Homeગામનાં ચોરેહે ચાબુક આજની વાત પરથી લાગે છે કે કૃષિ કાયદો ખેડૂતોના વિરોધ...

હે ચાબુક આજની વાત પરથી લાગે છે કે કૃષિ કાયદો ખેડૂતોના વિરોધ છતાં નહીં બદલે

‘જય ગુરૂ નાનક દેવ’

‘જય ગુરૂ નાનક દેવ.’

તો હે ચાબુક જે આપણે ત્યાં સમસ્યા હતી એ જ સમસ્યા હવે અમેરિકામાં થવાની શક્યતા પ્રવર્તી રહી છે.

‘શું થવાનું છે ગોવાબાપા?’

એને ખાટલે મોટી ખોટ નહીં પણ આખેઆખો ખાટલો જ ભાંગી ગયો છે. સૌ પ્રથમ તો ટ્રમ્પ અને બાઈડેનમાંથી કોણ રાષ્ટ્રપતિ તેની ચર્ચાઓ ચાલતી રહી. જેથી અમેરિકાની જનતા નેતૃત્વ વિહીન રહી. અને હવે આપણે અહીં જેમ દિવાળી અને બેસતા વર્ષની ઉજવણીમાં લોકો ખરીદી કરવા નીકળી પડ્યા હતા તેમ હવે ત્યાં ક્રિસમસ આવી રહી છે. જ્યાં પહેલાથી જ એક એક દિવસના લાખો કેસ આવી રહ્યા છે ત્યાં ક્રિસમસમાં કેવી હાલત થશે? આ સાંભળતા જ મારા શરીરમાંથી તો લખલખુ પસાર થઈ જાય છે.

ચાબુક 24 જ કલાકમાં અમેરિકામાં 2015 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. મને તો 2015નો આંકડો જોઈ યાદ આવ્યું કે 2020 કરતાં તો ત્યાં સુખી હતા. જો આમ જ કોરોના વાઈરસનો ફેલાવો વધતો ગયો તો અમેરિકામાં ક્રિસમસની ઉજવણી ન કરવી એવું માનનારા છે જ નહીં. અમેરિકન નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે ક્રિસમસના કારણે સ્થિતિ વધારે બગડી શકે છે.

‘હવે ત્યાં પાછી ચૂંટણી પણ નથી ને ગોવાબાપા બાકીય કંઈક મેળ પડી જાત.’

ફી ભરો

હવે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ફરી માથાકૂટ સપાટી પર આવી છે. શાળા સંચાલકો કહી રહ્યા છે કે 15મી ડિસેમ્બર સુધીમાં વાલીઓ ફી ભરે નહીંતર તેમના બાળકોનું ઓનલાઈન શિક્ષણ ઠપ્પ કરી દેવામાં આવશે. હવે તને તો ખબર જ છે ચાબુક કે ઘણા વાલીઓ નોકરી વિહોણા થયા છે તો ઘણા વાલીઓના પગારમાં કાપ પણ મૂકવામાં આવ્યો છે. એવા વાલીઓ ફી ભરી શકે તેવી સ્થિતિમાં નથી. બીજી બાજુ શાળા સંચાલકોને પણ જે શિક્ષકો રોકી રાખ્યા હોય તેમને પગારની ચૂકવણી તો કરવી જ રહી એટલે તેઓને પણ સમસ્યા છે.

આ વિશે શાળાસંચાલક મંડળના પ્રમુખ જતિનભાઈ ભરાડે કહ્યું છે કે, જે વાલીઓને વારંવાર ફોન કરવામાં આવ્યા અને છતાં તેમણે ફોન નથી ઉઠાવ્યા. જે વાલીઓએ શાળા સંચાલકોને તેમની પરિસ્થિતિની જાણ કરી ન હોય એમના બાળકોનો અભ્યાસ બંધ કરી દેવામાં આવશે. રાજકોટની સ્વનિર્ભર શાળાએ તો બાળકોનું શિક્ષણ 15મી ડિસેમ્બરથી બંધ કરવાનો અને હવે વાલીઓને સરકારની ચેનલ દ્વારા શિક્ષણ મેળવવાનું કહી દીધું છે. તું શું કહે છે આ વિશે ?

‘સરકારીમાં પણ કંઈ ભણાવતા જ નથી એવું તો છે નહીં. વિદ્યાર્થી ભણે એટલે શાળા સરકારી હોય કે પ્રાઈવેટ કંઈ ફર્ક જ નથી પડતો.’

એટલે કે કાયદો નહીં બદલે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, કેટલાક સમયથી દેશમાં એક અલગ ટ્રેંડ જોવા મળી રહ્યો છે. પહેલા જો કોઈ સરકારનો નિર્ણય પસંદ નહોતો આવતો તો વિરોધ થતો હતો. પણ હવે વિરોધનો આધાર નિર્ણય નહીં પણ ભ્રમ ફેલાવવાનો છે. દુષ્પ્રચાર કરવામાં આવે છે કે નિર્ણય તો યોગ્ય છે પણ આગળ જઈને આવું આવું થઈ શકે. તેને લઈને સમાજમાં ભ્રમ ફેલાવવામાં આવે છે. આ એ જ લોકો છે જેમણે દાયકાઓ સુધી ખેડૂતો સાથે સતત છળ કર્યું.

‘એટલે?’

‘એટલે સરકાર કૃષિનો કાયદો જેમ છે એમ જ યથાવત રાખશે તેમાં કોઈ પરિવર્તન નહીં લાવે.’

હે ચાબુક આજે વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓ પર વિસ્તારથી વાત કરી અને વિરોધીઓ દ્વારા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હોવાની વાત સામે લાવી.

‘તો કાયદો બદલશે નહીં એમ તમે કયા આધાર પર કહો છો?’

એ હું એ આધાર પર કહું છું ચાબુક કે પ્રધાનમંત્રીએ તેના કેટલાક ફાયદા ગણાવ્યા છે. હવે પ્રધાનમંત્રીએ જે કીધું એ જ વાત તું સાંભળી લે, ખેડૂતોને આધુનિક સેવાઓ આપવી. નાના ખેડૂતોને સંગઠિત કરીને તેમને તાકતવર બનાવવા અને ખેડૂતોને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાક વીમો હોય, સિંચાઈ હોય કે, બજારની વાત હોય. દરેક સ્તર પર કામ કરવામાં આવ્યું છે. ખેડૂતોના હિતમાં કરવામાં આવેલા સુધારાઓ આવા જ વિકલ્પો ખેડૂતોને આપે છે. જો ખેડૂતોને કોઈ એવો જ ખરીદદાર મળી જાય જે સીધો જ ખેતરમાંથી પાકને ઉઠાવે તો શું પોતાનું ઉત્પાદન તેને વેચવા માટે આઝાદી મળવી જોઈએ કે ન મળવી જોઈએ.

‘મળવી જ જોઈએને.’

‘બસ જો આજ આમ જ થઈ ગયું ચાબુક.’

ખેડૂતોને વિશ્વાસ અપાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતના કૃષિ ઉત્પાદ વિશ્વભરમાં મશહૂર છે. શું ખેડૂતોની આ મોટા માર્કેટ અને વધારે નાણા સુધી પહોંચ ન હોવી જોઈએ ? પ્રધાનમંત્રીએ કહ્યું ચાબુક કે નવો કૃષિ કાયદો એ વિકલ્પ છે જૂના કાયદા ક્યાં નીકળી ગયા છે. જો કોઈને જૂની સિસ્ટમથી લેણદેણ કરવી છે તો કોઈ મનાઈ નથી. ખેડૂતોના નામ પર પહેલાની સરકારોએ છળ કર્યું છે. યુરિયા તો ખેતરથી વધારે કાળાબજારીયાવ પાસે પહોંચતો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments