Team Chabuk-National Desk: કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિએન્ટ માણસોની સાથે સાથે જાનવરોમાં પણ જોવા મળી રહ્યો છે. મે મહિનામાં ચૈન્નઈના અરિગ્નાર અન્ના ઝૂઓલોજીકલ પાર્કમાં સંક્રમિત મળેલા એશિયાઈ સિંહોમાં જિનોમ સિક્વેંસિંગથી ડેલ્ટા વેરિઅન્ટની હાજરીની ઓળખ થઈ હતી. હવે દેશમાં પ્રથમ વખત નવ એશિયાઈ સિંહોમાં કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિએન્ટ જોવા મળ્યો છે. જ્યારે કે બે સિંહનું વાઈરસનાં કારણે મૃત્યુ થઈ ચૂક્યું છે.
યુરોપના સિંહોમાં આલ્ફા વેરિએન્ટ જોવા મળેલ
મૃત્યુ પામનારા સિંહોનું નામ નીલા અને પથબનાથન છે. જે બંને અનુક્રમે સિંહ ને સિંહણ છે. આ બેનેની મોત 16 જુલાઈનાં રોજ થઈ હતી. બંનેની ઉંમર પણ 12 વર્ષની હતી. અત્યાર સુધી અમેરિકા અને સ્પેન સિવાય ચેક ગણરાજ્યનાં સિંહો કોરોના સંક્રમિત હતા. જેમનામાં આલ્ફા વેરિએન્ટની પુષ્ટી કરવામાં આવી હતી. જોકે ડેલ્ટા વેરિએન્ટ હોય તેવી ઘટના દુનિયામાં પ્રથમ વખત સામે આવી છે.
11માંથી 9 સંક્રમિત
મેડિકલ જર્નલ બાયોરેક્સિવમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે તમામ સિંહોના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ભોપાલ સ્થિત રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થાનમાં મોકલવામાં આવ્યા છે. જેમાં 11માંથી નવ સેમ્પલમાં વિશેષજ્ઞોને ડેલ્ટા વેરિએન્ટ વાઈરસ હોવાની પુષ્ટી કરી છે. આ તમામ ગત મે મહિનામાં કોરોના સંક્રમિત મળ્યા હતા. સિક્વેંસિંગ દરમિયાન જ બેનાં મૃત્યુ થઈ ગયા હતા.
જાનવરોમાં પણ પુષ્ટી
સંક્રમિત સિંહ અને સિંહણમાં ભૂખ ન લાગવું, નાકમાંથી લોહી વહેવું, ઉધરસ જેવા લક્ષણો હતા. એ પછી સિંહણ જયા, સિંહ શંકર, નિરંજના અને સિંહ પ્રદીપના સેમ્પલનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં સંક્રમણના સ્ત્રોતની ખબર નથી પડી. જોકે માણસોની સાથે સાથે જાનવરોમાં પણ ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી ફેલાવાની પુષ્ટી થઈ ચૂકી છે.
12 દેશોમાં ડેલ્ટાની આંધી
કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિએન્ટ સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં મળ્યો હતો. અત્યાર સુધીમાં એ 84થી વધારે દેશોમાં તબાહી મચાવી ચૂક્યો છે. ભારતમાં બીજી લહેર તેના કારણે જોવા મળી હતી. આ વેરિએન્ટ ન માત્ર એન્ટીબોડી પર હુમલો કરે છે, પણ વેક્સિનનાં બંને ડોઝ લઈ ચૂકેલા વ્યક્તિમાં પણ સંક્રમણની આશંકામાં વધારો કરે છે. આ વેરિએન્ટ ઝડપથી ફેલાય છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ સહિતના લક્ષણો સામેલ છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પણ તેમાંથી જ નીકળ્યો છે જે અત્યારે બાર દેશમાં તબાહી મચાવી રહ્યો છે.
સિંહો પણ સંપર્કમાં આવવાથી સંક્રમિત
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે અગિયાર જૂન સુધી તમિલનાડુથી 310 સેમ્પલની જીનોમ સિક્વેંસિંગની જાણકારી આંતરાષ્ટ્રીય પોર્ટલ પર આપવામાં આવી છે. સિંહના સેમ્પલને લઈ જ્યારે સિક્વેંસિંગ કરવામાં આવી ત્યારે એ જ વિસ્તારના એક દર્દીનું સેમ્પલ પણ મળતું આવ્યું હતું. જોકે લોકડાઉન દરમિયાન પ્રાણીસંગ્રહાલય બંધ હોવાથી એશિયાઈ સિંહોમાં સંક્રમણની ઓળખ નથી મળી શકી. જોકે એક વાત સ્પષ્ટ રીતે જાણવા મળી છે કે નવમાંથી સાત સિંહો સફારી પાર્ક સાથે જોડાયેલા છે. તેમનું રહેઠાણ, ભોજન સ્થળ, જળસ્ત્રોત વગેરે એક જ જગ્યાએથી મળ્યું છે. જ્યારે અન્ય બે સિંહો અલગ સ્થળે આ તમામ વસ્તુઓ કરતા હતા. જેથી સ્પષ્ટરૂપથી જાણવા મળે છે કે માણસોની જેમ સિંહો પણ એકબીજાના સંપર્કમાં આવવાથી સંક્રમિત થાય છે. જે દેશના અન્ય પ્રાણીસંગ્રહાલયો માટે લાલબત્તી સમાન છે.
બેથી અઢાર વર્ષની વચ્ચેના સંક્રમિત
અભ્યાસમાં જાણકારી મળી છે કે બે વર્ષથી 18 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવતા સિંહો ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત મળ્યા હતા. સિંહણ જયા, કવિતા, નીલા, નિરંજના, જયાની માતા ભુવાનાનું આયુષ્ય ક્રમશ: 18-9-2-12 છે. જ્યારે સિંહ પથબનાથન, શંકર, પ્રદીપ, વિષ્ણુ, વીરા અને શિવની ઉંમર ક્રમશ: 12-18-2-4-10-12 વર્ષ મળી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત