Homeદે ઘુમા કેહાર્દિકની ઈજા પર BCCIએ માહિતી આપી

હાર્દિકની ઈજા પર BCCIએ માહિતી આપી

Team Chabuk-Sports Desk: ભારત માટે ટી ટ્વેન્ટી વિશ્વકપના અભિયાનનો આરંભ નિરસ રહ્યો હતો. ભારતને પાકિસ્તાનની સામે સજ્જડ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ક્રિકેટના પાયાના બે સ્તંભ બેટીંગ અને બોલિંગ બંનેમાં ટીમને પારોઠના પગલાં ભરવા પડ્યા હતા. પાકિસ્તાન સામેના પરાજય બાદ હવે વિશ્વકપમાં ભારતની પાડોશી દેશની વિરૂદ્ધ અજય રહેવાની પરંપરા પણ તૂટી ગઈ છે. બીજી બાજુ ટીમનો ખેલાડી હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો છે.

પાકિસ્તાનની સામે બેટીંગ કરતા સમયે હાર્દિકના ખભામાં ઈજા પહોંચી હતી. જેથી તે મેચની બીજી ઈનિંગમાં ફિલ્ડીંગ નહોતો કરી શક્યો. તેની જગ્યાએ ઈશાન કિશને ફિલ્ડીંગ કરી હતી. હવે હાર્દિક પંડ્યાની ઈજા પર બીસીસીઆઈએ અપડેટ આપ્યું છે, ‘બેટીંગ કરતા સમયે હાર્દિકના ખભામાં સીધી ઈજા પહોંચી હતી. તેને સ્કેન માટે મોકલવામાં આવ્યો છે.’

હાર્દિકની ઈજા કેટલીક ગંભીર છે તેની હજુ સુધી પુષ્ટી નથી થઈ શકી. જોકે સ્કેન દ્વારા ખ્યાલ આવશે કે ઈજા કેવી છે? ટીમ ઈન્ડિયા માટે હાર્દિક એક બેટર તરીકે મેદાનમાં ઉતર્યો હતો. કદાચ ભારત માટે નોકઆઉટ મેચમાં તે બોલિંગ કરતો જોવા મળી શકે છે. બોલિંગ અંગે હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, કમર ઠીક છે. થોડી પીડા હતી, પણ હું હમણાં બોલિંગ નહીં કરું. હું નોક આઉટ સ્પર્ધામાં બોલિંગ કરી શકીશ. પ્રોફેશનલ્સ અને મારે બંનેએ કોલે દેવો પડશે કે હું બેટીંગ ક્યારે કરી શકીશ.

ગઈકાલે પાકિસ્તાન સામે અંતિમ બે ઓવર રહી ત્યારે હાર્દિક પંડ્યા બેટીંગ કરવા માટે ઉતર્યો હતો. આઠ બોલનો સામનો કર્યો અને 137.50ની સ્ટ્રાઈક રેટની સાથે બે ચોગ્ગાની મદદથી અગિયાર રન બનાવ્યા હતા. તે હારિસ રઉફના હાથે આઉટ થયો હતો. તેણે મોટા શોટ્સ રમવાનો પ્રયાસ કર્યો હતો પણ પાકિસ્તાનના બોલિંગ અટેકની સામે નિષ્ફળ નિવડ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments