Team Chabuk-Sports Desk: ભારત માટે ટોકિયો ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ એક ખરાબ સમાચાર આવી ગયા છે. ભારતીય મહિલા એથ્લિટ હિમા દાસ જેની પાસેથી ભારતીયોને એથ્લેટિક ફિલ્ડમાં મેડલની આશા હતી તેને ટોકિયો ઓલિમ્પિકમાંથી પાછળ હટી જવું પડ્યું છે. ઓલિમ્પિક છોડવા પાછળનું કારણ તેનાં પગની ઈજા છે.
આ સાથે જ હિમાનું ભારતને એથ્લેટિક શ્રેણીમાં મેડલ અપાવવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે. હિમાના પાછળ હટવાનું મૂળ કારણ માંસપેશીમાં થયેલી ઈજા છે. 2018માં એશિયાઈ રમતો બાદ તે ત્રણ ટૂર્નામેન્ટ જ રમી શકી છે. તે 100 મીટર સ્પ્રિન્ટમાં ભાગ લેતા સમયે હેમસ્ટ્રિંગ ઈજાનો શિકાર બની હતી. આ સિવાય મહિલાઓની 4×100 મીટરની રિલે ટીમ પણ ક્વોલિફાઈ નહોતી કરી શકી. જેનો તે ભાગ છે. હિમાએ 200 મીટર દ્વારા પણ ક્લોલિફાઈ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે પાંચમાં સ્થાન પર રહી હતી.
હિમાએ આ વિશે ટ્વીટ કરી પોતાના ફેન્સને માહિતી આપી છે. તેણે લખ્યું છે કે, ઈજાના કારણે હું મારી પ્રથમ ઓલિમ્પિક મીસ કરીશ. હું 100 અને 200 મીટરમાં ક્વોલિફાઈ થવાને નજીક હતી. હું મારા કોચ અને સપોર્ટ સ્ટાફનો આભાર માનું છું. જેમણે હંમેશાં મારો સપોર્ટ કર્યો. હું પરત ફરીશ. હું હવે 2022 એશિયાઈ રમોત્સવ, 2022 કોમનવેલ્થ ગેમ્સ અને વિશ્વ ચેમ્પિયનશીપની તૈયારીઓમાં લાગી જઈશ.
— Hima (mon jai) (@HimaDas8) July 6, 2021
થોડા દિવસ પહેલા જ ખેલમંત્રી કિરણ રિજિજૂએ હિમાને ઉદાસ ન થવાની સલાહ આપી હતી. રિજિજુએ ટ્વીટ કરી કહ્યું હતું કે, ‘ઈજા થવી એ ખેલાડીના જીવનનો ભાગ છે. હિમા ટોકિયો ઓલિમ્પિકમાં સામેલ ન થવાથી ઉદાસ ન થાય. 2022 એશિયાઈ રમતો, 2022 રાષ્ટ્રમંડલ રમત, 2024 પેરિસ ઓલિમ્પિકની તૈયારીમાં લાગી જાય.’
2018ની સાલમાં હિમા દાસે ફિનલેન્ડના વિશ્વ જૂનિયર ચેમ્પિયનશિપમાં 400 મીટરમાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો. 2018ની એશિયાઈ રમોત્સવમાં 400 મીટરમાં સિલ્વર અને 4×100 મીટરની રીલે ટીમમાં પણ ભાગ લેનારી ખેલાડી બની હતી. ત્યારથી હિમા દાસને ભારતીય એથ્લિટ જગતની નેક્સ્ટ બીગ થિંગ તરીકે ઓળખવામાં આવી રહી છે. જોકે હિમાનું ઓલિમ્પિકનું સ્વપ્ન રોળાતા દેશવાસીઓ પણ ઉદાસ થયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત