Homeતાપણુંભાજપે ધારાસભ્યોને કહ્યું, ‘સોશિયલ મીડિયા પર સક્રિય હશે, તે નેતા જ બચશે’

ભાજપે ધારાસભ્યોને કહ્યું, ‘સોશિયલ મીડિયા પર સક્રિય હશે, તે નેતા જ બચશે’

Team Chabuk Political Desk: સમય સાથે બદલાવ દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે. કોરોના આવ્યા પછી તો સોશિયલ મીડિયા સક્ષમ માધ્યમ બની ગયું છે. હવે સોશિયલ મીડિયાને લઈને મધ્યપ્રદેશમાં ભાજપે એક જાહેરાત કરી છે. વાત એવી છે કે ભાજપે પોતાના ધારાસભ્યોને કહી દીધું છે કે આગામી સમયમાં જે ધારાસભ્ય સોશિયલ મીડિયા પર સક્રિય હશે તે નેતા જ બચશે. બાકીનાને પાર્ટી મોકો નહીં આપે.

મધ્યપ્રદેશના ઉજ્જેનમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બે દિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. આ શિબિરના સમાપન સમારોહમાં પ્રદેશ પ્રભારી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પી.મુરલીધર રાવે પોતાના સંબોધનમાં એક વાત મૂકી. પી.મુરલીધર રાવે કહ્યું કે, ‘આગામી સમયમાં જે ધારાસભ્ય સોશિયલ મીડિયામાં સક્રિય હશે, તે નેતા જ બચશે. તમામ ધારાસભ્યો ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર સક્રિય થઈ જાય. જનતા તમને સમસ્યાઓ આ માધ્યમો પર જ મોકલશે. તેમની સમસ્યાઓનું સમાધાન પણ તમારે આ માધ્યમથી જ કરવાનું છે. તમારા કાર્યાલયની વ્યવસ્થા પણ હવે પેપરલેસ થઈ જવી જોઈએ. હવે સારો નેતા એ જ કહેવાશે જે ઇન્ટરનેટ મીડિયામાં વધુમાં વધુ સેવાઓ આપશે. હવે લોકો સીધા મળવા કરતાં મેઈલ કરવાનું વધુ ઉચિત માને છે.’

પી.મુરલીદર રાવે એમ પણ કહ્યું કે, ‘ઇન્ટરનેટ મીડિયા પર માત્ર તમારા ઉદ્ઘાટન-શિલાન્યાસના ફોટો જ ન મૂકો. પરંતુ દેશની સમસ્યાઓ પર પણ તમારા વિચારો રજૂ કરો. રાજનીતિમાં શું ચાલી રહ્યું છે તે વિશે પણ તમારા વિચારો રજૂ કરો.’

ધારાસભ્યની પ્રશિક્ષણ શિબિર બાદ ભારત બનામ ભારત વિરોધી પ્રચાર વિષય પર સાયબર યોદ્ધાઓ સાથે સંવાદ કાર્યક્રમનું પણ ઉજ્જેનમાં આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ પી.મુરલીધર રાવે સોશિયલ મીડિયાના માધ્યમોથી ભારત વિરોધી તાકતોને પરાસ્ત કરવાનું આહ્વાન કર્યું હતું.

આમ પી.મુરલીધર રાવે મધ્યપ્રદેશના ધારાસભ્યોને કહી દીધું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ ચાલુ કરવાનું કહી દીધું છે. પી.મુરલીધર રાવ હાલના સમયમાં સોશિયલ મીડિયાની જે તાકાત છે તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો આદેશ તમામ ધારાસભ્યોને આપ્યો છે. હાલમાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે અને તેઓ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય રહેતા હોય છે. ત્યારે જો રાજકીય નેતાઓને પણ લોકો સુધી ઝડપથી અને સરળતાથી પહોંચવું હોય તો હાલના સમયમાં સોશિયલ મીડિયાનો સહારો લેવો જરૂરી છે. રાજકીય નેતાઓ પણ ચૂંટણી કેમ્પેઈનમાં સોશિયલ મીડિયાનો સહારો લેતા હોય છે. એક એક લોકો સુધી રૂબરૂ પહોંચવું અઘરું હોય છે ત્યારે જો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે તો માસ સુધી પોતાના વિચારો અને સરકારના કામોને પહોંચાડી શકાય છે.

ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ઇચ્છુકો પાસેથી એક ફોર્મ ભરાવ્યું હતું અને તેમાં તેઓ સોશિયલ મીડિયા પર કેટલા સક્રિય છે તેની માહિતી માગવામાં આવી હતી.

તાજેતરમાં જ રાષ્ટ્રીય કોંગ્રેસે સોશિયલ મીડિયા વોરિયર્સ અભિયાન શરૂ કર્યું છે. જેમાં કોંગ્રેસ દ્વારા એક સોશિયલ મીડિયા વોરિયર્સની ટીમ બનાવવામાં આવી રહી છે. અને આ ટીમ દ્વારા દેશમાં થઈ રહેલા અન્યાય અને સરકાર સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments