Team Chabuk-Political Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા 16 મંત્રીઓએ ગઈકાલે શપથ લીધા. બપોરે યોજાયેલી શપથવિધિ બાદ સાંજે તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. શપથવિધિ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા. શપથ લીધા બાદ તમામ મંત્રીઓ સહી કરતાં હોય છે. ત્યારે આ સહી કરતાં મંત્રીઓના ફોટો સામે આવ્યા છે. જેમાં એક મંત્રીને બાદ કરતાં તમામ મંત્રીઓ જમણા હાથે સહી કરી રહ્યા છે જ્યારે એક મંત્રી જ ડાબા હાથે સહી કરતાં જોવા મળ્યા..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલા વિષયો..

કેબિનેટ કક્ષાના મંત્રી કનુ દેસાઈ : નાણાં, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ

કેબિનેટ કક્ષાના મંત્રી ઋષિકેશ પટેલ : આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો.

રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ : પંચાયત અને કૃષિ

કેબિનેટ કક્ષાના મંત્રી રાધવજી પટેલ :કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ.

કેબિનેટ કક્ષાના મંત્રી બળવંતસિંહ રાજપૂત : ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર.

રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતી : આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ.

કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળીયા : જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો.

કેબિનેટ કક્ષાના મંત્રી મુળુ બેરા : પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ.

રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) : સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્ય કક્ષા).

રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ : વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા.

કેબિનેટ કક્ષાના મંત્રી ડો. કુબેર ડીંડોર : આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ.

રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા : સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ.

કેબિનેટ કક્ષાના મંત્રી ભાનુબેન બાબરિયા : સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ.

રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી : મત્સ્યોદ્યોગ અને પશુપાલન.

રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર : અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા.

ડાબા હાથે સહી કરતાં એકમાત્રાર મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી : રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા).
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
