Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસ માત્ર બે વિધાનસભા બેઠક જ જીતી છે. દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી શૈલેષ પરમાર અને જમાલપુર વિધાનસભા બેઠક પરથી ઇમરાન ખેડાવાલા. જ્યારે અમદાવાદની દરિયાપુર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સહિતના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે. ગ્યાસુદ્દી શેખ અને ઈમરાન ખેડાવાલા બંને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સારા મિત્રો પણ છે. ખેડાવાલા ગ્યાસુદ્દીનને મોટા ભાઈ માને છે. એટલે જ ભાઈના હાર્યાનું દુઃખ તેમની આંખોમાં આવી ગયું હતું.
ખેડાવાલાને શુભેચ્છા આપવા જતાં સાથી અને દરિયાપુરના ઉમેદવાર ગ્યાસુદ્દિન શેખ જોતા જ ઈમરાનની આંખો ભરાઈ આવી હતી. ખેડાવાલા શેખને જોઈને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. દર વખતે લોકોના પ્રશ્નો માટે સાથે મળીને લડતાં કોંગી ધારાસભ્યો હવે એકસાથે વિધાનસભામાં નહીં જઈ શકે. ઈમરાન જીતીને ખુશ હતા પરંતુ પોતાના સાથી અને મોટા ભાઈ સમાન ગ્યાસુદ્દિન શેખની હારથી બહુ દુઃખી થયા હતા. જમાલપુર-ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલાની 58487 મતે જીત થઈ છે. તેમને ઈવીએમના 58235 અને પોસ્ટલ બેલેટના 252 મત મળી કુલ મતના 45.88 મત મળ્યા છે. જ્યારે ભાજપના ભૂષણ ભટ્ટને 44829 મત મળ્યા છે.
गुजरात से विधानसभा में जीते एक मात्र मुस्लिम विधायक @Imran_khedawala जी जब चुनाव में हारे हुए अपने साथी पार्टी के वरिष्ठ नेता व दरियापुर के पूर्व विधायक @Gyasuddin_INC जी से मिले तो दोनों अपनी भावनाओं पर काबू नहीं रख पाए।
— Hitendra Pithadiya #BharatJodoYatra 🇮🇳 (@HitenPithadiya) December 9, 2022
दोस्ती सलामत रहें! pic.twitter.com/pMLN4mykRQ
જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ભાજપ જીત માટે અહીં મહેનત તો કરે છે પરંતુ અહિના મુસ્લિમ મતદારોએ દર વખતે ઈમરાન ખેડાવાલાને સાથ આપ્યો છે. શહેરમાં મધ્યમાં આવેલી ખાડીયા જમાલપુર બેઠક એટલે જૂનું અમદાવાદ જ્યાં જમાલપુર શાકમાર્કેટ અને ફૂલ બજાર આવેલું છે .જ્યાંથી મોટાભાગના લોકોનો રોજગાર ચાલે છે. દિવસ અને રાત આ માર્કેટ ધમધમતા રહે છે. ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્ત થાય તો નવાઈ નહીં. ભાજપમાંથી ભૂષણ ભટ્ટ અને કોંગ્રેસમાંથી ઇમરાન ખેડાવાલા ઉમેદવાર હતા. જ્યારે AIMIMના સાબિર કાબલીવાલા મેદાને હતા.
2017માં આ બેઠક પરથી ઇમરાન ખેડવાલાંની જીત થઈ હતી ને કોંગ્રેસનો પંજો ફરી એકવાર આ બેઠક પર પોતાનો પ્રભાવ હોવાનું સાબિત કરી બતાવ્યું હતું. ભાજપના ભૂષણ ભટ્ટની હાર થઈ હતી.
બીજી તરફ દરિયાપુર હિન્દુ બહુમતી મતદાતાઓની બેઠક હોવા છતાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર જીતતા ભાજપ માટે ખરાખરીનો જંગ રહેતો હતો. વર્ષ 2007માં ચૂંટણીમાં તત્કાલિન મંત્રી કૌશિક પટેલ અને 2012 તથા 2017 માં ગ્યાસુદ્દિન શેખને હરાવવા ભાજપે પૂર્વ મંત્રી ભરત બારોટને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે, ગ્યાસુદ્દીન શેખ જીત્યા હતા. આ વખતે ભાજપે કૌશિક જૈનને મેદાનમાં ઉતાર્યા હતા. જેમણે ગ્યાસુદ્દિન શેખને હારવીને નજીવી સરસાઈ સાથે જીત મેળવી છે. જૈનન 61,090 મત મળ્યા હતા જ્યારે કોગ્રેસના શેખને 55,847 મત મળ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત