Homeસાહિત્યસવિતા ભાભીને બનાવનારો તો ઘરમાં જ રહે છે એ ખબર પડી પછી...

સવિતા ભાભીને બનાવનારો તો ઘરમાં જ રહે છે એ ખબર પડી પછી શું થયું ?

2009ની સાલમાં સવિતાભાભીની શરૂઆત થઈ. હું કોમ્પ્યુટર સાયન્સનો તાજો વિદ્યાર્થી હતો. એક મેગેઝિન માટે હું ફ્રી લાન્સિંગ કરી રહ્યો હતો. હું અને મારો મિત્ર એક સ્ટાર્ટઅપ પર વિચારી રહ્યા હતા. મેં એક ગ્રાફીક નોવેલ પર કામ કરવાનું હમણાં જ મન બનાવ્યું હતું. જે ભારત અને પાકિસ્તાનની વચ્ચે આકાર લેવાની હતી.

સવિતા ભાભીનો પ્રથમ ઈશ્યુ આવ્યો. એ ભદ્દી હતી. ભદ્દી વસ્તુઓમાં વધારે વિચારવાનું નથી હોતું. ઘણાને ભદ્દુ ગમતું હોય છે. સવિતા ભાભીની કોમિક્સમાં આર્ટવર્ક ખૂબ સરસ હતું. મને ખબર હતી કે એકદમ ઠરકી ઓડિયન્સ હશે તે જ સવિતા ભાભીને વાંચશે. પણ ઠરકીપણું તો દરેકમાં હોય છે. તો બધા વાંચવાના જ ?

મને સવિતા ભાભી માટે અચાનક એક મંચ મળી ગયો. તમે ઓનલાઈન પોર્ન જોશો તો એમાં ઘણા ઓલ્ડ પોર્ન હશે. તેની એક્ટિંગ એકદમ ખરાબ હોય છે. નવા પોર્નમાં કંઈક તાકાત જેવું હોય છે. મને ત્યાંથી વાર્તાઓ મળતી ગઈ. પણ એ લોકોનો અભિનય ખૂબ ખરાબ હતો.

ખૂબ વિચાર કર્યા પછી અને દેશ વિદેશની માહિતીઓ એકઠી કર્યા પછી મને લાગ્યું કે મારે સવિતાભાભીને અફઘાનિસ્તાનમાં મોકલવી જોઈએ. અમેરિકા તરફથી સવિતા ભાભી અફઘાનિસ્તાનમાં જાય છે. એક મીશન પર. જ્યાં તે બીન લાદેનને મળે છે. બીન લાદેન સાથે તે ચીકણી ચીકણી વાતો કરે છે. તેને ફોસલાવે છે, પટાવે છે અને સંબંધો બાંધે છે. ત્યાં સુધી શારીરિક સંબંધો બંધાય છે જ્યાં સુધી લાદેન થાકી ન જાય. ત્યાં સુધી જ્યાં સુધી લાદેન આત્મસમર્પણ કરવા માટે તૈયાર ન થઈ જાય.

હું ખૂબ મસ્તીખોર છું. મજાક ખૂબ કરું છું. મારે સવિતા ભાભીમાં પણ એ શરારત લાવવી હતી. એટલે મેં તેને એવી રીતે લખી.

મેં વાર્તા લખી અને ઈમેલ કરી દીધી. બીજા દિવસે મને દેશમુખ નામથી ઈમેલ આવ્યો. આ સ્યુડો નામ છે. ઉપનામ. મને નહોતી ખબર એ કોણ છે. તેણે મને કેટલાક ફેરફાર કરવાના સૂચનો આપ્યા.

આ સૂચનોમાં સર્વપ્રથમ એ હતું કે, ‘અફઘાનિસ્તાનથી હું શીમલામાં સવિતા ભાભીને લાઉં અને ડાકુ સાથે સવિતા ભાભીનું સમાગમ કરાવું.’ ગજબ છે યાર!! તેમને બિન લાદેન સાથેનો વિચાર ઉત્તેજીત ન કરી શક્યો. તેણે મને આખી વાર્તા સરસ રીતે મઠારીને લખવાનું કહ્યું. મેં મારું કામ કર્યું તેણે તેનું કામ કર્યું અને પ્રથમ ઈશ્યુ બહાર પડ્યો ‘સવિતા ઈન શિમલા.’

મેગેઝિન પબ્લિશ થયા પછી હું ઘરની બહાર નીકળ્યો. 26મી જાન્યુઆરીની પરેડ જેવી મને ફિલીંગ આવતી હતી. હું તાત્કાલિક મિત્ર અધિવરાજ સિંહ પાસે પહોંચી ગયો. તે અને તેનો રેન્ડમ મેગેઝિનનો સ્ટાફ જે આજે કોમિક કોન ઈન્ડિયા તરીકે ઓળખાય છે તેમને મળ્યો. બધાએ વખાણ કર્યા. મને સવિતા ભાભીમાં વધુ કંઈક નવું કરવાની ચાનક ચડી.

દેશમુખને ઈમેલ કરીને કહ્યું, કે હું મારી ખૂદની ક્રિએટીવીટીનો ઉપયોગ કરવા માગું છું. આટલું કહેવાથી ન ચાલેત. મારે તેને તમામ વાતો કહેવી પડેત. મેં તેને સવિતા ભાભીનાં નવા ઈશ્યુ વિશે આ રીતે કહ્યું, ‘સવિતા પતિના ઘર પર નથી. તે પોતાની માતાના ઘરે હશે. તેનો પતિ અશોક ઘરે હોય છે. કામ પતાવવાની હડબડીમાં તે ચા-વાળો, દૂધવાળો, કેબલવાળો આ બધાને પૈસા આપવા જાય છે તો કોઈ પૈસા નથી લેતું અને પછી આ બધા શું કામે પૈસા નથી લેતા તેની ગરમા-ગરમ બેકસ્ટોરી આવે છે.

દેશમુખને મારો વિચાર ગમી ગયો. મારા કાર્ટુન ગમ્યા પણ તેમને મારું લખાણ જરા પણ ન ગમ્યું. તેમણે ખૂદ લખ્યું. પોતાની શૈલીમાં. દેશમુખે મને કહ્યું કે, ‘લવમેકિંગ ‘‘ઉહ.. આહ.. ઓ….’’ ની વચ્ચે નથી આવતું. પ્રેમ આખો વિકસાવવો પડે છે.’ મને પણ લાગ્યું કે, તુરંત સંભોગ કરી લેવો એ ખોટનો ધંધો થઈ શકે. મેં માત્ર સેટ આપ્યો અને દેશમુખે પોતાનું લખાણ આપ્યું.

મેં દેશમુખને કહ્યું કે મને હવે ક્રેડિટ આપવામાં આવે. સામાન્ય રીતે આવી કોમિકમાં તખલ્લુસ પ્રકારના નામ હોય છે. જે વાંચવાની પણ કોઈ તસ્દી નથી લેતું. FunkY!@bb જેવા. મને લાગ્યું કે આ શરમની વાત કહેવાવી જોઈએ. મને નહોતી ખબર કે લોકોને આવી મેગેઝિનની ઉપર પોતાનું નામ શા માટે નથી રાખવું ગમતું. એટલા માટે કે તેમના કાકા આ મેગેઝિન વાંચશે તો શું વિચારશે ?

પણ મને મેગેઝિનમાં ક્રેડિટ મળી ગઈ. મારા નામની સાથે. એ ખૂબ નાના શબ્દોમાં હતી.

દેશમુખે મને ત્રીજો ઈશ્યુ લખવા માટે કહ્યો. તેણે કહ્યું કે કોઈ કંપની તારી સાથે કોન્ટ્રેક્ટ કરવા માગે છે. પૈસા મળશે. હું તૈયાર થઈ ગયો. કોઈ ઈંગ્લેન્ડ અને આર્યલેન્ડની વચ્ચે આવેલી કંપની હતી. હું ઈશ્યુ બનાવતો ગયો અને પછી મારી અંગત જિંદગીમાં એવો પરોવાય ગયો કે મને કોઈ દિવસ પૈસા જ ન મળ્યા.

2011ની સાલમાં મેં મારી પ્રથમ ગ્રાફિક નોવેલ, ધ ઈચ યુ કાન્ટ સ્ક્રેચ પૂર્ણ કરી. સવિતા ભાભી લખ્યા પછી આ નાની એવી ગ્રાફિક નોવેલે મને ઘણું શીખવાડ્યું. શીખવાડ્યું કે પત્રકારત્વ શું છે ? નૈતિકતા શું છે ? સનસની શું છે ?

મારી બુક પબ્લિશ થઈ પછી મારા પર પ્રથમ લેખ લખાયો, તેમાં લખેલું હતું, એ લેખક તરફથી જેણે સવિતા ભાભીની રચના કરી છે. દેશમુખ ખુશ થઈ ગયો હશે, કે તેને મફતનું પ્રમોશન મળી ગયું. તેની છાતી પહોળી થઈ ગઈ હશે. મેં રિપોર્ટરને સુધારવાનું કહ્યું પણ તેણે ન કર્યું. મારા ઘરે ધરતીકંપનો આંચકો આવી ગયો.

મારા માતાપિતા ચૂપ રહ્યા. મારી બહેનો ચૂપ રહી. મારી નવી ગ્રાફિક નોવેલ પણ સવિતા ભાભીના કારણે અશ્લીલ જ હોવાની, એવું લોકોને લાગવા માંડ્યું હશે. મારી ગ્રાફિક નોવેલ મારા પિતા અને કુટુંબ વિશેની હતી. મારા પિતાના ભાઈઓની વાર્તા. એક દલિત પરિવારની ગરીબી.

મારી બહેનોને લાગ્યું કે, મારી અંદર એક શરમ ભરાયેલી પડી છે. જે દુનિયાને વંચાવવા માટે આ રીતે બહાર નીકળે છે. મારી મોટી બહેને થોડા સમય માટે મારી સાથે વાત ન કરી. એક વાર મને સંબોધતા તેણે કહેલું, ‘જીવનમાં તું અજીબો ગરીબ વસ્તુઓ તો કરી જ ચૂક્યો છે. શું ? ભાભી જેવું…’ અને પછી તે ખડખડાટ હસી પડેલી. તેનો અર્થ એવો નથી કે મારા બધા સગા સંબંધીઓ આવા જ છે. મારા મામાએ મારા આ કામ માટે મને સોનેરી ભાષણ પણ આપ્યું હતું.

પણ સવિતા ભાભી એક શક્તિશાળી પાત્ર છે. એ નર્કની જેમ ગરમ છે. મને તો ખબર નથી પડતી કે આપણે એડલ્ટ વેબસાઈટો પર પડ્યા પાથર્યા રહીએ છીએ પણ એડલ્ડ કન્ટેન્ટ ખૂદ ક્રિએટ નથી કરતાં. મને એ વાતનો આનંદ છે કે સવિતાભાભી મસ્તરામનો ટોન લાવી. (મસ્તરામ-ઈરોટીક લિટરેચર. ફિલ્મ જોઈ લેવી.)

[સુમિત કુમારે 2017માં સવિતાભાભીની રચના પર આ લેખ લખ્યો હતો. આજે સુમિત કુમાર ભારતના ટોપ મોસ્ટ ગ્રાફિક નોવેલિસ્ટ છે. ધ ઈચ યુ કાન્ટ અને પોલિટિકલ કોમિક ઓમાર બાડી તોમાર બાડી નક્સલબાડી તેમની સટાયર ગ્રાફીક નોવેલ છે. હિન્દુના ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, મેં માત્ર ત્રણ ઈશ્યુ માટે જ સવિતા ભાભી તૈયાર કરી હતી. 2009 પછી તો મેં એ છોડી જ દીધું છે. પહેલાથી અત્યાર સુધી તેની સાથે દેશમુખ જોડાયેલા રહ્યા. દેશમુખનું સાચું નામ પુનીત અગ્રવાલ છે. અને માનો તો સવિતા ભાભીનો સાચો ક્રિએટર તો દેશમુખને જ ગણવો રહ્યો, કારણ કે તેના સજેશનો કારગત નિવડતા હતા. સુમિત તો માની જ નથી શકતો કે સવિતા ભાભી તેણે બનાવી છે. આ લેખ ટીમ ચાબુક દ્વારા અનુવાદ કરવામાં આવ્યો છે. ]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments