Homeગામનાં ચોરે2500 કરોડની 300 કિલોગ્રામ ડ્રગ્સ દિલ્હી સ્પેશિયલ સેલે જપ્ત કરી

2500 કરોડની 300 કિલોગ્રામ ડ્રગ્સ દિલ્હી સ્પેશિયલ સેલે જપ્ત કરી

Team Chabuk-National Desk: રાજધાની દિલ્હીમાં ડ્ર્ગ્સના મોટા વેપારનો આજે ભાંડો ફૂટી ગયો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 300 કિલોથી વધારે હેરોઈનનો જથ્થો પકડી મોટા રેકેડ આડેનો પડદો હટાવી દીધો છે. બજારમાં આ ડ્રગ્સની કિંમત 2500 કરોડ રૂપિયાની મસમોટી હોવાનું સામે આવ્યું છે. દિલ્હી પોલીસે અત્યાર સુધીના મોટા ડ્રગ્સ કૌભાંડને પકડતા રાજધાની દિલ્હી અને ફરિદાબાદના 3 વ્યક્તિની ધરપકડ કરી છે. સામે આવ્યું છે કે દોઢ હજાર કરોડનાં ડ્રગ્સની પાછળ નાર્કો ટેરરિઝમ ફેલાવવાની મંશા હતી.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના પોલીસ અધિકારીઓએ સમગ્ર કૌભાંડ ઉપરથી પડદો હટાવ્યા બાદ મીડિયા સાથે વાર્તાલાપ કરતા વિસ્તારપૂર્વક આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે ડ્રગ્સના કાળા કારોબારીઓની ધરપકડ કરવા માટે મહિનાઓથી ગુપ્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે, આજે પોલીસે 354 કિલોની ગુણવત્તાયુક્ત અફઘાનિસ્તાથી આવેલ હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો છે. સાથે જ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાંથી બે પંજાબના છે. જ્યારે એક કાશ્મીરના અનંતનાગનો રહેવાસી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આટલી મોટી સંખ્યામાં ડ્રગ્સ સમુદ્ર માર્ગેથી કન્ટેનરમાં છુપાવીને લાવવામાં આવી રહ્યા હતા. મધ્યપ્રદેશના શિવપુરીમાં આવેલી ફેક્ટરીમાં આ ડ્રગ્સને વધારે ફાઈન ક્વોલિટીનું બનાવવાની કામગીરી ચલાવવામાં આવતી હતી. આ ડ્રગ્સને ત્યાંથી પંજાબ લઈ જવાની યોજના હતી. પોલીસે એ પણ જણાવ્યું કે, ફરિદાબાદમાં ડ્રગ્સને છુપાવવા માટે ભાડે મકાન પણ રાખવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ રેકેટના માસ્ટરમાઈન્ડ અફઘાનિસ્તાનમાં બેઠા છે અને તેને ઓપરેટ કરી રહ્યા છે.

દિલ્હીમાં થોડા દિવસોથી ડ્રગ્સનાં કેસમાં ઉછાળો આવ્યો છે. બુધવારના રોજ કસ્ટમ વિભાગે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિદેશી નાગરિકને ટ્રેપ કર્યો હતો. આ નાગરિક જામ્બિયાનો રહેવાસી હતો. એ જ્હોનિસબર્ગથી દિલ્હી આવ્યો હતો. તેના પર શંકા જતા કસ્ટમ વિભાગની ટીમે તેને રોક્યો હતો. દિલ્હીની રામનગર લોહિયા હોસ્પિટલમાં જ્યારે તેનો એક્સ રે કરવામાં આવ્યો તો તેના પેટમાં પીળા રંગની કેપ્સુલની હાજરી વર્તાઈ હતી. દવા દ્વારા ડોક્ટરે કેપ્સુલ બહાર કાઢી તો 106 કેપ્સુલ નીકળી હતી. જેમાં 1052 ગ્રામ પાઉડર હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments