Team Chabuk-Sports Desk: અત્યાર સુધી આઈપીએલ 2021માં 42 મેચ રમાય ચૂક્યા છે. ટૂર્નામેન્ટમાં હાલ લીગ રાઉન્ડ ચાલી રહ્યા છે. આ રાઉન્ડના અંતિમ બે મેચ આઠ ઓક્ટોબરના રોજ રમાશે. જોકે આ પહેલા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બે મેચ અલગ અલગ સમય પર કરવાની જગ્યાએ એક જ સમય પર કરવામાં આવશે.

પહેલા શેડ્યુલ પ્રમાણે પ્રથમ મેચ બપોરે 3-30 વાગ્યે અને બીજો સાંજે 7-30 રમાવાનો હતો. હવે બીસીસીઆઈએ નવું શેડ્યુલ નક્કી કરતા બંને મેચ એક જ સમય પર સાંજે 7-30 રમાશે. આઈપીએલના ઈતિહાસમાં આવું પ્રથમ વખત થશે કે એક જ સમય પર બે મેચ યોજાવાના હોય.

આઠ ઓક્ટોબરે પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે 55માં મેચમાં થશે. બીજો મેચ એટલે કે ટૂર્નામેન્ટનો 56મો મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે હશે. હવે આ બંને મેચ એક જ સમય પર હશે. બીસીસીઆઈએ આ પાછળનું કોઈ કારણ નથી આપ્યું.

એ પછી 10 ઓક્ટોબરથી પ્લેઓફ રાઉન્ડની શરૂઆત થશે. 10 ઓક્ટોબરના રોજ ક્વાલિફાયર-1, 11 ઓક્ટોબરના રોજ એલિમિનેટર અને 13 ઓક્ટોબરના રોજ ક્વોલિફાયર-2 રમવામાં આવશે. 15 ઓક્ટોબરે આઈપીએલ 2021ની ફાઈનલ મેચ રમાશે.

આ સિવાય બીસીસીઆઈએ આઈપીએલ મીડિયા રાઈટ્સ ટેન્ડરને લઈને પણ ઘોષણા કરી છે. જે વર્ષ 2023થી 2037 માટે છે. અર્થાત્ આઈપીએલ 2022 માટે બે નવી ટીમની ઘોષણા 25 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. આ નિર્ણય મંગળવારના રોજ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ લેવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત