Homeતાપણુંઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા સહિતના આપ નેતાઓને મળ્યા જામીન

ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા સહિતના આપ નેતાઓને મળ્યા જામીન

Team Chabuk-Political Desk: ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટીના નેતાઓ માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, પ્રવિણ રામ સહિત તમામ 55 નેતાઓને જામીન મળતાં આજે જેલમુક્ત થશે. આમ આદમી પાર્ટીના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને ગાંધીનગર સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા છે. ઇસુદાન ગઢવી,ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓને જામીન મળ્યા છે. આ મામલે તેમના વકીલે જણાવ્યું કે, ફરિયાદી પક્ષે કરેલી કેટલી વાતોમાં કોઈ તથ્ય નથી. ઈસુદાન સામે પ્રોહિબિશનનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી. આજ સાંજ સુધીમાં તમામ લોકો ઘરે જઈ શકશે. ફરિયાદી પક્ષથી ગાંધીનગરમાં એન્ટ્રી ન થવાની શરત હોઈ શકે છે. 

10 દિવસ પહેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓએ પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કેસમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવિણ રામ, નિખિલ સવાણી સહિત 55 આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરાઈ હતી. આમ આદમી પાર્ટીના 500 થી વધુ કાર્યકર્તાઓએ કમલમમાં હુરિયો બોલાવ્યો હતો. જેમાં પોલીસે 65 પુરુષો અને 28 મહિલાઓ મળીને કુલ 93 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.  20 ડિસેમ્બરથી તમામ નેતાઓ જેલમાં હતા. ત્યારે આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. 

ગુજરાતમા પેપર લીકના કૌભાંડો બાદ અસિત વોરાના રાજીનામાની માંગણી સાથે આમ આદમી પાર્ટીએ મોરચો માંડ્યો હતો. યુવરાજસિંહે 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ સરકારે પેપર લીક મામલે કાર્યવાહી શરૂ કરતાં તેમના અલ્ટિમેટમનું સુરસુરિયું થઈ ગયું હતું. ભાજપ કાર્યાલય કમલમ પર હુલ્લો બોલાવનાર આપના નેતાઓ અને કાર્યકર્તાઓને જેલભેગા કરવામાં આવ્યા હતા. ત્યારે આખરે 11 દિવસ બાદ આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કર્યા છે. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments