Homeગામનાં ચોરેમોબાઈલ ટાવર પર ઝંડો ફરકાવનારી દેશની પ્રથમ પાર્ટી એટલે ‘ભારતીય જનતા પાર્ટી’

મોબાઈલ ટાવર પર ઝંડો ફરકાવનારી દેશની પ્રથમ પાર્ટી એટલે ‘ભારતીય જનતા પાર્ટી’

ગોવાબાપા : ચાબુક આજે ચૂંટણી પ્રચારની એક નવી રીત જોવા મળી. રસ્તા પર બેનર, ઝંડા તો જોયા પણ ટાવર પર ઝંડો આજે જ જોવા મળ્યો. ઘટના રાજકોટની છે. જ્યાં વોર્ડ નંબર.1નાં ગ્રાંધીગ્રામ વિસ્તારમાં એક મોબાઈલ ટાવર પર ભાજપનો કોઈ કાર્યકર પાર્ટીનો ઝંડો લઈને ચડી ગયો અને ટાવર પર ઝંડો ફરકાવી દીધો. ત્યાંથી પસાર થતાં લોકોની તો આ ઝંડા પર નજર ગઈ. લોકોને પણ ટાવર પર ઝંડો જોઈને નવાઈ લાગી. આ કાર્યકરે પક્ષના પ્રચાર માટે જીવનું જોખમ લીધું અને 50 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો બોલ ચાબુક.

‘આપ’ના ગરબા

આજે સુરતમાં આમ આદમી પાર્ટીની રેલીમાં જનસૈલાબ ઉમટી પડ્યો. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવ્યા છે. જે અંતર્ગત આજે સુરતમાં આમ આદમી પાર્ટીની રેલી યોજાઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં લોકો વાહનો લઈને જોડાયા હતા. મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે સરથાણા વિસ્તારથી ગજેરા સર્કલ સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. રેલી જોતાં લાગતું હતું કે આમ આદમી પાર્ટીને સુરતમાં જન સમર્થન મળી રહ્યું છે. જ્યાં જ્યાં નજર કરો બધે સફેદ કલરની ટોપીઓ જોવા મળતી હતી. મને તો લાગે આમ આદમી પાર્ટી ક્યાંક ભાજપ અને કોંગ્રેસના કાન ઊંચા ન કરી નાખે.

મનીષ સિસોદીયાએ સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. સાથે જ તેમણે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ગરબે રમતા જોવા મળ્યા.

સાજિશ નિષ્ફળ

ચાબુક આજે પુલવામામાં થયેલા હુમલાને બે વર્ષ થયા. બે વર્ષ પહેલાંની ઘટનાને દેશ આજેય નથી ભુલ્યો. દેશના 40 જવાનોએ આ હુમલામાં શહીદી વહોરી હતી. હવે આ ઘટનાના બે વર્ષ બાદ એટલે કે આજે ફરી એક આવો જ હુમલો કરવાની ફીરાકમાં દુશ્મનો હતા. પરંતુ તેમની આ ગંદી સાજિશ નિષ્ફળ ગઈ છે. જમ્મુના એક બસ સ્ટેશન પાસેથી આજે 7 કિલોગ્રામ વિસ્ફોટક મળી આવ્યું હતું. સુરક્ષાદળોએ કોઈ દુર્ઘટના થાય તે પહેલાં જ આ વિસ્ફોટક જપ્ત કરી લીધું હતું જેથી દુશ્મનોની ચાલ ઉંધી પડી ગઈ હતી.

ન્યૂઝિલેન્ડમાં પાછી મુસીબત આવી

ભારતમાં જ્યારે કોરોનાને લઈને પરિસ્થિતિ કાબુની બહાર હતી ત્યારે ન્યૂઝિલેન્ડની વાહ વાહ થતી હતી. ન્યૂઝિલેન્ડે જે રીતે કોરોના પર કાબુ મેળવ્યો હતો તેને લઈને વિશ્વભરમાં ન્યૂઝિલેન્ડના પગલાંની સરાહના થઈ રહી હતી. પરંતુ હવે ન્યૂઝિલેન્ડ ફરી મુસીબત આવી ગઈ છે. ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડમાં પાછું લોકડાઉન કરી દેવાયું છે. હવે ત્યાં કોરોનાનો નવો વાઇરસ દેખાયો છે જેને લઈને ઓકલેન્ડમાં લોકડાઉન કરી દેવાયું છે. જોકે ન્યુઝિલેન્ડે મેળવેલી સિદ્ધિ હું આમ ખાસ નથી ગણતો કારણ કે તેની વસતિ તો આપણા અમદાવાદ કરતાંય ઓછી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments