Homeતાપણુંરાજેશ સોનીની ધરપકડ બાદ શક્તિસિંહ લાલઘુમ, કહ્યું- તાકાત હોય તો અમને બધાને...

રાજેશ સોનીની ધરપકડ બાદ શક્તિસિંહ લાલઘુમ, કહ્યું- તાકાત હોય તો અમને બધાને જેલમાં નાખો

Team Chabuk-Political Desk: ગત રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની સીઆઈડી ક્રાઈમ દ્વારા ઘરેથી ધરપકડ કરતાં કોંગ્રેસ લાલઘુમ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા અંગે આ ધરપકડ થઈ હોવાની પ્રાથમિક માહિતી કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે પણ આપી હતી. રાજેશ સોનીની ધરપકડ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ગઈ રાત્રે જેમ કોઈ આતંકવાદીને પકડવો હોય તે રીતે ચાર વાગે એક સામાજિક આગેવાન અને રાજકીય કાર્યકર્તા રાજેશભાઈ ટી. સોનીની સાઈબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના દ્વારા મુકાયેલી પોસ્ટને જોઈએ તો એમાં સ્પષ્ટ વાત માત્ર એટલી જ છે કે આપણી બહાદુર સેનાના સૈનિકોને તેમણે બતાવેલી બહાદુરીનો શ્રેય મળવો જોઈએ અને જે પ્રજાની તિજોરીના પૈસા છે એ પબ્લિસિટીમાં વાપરવા જોઈએ નહીં અને રાજકીય લાભ સિંદૂર ઓપરેશનના નામે લેવો જોઈએ નહીં. દેશના તમામ નાગરિકોના મનમાં આ વાત પડી છે કે જે બહાદુરીપૂર્ણ કામ આપણી સેના કરે છે તેનો શ્રેય સેનાને જ મળવો જોઈએ. જે રીતે સરકાર પબ્લિસિટી કરે છે તે જોતા સૈનિકોને શ્રેય મળશે નહીં તેની ચિંતા વ્યક્ત કરી છે. માત્ર સેના માટે અવાજ ઉઠાવે અથવા તો એમને શ્રેય નહીં મળે એની ચિંતા વ્યક્ત કરે તો એનાથી ગુનો કેવી રીતે બને ? ગુજરાત પોલીસની જે સરકાર દ્વારા દુરુપયોગીતાથી કેસો કરાવવાની નીતિ રહી છે તેનો તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ખૂબ ઉધડો લીધો હતો અને પોલીસની ભયંકર ટીકા કરી હતી.

Shaktisinh gohil

વધુમાં તેમણે લખ્યું કે, આશા રાખું છું કે પોલીસ ડહાપણ વાપરે અને રાજેશભાઈ સોની એ કોઈ આતંકવાદી નથી, એમની ભાવના સેનાને શ્રેય મળવો જોઈએ એ સ્પષ્ટ છે ત્યારે તેમને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. સેનાની પડખે સમગ્ર દેશ અને કોંગ્રેસ છે. જો માત્ર સેનાની તરફેણ કરવાથી ગુનો બનતો હોય તો મારા સહિત તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ સેનાની તરફેણમાં પોસ્ટ પણ મૂકશે અને અવાજ પણ ઉઠાવશે, તાકાત હોય તો અમને બધાને સરકાર જેલમાં નાંખે. સ્વ. મનમોહનસિંહ જી વડાપ્રધાન હતા ત્યારે ભાજપના અનેક નેતા અને સમર્થક મનફાવે તેવી હલકી અને ખોટી બાબતો લખતા હતા પરંતુ કેન્દ્રની કોંગ્રેસની કે રાજ્યોની સરકારે મૌલિક વાણી સ્વતંત્રતાને રોકવાનો કે કેસ કરવાનો પ્રયત્ન નહોતો કર્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments