Team Chabuk-Sports Desk: T20 વિશ્વકપમાં ગઈકાલે ભારત અને પાકિસ્તાન સિવાય બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ હતી. જેની ચર્ચા ઓછી થઈ. મેચમાં લિટન દાસ અને લાહિરુ કુમારા વચ્ચે ચકમક ઝરી હતી. બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર વાતચીત અને ધક્કા મુક્કી થઈ હતી. બાદમાં ગમે તે રીતે વાતાવરણને શાંત કરવાનો ખેલાડીઓ અને અમ્પાયર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મેદાનમાં આ ઘટના પ્રથમ ઈનિંગની છઠ્ઠી ઓવરમાં ઘટી હતી. બાંગ્લાદેશની ટીમ બેટીંગ કરી રહી હતી. શ્રીલંકાની ટીમ વિકેટની શોધમાં હતી. બાંગ્લાદેશ મજબૂતીથી ક્રિઝ પર બેટીંગ કરી રહ્યું હતું. બંને ઓપનિંગ બેટ્સમેનોએ સારી શરુઆત કરતા 40 રનની ભાગીદારી નોંધાવી હતી. પાવરપ્લેની અંતિમ ઓવરમાં માત્ર એક વિકેટ જ ન પડી, પણ મેદાનમાં ઉગ્ર વાતાવરણનું સર્જન થઈ ગયું હતું.
લાહિરુ કુમારા બોલિંગ કરી રહ્યો હતો. ઓવરની પાંચમી બોલ ગુડ લેન્થ ડિલેવરી હોવાની બેટર લિટન દાસને પહેલાથી જ ખબર પડી ગઈ હતી અને તેણે લેગ સાઈડ તરફથી મિડ ઓફ પર શોટ રમ્યો હતો. બોલ તો બરાબર ઉપર આવી નહીં, પણ શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકાએ આરામથી કેચ પકડી લીધો હતો. લિટન દાસ 16 રન પર પવેલિયન પરત ફર્યો હતો, પણ વિકેટ મળતા લાહિરુ વધારે ઉત્સાહમાં આવી ગયો હતો.
લિટન દાસ પવેલિયન પરત ફરે એ પહેલા લાહિરુ તેની નજીક આવ્યો હતો અને કંઈક કહેવાનું શરુ કરી દીધું હતું. લિટન દાસે પણ લાહિરુને જવાબ આપ્યો હતો. એવામાં ઓપનિંગ બેટર મોહમ્મદ નઈમ લિટન દાસના બચાવમાં આવ્યો હતો. અને તેણે લાહિરુ કુમારાને ધક્કો માર્યો હતો. લિટને પણ બેટ બાજુ પર રાખી દીધું હતું. ઘટના વધારે ઉગ્ર થતી જોતા ખેલાડીઓ અને અમ્પાયર્સને વચ્ચે આવી મામલો થાળે પાડવો પડ્યો હતો.
Feel the heat of #ICCT20WorldCup2021 some harsh words exchanged between Liton Das & Lahiru Kumara after Das was caught at mid-off in #SlvsBan. Upcoming #PakvsIndia pic.twitter.com/eUbVfm5q3Z
— Haroon Janjua (@JanjuaHaroon) October 24, 2021
મેચની વાત કરીએ તો શ્રીલંકા અને બાંગ્લાદેશની વચ્ચે સુપર-12ની ત્રીજી મેચ શારજહામાં રમાઈ હતી. શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકાએ ટોસ જીતી પહેલા બોલિંગ લીધી હતી. બાંગ્લાદેશ તરફથી ઓપનર મોહમ્મદ નઈમે 52 બોલમાં 62 રનની ઈનિંગ રમી હતી. પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. બાંગ્લાદેશે નિર્ધારિત વીસ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા અને શ્રીલંકાને જીત માટે 172 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જવાબમાં શ્રીલંકાએ 18.5 ઓવરમાં 172 રનનું લક્ષ્યાંક પાર કરી લીધું હતું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત