Homeગામનાં ચોરે‘ખેડૂતોને પરેશાન કરાશે તો પોલીસ સ્ટેશનમાં પશુ બાંધીશું’

‘ખેડૂતોને પરેશાન કરાશે તો પોલીસ સ્ટેશનમાં પશુ બાંધીશું’

હે ગોવા બાપા આ સોશિયલ મીડિયા પર સાંજે લોકો કેમ અકળાઈ ગયા હતા ?

બેટા ચાબુક એમાં એવું હતું કે આ ગુગલ અને યુટ્યુબની સેવા ગોટાળે ચડી ગઈ હતી. અને તને તો ખબર ચાબુક અત્યારના આ જુવાનીયાઓને ગુગલ અને યુટ્યુબ વિના તો થોડીવારેય હાલતું નથી. તેથી તેનો ઉપયોગ કરનારા થોડા મુંઝાય ગયા કે હવે શું થાશે. પરંતુ 40 મિનિટના વિરામ બાદ ફરીથી ગુગલ અને યુટ્યુબની સેવાઓ રાબેતા મુજબ ચાલુ થઈ જતાં આ બધાયના જીવમાં જીવ આવ્યો.

ઇન્ટર્ન ડોક્ટરોનું શું થયું

બેટા ચાબુક આ કોરોનાકાળમાં કોવિડ સેન્ટરોમાં ઇન્ટર્ન ડોક્ટરોએ પણ સારી એવી સેવા બજાવી છે હો. 

હા ગોવા બાપા એ વાત તો સાચી હો. પણ એ આજે કેમ હડતાળ પર ઉતરી ગયા ?

એમાં એવું છે ચાબુક કે ઇન્ટર્ન ડોક્ટરોનું કહેવું છે કે તેમને જે હાલ સ્ટાઈપેન્ડ રૂપે મહિને 12,800 રૂપિયા મળે છે તે વધારીને 20,000  કરવામાં આવે. આ માગણી સાથે તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. આજે ઈન્ટર્ન ડોક્ટરોએ આરોગ્ય મંત્રી નીતિન પટેલ સાથે મિટીંગ પણ કરી. જોકે મીટીંગ બાદ નીતિન પટેલે જે કહ્યું એ સાંભળીને લાગ્યું કે ઇન્ટર્ન ડોક્ટરોની માગણી પૂરી નહીં થાય હો.

કેમ ગોવા બાપા નીતિન પટેલે શું કહ્યું ?

નીતિન પટેલે બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધતા આ ઇન્ટર્ન ડોક્ટરોને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, આ આખી હડતાળ જ ગેરકાયદેસર અને ગેરવ્યાજબી છે. અને જો ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પાછી નહીં ખેંચે તો આવતીકાલથી તેમની ગેરહાજરી પૂરાશે અને પીજીમાં એડમિશન પણ નહીં મળે. નીતિન પટેલે તો આગળ એમ પણ કહ્યું ચાબુક કે ઇન્ટર્નશિપ કર્યા સિવાય ડોક્ટર નથી થવાતું તેથી તેમણે સરકારની મજબૂરીનો લાભ લેવાની કોશિશ ન કરવી જોઈએ.

ખુશીના સમાચાર

તને ખબર ચાબુક અત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની પ્રથમ ટ્રાયલ ચાલી રહી છે. તેમાં અત્યાર સુધી વેક્સિનનો ડોઝ લેનાર એક પણ વ્યક્તિને આડ અસર ન થઈ હોવાનું નીતિન પટેલે કહ્યું છે. 

આ તો ખરેખર સારી વાત કહેવાય હો ગોવા બાપા.

બીજી ખુશ ખબર પણ સંભળાવું તને હાલ.

જાન્યુઆરીથી દેશભરમાં કોરોનાની રસી આપવાનું શરૂ થઈ જશે ચાબુક. આવું હું નહીં પણ રસી બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓએ કહ્યું છે. તેમણે કહ્યું કે આ મહિનાના અંત સુધીમાં તેમણે બનાવેલી રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. અને દેશની 20 ટકા વસતીને રસી અપાઈ જશે તો ઓક્ટોબર સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.

આ તો ખરેખર ખુશીના સમાચાર કહેવાય હો ગોવા બાપા.

અન્નદાતાનો અન્ન ત્યાગ

ચાબુક ખેડૂતોનું આંદોલન દિવસે દિવસે વધુ મજબૂત બની રહ્યું છે. સરકાર પર દબાણ પણ વધી રહ્યું છે. આજે આંદોલન કરી રહેલા ખેડૂતોએ સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી ભૂખ હડતાળ કરીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભૂખ હડતાળ સમાપ્ત કર્યા બાદ ખેડૂત નેતા રાકેશ ટિકેતે ઉત્તર પ્રદેશની પોલીસ પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી રહી છે તેઓને રોકવામાં આવી રહ્યા છે. રાકેશ ટિકેતે ચેતવણી આપતા કહ્યું કે જે પોલીસ સ્ટેશન દ્વારા ખેડૂતોને પરેશાન કરવામાં આવશે ત્યાં અમે પશુઓ બાંધવાનું શરૂ કરીશું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments