Team Chabuk-National Desk: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ શર્લિન ચોપરાને માનહાનિની નોટિસ મોકલી છે. સાથે જ અભિનેત્રીને 50 કરોડનો જુર્માનો ભરવાની પણ માગણી કરવામાં આવી છે. શિલ્પા અને રાજે આ એક્શન કેટલીય વખત ચેતવણી આપ્યા બાદ લીધું છે. આ પૂર્વે શિલ્પા અને રાજના વકીલે કહ્યું હતું કે, શર્લિન ચોપરા મીડિયામાં જે પણ નિવેદન આપી રહી છે તે કાયદાના દાયરામાં હોવું જોઈએ. મારા અસીલની વિરૂદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરવી, એમને બદનામ કરવાનું ષડયંત્ર રચવું. શર્લિન ચોપરા દ્વારા કહેવામાં આવેલી વાતોનો કોર્ટમાં ઉપયોગ કરવામાં આવશે.
શર્લિન ચોપરાએ રાજ અને શિલ્પાની વિરૂદ્ધ 14 ઓક્ટોબરના રોજ એફઆઈઆર ફાઈલ કરાવી હતી. શર્લિને આ ફરિયાદ છેતરપિંડી માટે અને માનસિક રીતે પ્રતાડિત કરવાને લઈ ફાઈલ કરાવી હતી. શિલ્પા અને રાજના વકીલે એક નિવેદનમાં કહ્યું કે, શર્લિન ચોપરા દ્વારા રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાની વિરૂદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપો મનઘડત, ખોટા, તૂચ્છ, પાયાવિહોણા અને પ્રમાણ વગરના છે. આ બધું શર્લિન ચોપરાએ રાજ અને શિલ્પાની છબિ બદનામ કરવા માટે અને પૈસાની વસૂલી કરવા માટે કર્યું છે.
શર્લિને રાજ કુન્દ્રાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવતા કહ્યું કે, મેં જેએલ સ્ટ્રીમ કંપની માટે ત્રણ વીડિયોશૂટ કર્યા હતા. પણ વાયદા પ્રમાણે મને પૈસા મળ્યા નહીં. છોકરીઓના શરીરનું પ્રદર્શન કરાવીને તમે એમની પેમેન્ટ ક્લિયર શા માટે નથી કરતા? તેમને ચૂનો શા માટે ચોપડો છો? એમને ટોપી શું કામે પહેરાવો છો? શું આ હોય છે એથિકલ બિઝનેસ?
બીજી બાજુ શિલ્પા શેટ્ટી પોતાના નિવેદનમાં કહી ચૂકી છે કે, જેએલ સ્ટ્રીમ સાથે તેમને કંઈ લેવા દેવા નથી. રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મ બનાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર બહાર છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં શર્લિને રાજ કુન્દ્રા પર ચોંકાવનારા આરોપ નાખ્યા હતા. શર્લિને કહ્યું હતું કે, તેને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં લાવનારું બીજું કોઈ નહીં પણ કુન્દ્રા જ હતા.
એપ્રિલ 2021માં શર્લિને રાજ કુન્દ્રાની વિરૂદ્ધ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. શર્લિને જણાવ્યું હતું કે, રાજ કુન્દ્રા 27 માર્ચ 2019ના રોજ બિઝનેસ મીટીંગ બાદ જાણ કર્યા વગર તેના ઘરે આવ્યો હતો. શર્લિને કહ્યું હતું કે, રાજે તેની સાથે જબરદસ્તી કરી હતી અને કહ્યું હતું કે, તેના અને શિલ્પાના સંબંધો બરાબર નથી ચાલી રહ્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત