Homeદે ઘુમા કેટીમ ઈન્ડિયાના સ્ટાર હાર્દિક પંડ્યાએ નતાશા સાથે ઉદયપુરમાં કર્યા લગ્ન, સામે આવી...

ટીમ ઈન્ડિયાના સ્ટાર હાર્દિક પંડ્યાએ નતાશા સાથે ઉદયપુરમાં કર્યા લગ્ન, સામે આવી શાનદાર તસવીરો

Team Chabuk-Sports Desk: સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે ફરી લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ઉદયપુરમાં થયા હતા. હાર્દિકે વર્ષ 2020માં નતાશા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, તે સમયે કોવિડ-19ને કારણે બહુ ઓછા લોકો લગ્નમાં સામેલ થયા હતા. હવે હાર્દિક પંડ્યા અને નતાશાએ વેલેન્ટાઈન ડેના દિવસે ત્રણ વર્ષ પછી લગ્ન કર્યા છે. આ લગ્નની તસવીરો સામે આવી છે. જેમાં આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.

હાર્દિકએ લગ્નની તસવીરો શેર કરી

નતાશા સ્ટેનકોવિક સાથે સાત ફેરા લીધા બાદ હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ચાહકોને તેના લગ્નની તસવીરોની ઝલક બતાવી છે. તસવીરોમાં નતાશા અને હાર્દિક ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બંનેએ કેમેરા સામે જોરદાર પોઝ આપ્યા છે. હાર્દિક પંડ્યા બ્લેક સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. તે જ સમયે, નતાશા સ્ટેનકોવિક સફેદ ડ્રેસમાં રાજકુમારી જેવી દેખાઈ રહી છે.

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના લગ્નની તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું, ‘આપણે ત્રણ વર્ષ પહેલા લીધેલી પ્રતિજ્ઞાને ફરી પુનરાવર્તિત કરીને પ્રેમના દ્રીપ પર વેલેનટાઈન ડે સેલિબ્રેટ કર્યો છે. અમે અમારા પ્રેમની ઉજવણી કરવા માટે અમારા પરિવાર અને મિત્રોને અમારી સાથે જોઈને ખરેખર ધન્ય છીએ. કપલના ફોટોઝને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહ્યા છે.

નતાશા અને હાર્દિકે ફરીથી લગ્ન કર્યા

હાર્દિક પંડ્યાની પોસ્ટ પર સેલેબ્સથી લઈને ચાહકોએ કોમેન્ટ કરીને બંનેને લગ્ન માટે અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. કપલના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. ખબર છે કે હાર્દિકે વર્ષ 2021માં નતાશા સાથે સગાઈ કરી હતી. આ પછી બંનેએ લગ્ન કરી લીધા. આ દંપતીને એક પુત્ર પણ છે, જેનું નામ અગસ્ત્ય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments