Team Chabuk-National Desk: કોરોના બાદ વધુ એક ખતરનાક વાઈરસની એન્ટ્રી ચીનમાંથી ભારતમાં થઈ ચુકી છે. ચીનનો ખતરનાક વાઈરસ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ભારતમાં પહોંચી ગયો છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો બેંગલુરુમાં 8 મહિનાનું બાળક HMPV વાઈરસથી સંક્રમિત થયું છે. ભારતમાં HMPV વાઈરસનો આ પ્રથમ કેસ છે. જો કે, ભારતમાં HMPV વાઈરસની ઘટનાની હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી. કર્ણાટક આરોગ્ય વિભાગનું કહેવું છે કે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, આ વાઈરસ વાતાવરણમાં જોવા મળે છે અને જો તેનું પરીક્ષણ કરવામાં આવે તો લોકો પોઝિટિવ જોવા મળશે, તે સામાન્ય વાઇરસ છે. હાલમાં તેની કોઈ વેક્સિન નથી, પરંતુ તેના લક્ષણો શરદી જેવા છે. 2023માં, નેધરલેન્ડ, બ્રિટન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને ચીનમાં HMPV જોવા મળ્યો હતો.
આ રીતે ફેલાય છે HMPV વાઈરસ
- HMPV વાઈરસ સામાન્ય રીતે ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે.
- આ ઉપરાંત, આ વાઈરસથી સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી અથવા હાથ મિલાવાથી પણ તે ઝડપથી ફેલાય છે.
- ચેપ લાગ્યાના 5 દિવસની અંદર તેના લક્ષણો દેખાવા લાગે છે. નિષ્ણાતો કહે છે કે આ વાઈરસ હંમેશા હાજર હોય છે, પરંતુ તે ઠંડા હવામાનમાં વધુ સક્રિય બને છે. લોકોમાં તે ઝડપી ફેલાય છે.
- ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરો, કારણ કે તે ઉધરસ અને શરદી દ્વારા એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે.
- સંક્રમિત વ્યક્તિ સાથે હાથ મિલાવશો નહીં અને ઘરે આવ્યા પછી હાથને સારી રીતે સાફ કરો.
- ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ દવા ન લો.
- ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો, કારણ કે અહીં ચેપ ઝડપથી ફેલાય છે.

શું છે હ્યુમન મેટાપ્યુમો વાઇરસ (HMPV) ?
હ્યુમન મેટાપ્યુમોવાઇરસ (HMPV) એ એક વાઇરસ છે જેનાં લક્ષણો સામાન્ય શરદીનાં લક્ષણો જેવાં જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં, તે ઉધરસ અથવા શરદી, નાકમાંથી પાણી નીકળવું અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે. નાનાં બાળકો અને વૃદ્ધોમાં, HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
HMPV ફલૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. વાઇરસ સામાન્ય રીતે ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે પરંતુ કેટલીકવાર નીચલા શ્વસન માર્ગના સંક્રમણનું કારણ બની શકે છે. શિયાળામાં અને વસંતઋતુના પ્રારંભમાં HMPV ચેપ વધુ સામાન્ય છે. જ્યારે HMPV અને SARS-CoV-2 (COVID-19 માટે જવાબદાર વાઈરસ) અલગ-અલગ વાઇરલ સાથે સંબંધીત છે, તેઓમાં આશ્ચર્યજનક સમાનતા છે. બંને વાઇરસ મુખ્યત્વે માનવીના શ્વસનતંત્રને ટાર્ગેટ કરે છે. જે હળવાથી ગંભીર ચેપનું કારણ બને છે. એચએમપીવી, કોવિડ-19ની જેમ, શ્વાસોચ્છવાસના ડ્રોપલેટ્સ (બોલતી વખતે અથવા ઉધરસ ખાતી વખતે મોંમાંથી નીકળતાં ટીપાં)ના સંપર્ક દ્વારા ફેલાય છે. બંને વાઇરસના ચેપનાં લક્ષણો સમાન છે, જેમ કે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ. કોરોના વાઇરસની જેમ, HMPV પણ બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરે છે.
HMPV સંક્રમણથી બચવા શું કરવું ?
HMPVના સંક્રમણથી બચવા માટે, આરોગ્ય અધિકારીઓ ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાની સલાહ આપે છે. હાથ ધોયા વગર આંખો, નાક કે મોંને સ્પર્શ કરવાનું ટાળો અને શરદી, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવાં લક્ષણો ધરાવતા લોકોના નજીકના સંપર્કમાં આવવાનું ટાળો. જે લોકોને શરદી જેવાં લક્ષણો હોય તેમણે માસ્ક પહેરવું જોઈએ. છીંક કે ખાંસી આવે ત્યારે તમારા મોં અને નાકને ઢાંકો અને હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો. હાલમાં, HMPV માટે કોઈ વિશિષ્ટ એન્ટિવાઇરલ સારવાર નથી. કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી. જો કોઈ વ્યક્તિને HMPV ચેપનાં લક્ષણો હોય, તો તેને પોતાને આઈસોલેટ કરવા અને સામાન્ય કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. HMPV માટે કોઈ ચોક્કસ સારવાર અથવા વેક્સિન ઉપલબ્ધ નથી, વાઇરસ વિશે જાગૃતિ અને સાવચેતી તેના ફેલાવાને રોકવામાં મદદ કરી શકે છે.
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) એ ભારતમાં માનવ મેટાપ્યુમોવાઇરસ (HMPV)ના કોઈ કેસની પુષ્ટિ કરી નથી. NCDCના ડિરેક્ટર ડો. અતુલ ગોયલે જણાવ્યું હતું કે HMPV સામાન્ય શરદીના વાઇરસ જેવું લાગે છે, જે બાળકો અને વૃદ્ધોમાં ફલૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. તેમણે લોકોને પ્રમાણભૂત પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી, જેમ કે શરદી, ઉધરસ અને તાવ જેવાં લક્ષણો ધરાવતા કોઈપણ વ્યક્તિ સાથે સંપર્ક ટાળવો. તેમણે ખાતરી આપી હતી કે ગભરાવાની જરૂર નથી અને નિયમિત શરદી કે તાવ માટે દવાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.
ડો. ગોયલે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. ભારતમાં શ્વસન સંબંધી રોગોના કેસોમાં કોઈ ખાસ વધારો થયો નથી. હોસ્પિટલોમાં પૂરતી સંખ્યામાં પથારી અને અન્ય જરૂરી સાધનો અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, સતર્કતા મહત્ત્વપૂર્ણ છે. નિષ્ણાતો સહમત છે કે ભારતમાં HMPVથી હાલમાં કોઈ તાત્કાલિક જોખમ નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત