HomeતાપણુંGujarat Election: રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા અનેક નેતાઓની ટિકિટ કપાશે,...

Gujarat Election: રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા અનેક નેતાઓની ટિકિટ કપાશે, જાણો વધુ વિગતો

Team Chabuk-Gujarat Desk: દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને ગુજરાત ભાજપના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીને લઇને ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રૂપાણી સરકારમાં મંત્રી રહેલા આઠ ધારાસભ્યોની ટિકિટ કપાઇ શકે છે. સૂત્રના મતે કેટલાક પૂર્વ મંત્રીઓની ટિકિટ કાપી નવા ચહેરાઓને ભાજપ ટિકિટ આપે તેવી શક્યતા છે. 100થી વધુ બેઠકો પર ભાજપે ત્રણ-ત્રણ ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરી છે. આવતીકાલે પાર્લામેન્ટ્રી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

સૂત્રોના મતે 10 નવેમ્બર બપોર સુધીમાં ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ભાજપના અનેક મોટા નેતાઓની ટિકિટ કપાઇ શકે છે. ભાજપ વધુ નવા ચહેરાઓને ટિકિટ આપશે. એક ડઝનથી વધુ મહિલાઓને ભાજપ ટિકિટ આપી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે હેપ્પીનેસ કેમ્પેઈન શરૂ કર્યું છે. ભાજપની કેન્દ્રીય નેતાગીરીની બેઠકમાં આ અભિયાનને મંજૂરી આપવામાં આવી હતી. આ અભિયાનમાં સામાન્ય ગુજરાતીઓની લાગણી ઉમેરી શકાય તે રીતે આ અભિયાનની રચના કરવામાં આવી છે. આ અંતર્ગત સરકારે 20 વર્ષ દરમિયાન જે યોજનાઓ અને સિદ્ધિઓ હાંસલ કરી છે અથવા ગુજરાતની ઓળખ દેશભરમાં બનાવી છે, તે ઓળખ ઉભી કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments