Team Chabuk-Sports Desk: પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને પરાજય આપતા સેમીફાઈનલમાં લગભગ જગ્યા પાક્કી કરી લીધી છે. એવું એટલા માટે કે પાકિસ્તાનની ટીમ ગ્રુપ-2માં ભારત અને ન્યૂઝીલેન્ડ જેવી બે મોટી ટીમોને પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. પાકિસ્તાનની આ જીતે ભારતની સેમીફાઈનલની રાહને થોડી સરળ બનાવીને રાખી દીધી છે. હવે ભારતે ન્યૂઝીલેન્ડને રવિવારના મેચમાં પરાજય આપવો પડશે અને સતત ત્રણ મેચ જીતશે તો સેમીફાઈનલમાં જગ્યા પ્રાપ્ત કરી લેશે. પણ જો ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડની સામે હારે છે, તો સેમીફાઈનલ માટેનો માર્ગ તેના માટે અડચણ ભર્યો થઈ જશે.
સેમીફાઈનલમાં ઉતીર્ણ થવા શું કરવું?
ગ્રુપ-2ની મોટી ટીમ એટલે કે ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ. નાની ટીમો અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા. મેજર અપસેટ સર્જાય તો જ, નહીં તો ત્રણ મોટી ટીમો ત્રણ નાની ટીમોને આરામથી પરાજય આપી દેશે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયા જો ન્યૂઝીલેન્ડને પરાજય આપે છે, તો પાકિસ્તાનની ટીમના દસ પોંઈન્ટ હશે અને તે ગ્રુપમાં પ્રથમ સ્થાન પર રહેશે. ભારત આઠ પોંઈન્ટની સાથે બીજા સ્થાન પર રહેશે. ન્યૂઝીલેન્ડની ટીમના છ પોંઈન્ટ હશે. એવામાં ભારત અને પાકિસ્તાન અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાન પર રહેતા સેમીફાઈનલ માટે ઉતીર્ણ થઈ જશે. ભારતનો સામનો ગ્રુપ-1ની ટોચની ટીમ સામે થશે. ગ્રુપ એકમાં ટોચ પર રહેવાની દાવેદાર ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા છે.
તો વિશ્વકપના પ્રવાસનો અંત!
પણ જો ન્યૂઝીલેન્ડની ટીમ ભારતને હરાવી દેશે તોપણ પાકિસ્તાનની ટીમના દસ પોંઈન્ટ જ રહેશે. પણ આવી સ્થિતિમાં ઉલટફેર થઈ જશે. ન્યૂઝીલેન્ડના પોંઈન્ટ આઠ અને ભારતના છ રહેશે. એવામાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઈનલ માટે ઉતીર્ણ થઈ જશે અને ભારતના વિશ્વકપ પ્રવાસનો અંત થશે.
ન્યૂઝીલેન્ડ ભારત માટે કોયડો કેમ?
હવે ભારત રવિવારે 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડની સામે રમશે. બંને ટીમ જીત મેળવવા માટે રમશે. એ પછી ત્રણ નવેમ્બરના રોજ અફઘાનિસ્તાન, 5 નવેમ્બરના રોજ સ્કોટલેન્ડ અને 8 નવેમ્બરના રોજ નામીબિયાની સામે ટકરાશે. જેમાં ભારત માટે સૌથી મુશ્કેલ મેચ ન્યૂઝીલેન્ડ સામેની રહેવાની છે. ટીમ ઈન્ડિયા ટી ટ્વેન્ટી વિશ્વકપના ઈતિહાસમાં કોઈ દિવસ ન્યૂઝીલેન્ડને પરાજય નથી આપી શક્યું.
અફઘાનિસ્તાન અપસેટ સર્જવા આતુર
ગ્રુપ-2માં અફઘાનિસ્તાનની ટીમ ઉલટફેર સર્જી શકે છે. ટીમનો મેચ 29 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનની સામે છે. 31 ઓક્ટોબરે નામીબિયાની સામે અને ત્રણ નવેમ્બરના રોજ ભારત અને સાત નવેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડની સામે છે. અફઘાનિસ્તાને સુપર-12માં સ્કોટલેન્ડને 134 રનથી પરાજય આપ્યો હતો. હાલ અફઘાનિસ્તાનની ટીમ મેચમાં બે પોંઈન્ટ અને +6.500 રન રેટની સાથે પોંઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડ ચોથી અને ભારત પાંચમાં નંબર પર છે.
તો ભારત વિરૂદ્ધ ઈંગ્લેન્ડ
ભારતના બીજા નંબર પર રહેવા પર તેને ગ્રુપ-1ની ટોચની ટીમ સામે ફાઈનલની જંગ લડવી પડશે. ગ્રુપ-1માં દાવેદાર ત્રણ ટીમ છે. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ. વેસ્ટ ઈન્ડિઝ બે વખત ટી ટ્વેન્ટી ચેમ્પિયન છે, પણ તેનું 2021ના વિશ્વકપમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ગ્રુપ-1માં સૌથી વધુ મજબુત ઈંગ્લેન્ડ છે. ભારત ઈંગ્લેન્ડને વોર્મઅપ મેચમાં પરાજય આપી ચૂક્યું છે. જો ભારતની ટીમ પહોંચશે તો તેનો સીધો મુકાબલો ઈંગ્લેન્ડની સામે થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત