Homeગામનાં ચોરેગોઝારો રવિવાર : મૃતકને અગ્નિદાહ આપવા ગયેલા પાછા ન ફર્યા

ગોઝારો રવિવાર : મૃતકને અગ્નિદાહ આપવા ગયેલા પાછા ન ફર્યા

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રવિવારનો વાર ગોઝારો સાબિત થયો હતો. અહીંના મુરાદનગર સ્મશાન ઘાટનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું એ વખતે જ વરસાદના કારણે ગેલેરીની છત પડી જવાથી 19 લોકોના દબાઈને મોત થઈ ગયા. જે મૃતકના અંતિમ સંસ્કાર થતાં હતા તેમના પુત્રનું પણ કાટમાળમાં દબાઈ જતાં મોત નિપજ્યું છે. હજુ પણ કેટલાય લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તંત્રએ પણ તાત્કાલિક દુર્ઘટના સ્થળે પહોંચી જતા કાટમાળમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.

આ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ છત પડી જવાની ઘટના પર નિવેદન આપતા કહ્યું કે, મેં જિલ્લા અધિકારીઓને રાહત અભિયાન ચલાવવા અને ઘટનાની રિપોર્ટ પ્રસ્તુત કરવા નિર્દેશ આપ્યો છે. ઘટનાથી પ્રભાવિત થયેલા દરેક વ્યક્તિને સંભવ મદદ કરવામાં આવશે.

દિલ્હીના NCRમાં સવારથી વરસાદી માહોલ છે. વરસાદ પડવાના કારણે જ આ ઘટના બની હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવી રહ્યું છે. આ ઘટના જે સ્મશાન ઘાટમાં બની ત્યાં કેટલાક લોકો અંતિમ સંસ્કાર માટે આવેલા હતા. આ વિશે પોલીસનું કહેવું છે કે, ગાઝિયાબાદના મુરાદનગર વિસ્તારના ઉખલારસી ગામડાના એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના પરિવારજનો અને સંબંધીઓ ડેડબોડી લઈ સ્મશાને પહોંચ્યા હતા. અને એ સમયે જ આ ઘટના બની હતી.

પોલીસ આ ઘટના બન્યાના ટૂંક સમયમાં જ ત્યાં પહોંચી ગઈ અને કાટમાળ હેઠળ દબાયેલા લોકોને કાઢવા લાગી હતી. સ્થાનિક તંત્ર અને અધિકારીઓને પણ આ વાતની જાણ થતાં તેઓ પણ સ્મશાને પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે કામગીરી આદરી દીધી હતી. જેમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આંખે જોનારાઓનું કહેવું છે કે છતનું કદ ઘણું જ મોટું હતું. બચાવકાર્ય માટે ક્રેનની પણ મદદ લેવામાં આવી રહી છે.

આંખે દેખ્યો સમગ્ર અહેવાલ જોનારા પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, તેમના દાદાનો અંતિમ સંસ્કાર ચાલી રહ્યો હતો અને બાકીના લોકો દૂર ઊભા હતા. એટલામાં જોરથી અવાજ આવ્યો. લોકો એ તરફ ભાગ્યા. જોયું તો છતમાં ઘણા લોકો દબાય ગયા હતા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં તેમના કાકાનું પણ મોત થઈ ગયું છે. જ્યારે તેમના કાકાનો દીકરો હજુ પણ કાટમાળની નીચે દબાયેલો છે. પ્રત્યક્ષદર્શીના પિતાના ખભા પર ઈજા પહોંચી છે.

કેરળમાં બસ દુર્ઘટના

દેશમાં રવિવારના દિવસે જ બીજી મોટી દુર્ઘટના કેરળમાં બની હતી. કર્ણાટકથી લગ્ન માટે આવેલી બસ એક મકાનમાં ઘુસી ગઈ હતી. આ ઘટના પંથૂર વિસ્તારના રાજપુરમમાં બની હતી. બસમાં 70 જાનૈયાઓ સવાર હતા. જેમાંથી 33 લોકો સારવાર હેઠળ છે. તો પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નીપજી ચૂક્યા છે. આ અંગે કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments