Homeદે ઘુમા કેઆ છે ગુજરાત ટાઈટન્સની ટીમ: શમી અને લોકી ફર્ગ્યુસનના ખભા પર ફાસ્ટ...

આ છે ગુજરાત ટાઈટન્સની ટીમ: શમી અને લોકી ફર્ગ્યુસનના ખભા પર ફાસ્ટ બોલિંગનો આધાર, બે વિકેટકીપર, પાંચ ઓલરાઉન્ડર

Team Chabuk-Sports Desk: IPLમાં આ વર્ષથી દસ ટીમ રમવાની છે. બે નવી ટીમો ઉમેરાઈ તેમાં એક લખનઉ જાયન્ટ્સ અને બીજી ગુજરાત ટાઈટન્સ છે. અગાઉ ગુજરાત લાયન્સ નામની એક ટીમ ભૂતકાળમાં બની હતી. કામચલાઉ ટીમનું સુકાનીપદ સુરેશ રૈનાએ સંભાળ્યું હતું. આ ટીમ એટલા માટે સર્જવાની આવશ્યકતા પડી હતી કારણ કે ચૈન્નઈ અને રાજસ્થાનની ટીમને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. હવે ગુજરાત ટાઈટન્સની ટીમ તૈયાર છે. હરરાજીમાં કયા કયા ખેલાડીઓ ગુજરાતની ટીમને મળ્યા છે તેના પર એક નજર કરી લઈએ.

37 કરોડના ત્રણ ખેલાડી

ગુજરાત ટાઈટન્સ ટીમનું સુકાનીપદ હાર્દિક પંડ્યાની પાસે છે. ટીમે પહેલા જ ત્રણ ખેલાડીઓ રિટેઈન કર્યા હતા. જેમાં 15 કરોડ હાર્દિકને આપવામાં આવ્યા હતા. જ્યારે અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પણ 15 અને બેટ્સમેન શુભમન ગિલને સાત કરોડ રૂપિયાની તોતિંગ રકમ આપવામાં આવી હતી. ટીમના પ્લેયર્સ ખરીદવામાં ગુજરાત ટાઈટન્સે કુલ 52 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, જેમાંથી ખિસ્સામાં 15 લાખ બાકી રહ્યા છે. બાકીના પૈસાના આવશ્યકતા મુજબ ખેલાડીઓ ખરીદાઈ ચૂક્યા છે. હવે એ ખેલાડીઓ પર નજર કરીએ.

બે વિકેટકીપર

ગુજરાત ટાઈટન્સની પાસે બે વિકેટકીપર છે. ઓસ્ટ્રેલિયાનો મેથ્યુ વેડ અને બીજો ભારતનો ઋદ્ધિમાન સહા. ઋદ્ધિમાને હાલમાં જ કલકત્તા રણજી ટ્રોફીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. મેથ્યુ વેડ જેવા વિકેટકીપર બેટ્સમેનની હાજરીમાં, જેણે પાકિસ્તાનને સેમીફાઈનલમાં ધૂળ ચટાવી દીધી હતી, ઋદ્ધિમાન સહાનું ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ લાગી રહ્યું છે. ટીમ પાસે ત્રણ સ્પિનર છે. અનુભવી રાશિદ ખાન. જેની ફિરકી ભલભલા બેટ્સમેનોન ભોંયપછડાટ આપી શકે છે. બીજા બે નામ છે સાઈ કિશોર અને નૂર અહમદ. જેમાંથી તમિલનાડુના સાઈ કિશોરને હાલમાં જ તેના રાજ્યના શાહરૂખ ખાનની સાથે ભારતીય ટીમમાં સ્ટેન્ડ બાય તરીકેની જગ્યા મળી છે.

પેસ અટેકનો ભાર મોહમ્મદ શમી પર

હાર્દિક પંડ્યા સિવાય ટીમ પાસે ચાર અન્ય ઓલરાઉન્ડર્સ છે. ડોમિનિક ડ્રેક્સ, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવતિયા. બેટ્સમેન વિભાગની વાત કરવામાં આવે તો શુભમન ગિલ, અભિનવ સદરાંગની, જેસન રોય, ડેવિડ મિલર, સાઈ સુદર્શન, ગુરકીરત સિંહ માન. પેસ અટેકમાં ટીમ પાસે દર્શન નાલકંડે, યશ દલાલ, પ્રદીપ સાંગવાન, અલ્ઝારી જોસેફ, નૂર અહમદ, લોકી ફર્ગ્યુસન અને મોહમ્મદ શમી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments