તેના પર નજર રાખી રહ્યા છે.
રાહુલ દેશમુખના ખેતરમાં એક વખત ચોરી થઈ હતી. તેથી તેમણે આ કેમેરા લગાવ્યા હતા. હાલ તેમની પાસે 35 એકર જમીન છે. જેમાંથી તેમણે 16 એકરમાં ટામેટા, 2 એકરમાં શિમલા મિર્ચ અને 13 એકરમાં લસણનું વાવેતર કર્યું છે. જેમાંથી તેમને 1 કરોડથી ઉપરની આવક થશે જેમાં 25 લાખ રૂપિયાનો ખર્ચો થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત