Team Chabuk-Entertainment Desk: ‘બિગ બોસ ઓટીટી’ થી મશહૂર ઉર્ફી જાવેદ (Urfi Javed) સતત પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈને ચર્ચામાં છે. ફરી એક વખત ઉર્ફી જાવેદે પોતાનો કાતિલ અંદાજ બતાવ્યો છે. વેલેનટાઈન ડે પર ઉર્ફી જાવેદે રેડ કલરની બિકિનીમાં હોટ પોઝ આપતો વીડિયો શેર કરી સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી દિધો છે.
તે પોતાની સુંદરતાનો જાદુ ચલાવતી જોવા મળે છે. ક્યારેક તે રિવીલિંગ ડ્રેસથી લાઇમલાઇટમાં રહે છે, તો ક્યારેક તે વિચિત્ર કપડાં પહેરીને લોકોને આશ્ચર્યચકિત કરે છે. આજે એટલે કે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, આ અવસર પર અભિનેત્રીએ પોતાના નવા લુકથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
રેડ બિકીનીમાં ઉર્ફી જાવેદનો કિલર અંદાજ
ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં, ઉર્ફી લાલ બિકીનીમાં તેના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. લાલ બિકીનીમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે અનોખું બિકીની ટોપ પહેર્યું છે, ઉર્ફીએ તેના વાળ ખુલ્લા રાખ્યા અને ગ્લોઇંગ મેકઅપથી તેની સુંદરતામાં વધારો કર્યો.
વિડીયો જોયા બાદ ચાહકો ઉર્ફીના પ્રેમમાં પડી ગયા હતા
તેનો ગ્લેમરસ વિડીયો શેર કરતા ઉર્ફી જાવેદે કેપ્શનમાં લખ્યું, “વિક્ટોરિયા સિક્રેટ મોડલ જેવી લાગણી. બધાને હેપ્પી વેલેન્ટાઈન ડે.” ઉર્ફી જાવેદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોએ અભિનેત્રીને ‘લાલ પરી’ કહી, તો કેટલાક તેની સ્ટાઈલના પ્રેમમાં પડી ગયા અને સુંદર, ખૂબસૂરત જેવી કોમેન્ટ કરવા લાગ્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
