Homeગામનાં ચોરેઉત્તરાખંડમાં ફરી જળબંબાકાર, ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતીઓ મુશ્કેલીમાં

ઉત્તરાખંડમાં ફરી જળબંબાકાર, ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતીઓ મુશ્કેલીમાં

Team Chabuk-National Desk: ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો યાત્રીઓ ફસાયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતાં પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ ઉપરાંત ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેથી ચારધામની યાત્રા અટકાવી દેવામાં આવી છે.  

ગુજરાતના અનેક યાત્રિકો ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં ફસાયાના અહેવાલ મળ્યા છે. આ અંગે રાજ્યનાં પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ મીડિયાને જણાવ્યું હતું કે, હાલ અમે પરિસ્થિતિ તપાસી રહ્યા છે. ત્યાના તંત્ર સાથે વાતચીત ચાલી રહી છે. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી સાથે વાત કરીને હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલીફોનિક વાતચીત કરી છે.ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

આ અંગે ગુજરાતના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ મીડિયાને જણાવ્યુ હતુ કે, અત્યારે સરકાર તરફથી ત્યાંના તંત્ર સાથે વાત થઇ છે. એમણે કહ્યું છે કે, છેલ્લા 48 કલાકથી વરસાદ પડી રહ્યો છે તેના કારણે ત્યાંના રસ્તા તૂટી ગયા છે. હાલ આ રસ્તાઓ પર કામ થઇ રહ્યુ છે. ગુજરાતના કેટલા પ્રવાસીઓ ત્યાં ફસાયા છે તે અંગેનો હાલ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો.

advertisement-1

સૂત્રોનું માનીએ તો ગુજરાતનાં આશરે સોથી સવાસો જેટલા પ્રવાસીઓ ફસાયા છે. કેદારનાથમાં બરફ વર્ષાના કારણે ઠેર ઠેર બરફની ચાદર પથરાઈ છે. તો કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ છે. હાલ આ સમગ્ર સ્થિતિ પર રાજ્ય સરકાર નજર રાખી રહી છે.ઉત્તરાખંડમાં ફરી એકવાર વાદળ ફાટવાની સ્થિતિ સર્જાઈ છે. ચારે તરફ જળબંબાકારના કારણે અત્યાર સુધીમાં કુલ 25 લોકોના મૃત્યુ થઈ ગયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments