Team Chabuk-literature Desk: ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તાજેતરમાં જ વિવિધ કેટેગરીમાં પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બાળ વિભાગના બાળ વાર્તા કેટેગરીમાં યુવા લેખક મયૂર ખાવડુ અને પરમ દેસાઈના પુસ્તક ‘અજય-અમિત અને મિલનું ભૂત‘ (કિશોર સાહસકથા)ને પ્રથમ ક્રમે પારિતોષિક જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત સાહિત્ય અકાદમી- ગાંધીનગર દ્વારા દર વર્ષે ગુજરાતી ભાષા-સાહિત્યના વિવિધ સાહિત્ય સ્વરૂપના શ્રેષ્ઠ પુસ્તકોને પારિતોષિક આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ-2023માં પ્રગટ થયેલા ગુજરાતી ભાષા-સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તકોના પારિતોષિક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રૌઢ/બાલ સાહિત્ય વિભાગના બાળ વાર્તા સ્વરૂપમાં યુવા લેખક મયૂર ખાવડુ અને પરમ દેસાઈ દ્વારા લિખિત પુસ્તક ‘અજય-અમિત અને મિલનું ભૂત‘ (કિશોર સાહસકથા)ને પ્રથમ પારિતોષિક અને 11 હજાર રૂપિયા રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

આ પારિતોષિક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અર્પણ કરવામાં આવશે. 21 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સાંજે 4 કલાકે પારિતોષિક અર્પણ કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મયૂર ખાવડુ અને પરમ દેસાઈને ‘અજય-અમિત અને મિલનું ભૂત‘ (કિશોર સાહસકથા) લખવા બદલ પ્રથમ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

મહત્વનું છે કે, યુવા લેખક મયૂર ખાવડુ લેખક ઉપરાંત વ્યવસાયે પત્રકાર છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાંથી પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી અને M.phil સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે ટીવી નાઈન ગુજરાતી ન્યૂઝ ચેનલ, જીએસટીવી ન્યૂઝ ચેનલ સહિતના મીડિયા હાઉસમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓએ ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર જેવા પ્રતિષ્ઠિત અખબારમાં કટાર લેખનનું કામ કર્યું છે. તેમણે વર્ષ 2023માં યુવા લેખક પરમ દેસાઈ સાથે મળીને ‘અજય-અમિત અને મિલનું ભૂત‘ (કિશોર સાહસકથા) લખી હતી. જેનો વાચકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારબાદ 2024માં તેમનું બીજું પુસ્તક નિબંધ સંગ્રહ ‘નરસિંહ ટેકરી’ પ્રકાશિત થયું હતું અને 2025માં મયૂર ખાવડુનું ત્રીજું પુસ્તક હાસ્ય નિબંધ સંગ્રહ ‘સફેદ કાગડો’ પ્રકાશિત થયું હતું.

તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત