Homeગામનાં ચોરેહિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું, હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું, હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી

Team Chabuk-National Desk: દેશમાં ચોમાસુ ફરી સક્રિય થઈ ગયું છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે હાલ બેહાલ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી ગઈ છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગ હિમાચલ પ્રદેશમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ થવાનું એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ વાદળ ફાટવાની પણ આગાહી કરવામાં આવી છે. તેથી હવામાન વિભાગ આગામી 48 કલાક લોકોને સાવધાની રાખવા જણાવ્યું છે.

રવિવારે ત્રણ રાજ્યમાં વીજળી પડવાથી કુલ 68 લોકોના મોત નિપજ્યા હતા. રાજસ્થાનમાં 20 લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં 37 લોકોના મોત અને મધ્ય પ્રદેશમાં 11 લોકોના મોત નિપજ્યા હતા.

હવામાન વિભાગના સિનિયર વૈજ્ઞાનિક જેનામાનીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે રાજસ્થન અને પંજાબના કેટલાક વિસ્તાર સુધી ચામાસુ પહોંચી ચુક્યું છે. દિલ્હીમાં સ્થિતિ અનુકૂળ છે. ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારમાં ચોમાસુ સક્રિય થયું છે. જેમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સામેલ છે.

આજે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ભાગસુનાગમાં વાદળ ફાટતા ભયંકત તબાહી મચી ગઈ છે. અચાનક વાદળ ફાટતા નદીઓ ગાંડીતૂર બની ગઈ છે અને પાણીનો પ્રવાહ તેજ થતાં નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. નદીની આસપાસના ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે.

વાદળ ફાટવાની ઘટના સામે આવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે વાત કરીને બનતી તમામ મદદ પૂરી પાડવાનો ભરોસો આપ્યો છે. આ બાદ અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું કે બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ પહોંચી રહી છે. ગૃહ મંત્રાલય સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી હિમાચલ પ્રદેશને તમામ મદદ પૂરી પાડવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments