Homeગામનાં ચોરેસમીર વાનખેડેનો મિત્ર અને આંતરાષ્ટ્રીય ડ્રગ માફિયા પણ ક્રૂઝ પર તેની પ્રિયતમા...

સમીર વાનખેડેનો મિત્ર અને આંતરાષ્ટ્રીય ડ્રગ માફિયા પણ ક્રૂઝ પર તેની પ્રિયતમા સાથે ઠુમકા લગાવતો હતો, કહેતા હોય તો વીડિયો આપું: નવાબ મલિક

Team Chabuk-National Desk: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીપી નેતા નવાબ મલિક અને એનસીબી અધિકારી સમીર વાનખેડેની વચ્ચેનું યુદ્ધ દિનપ્રતિદિન વધી રહ્યું છે. નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરી સમીર વાનખેડે પર નવો આરોપ લગાવ્યો છે. નવાબ મલિકે કહ્યું કે, ક્રૂઝ પર વાનખેડે સાહેબનો એક દાઢીવાળો મિત્ર પણ ઉપસ્થિત હતો. એ પોતાની મહેબુબાની સાથે નાચી રહ્યો હતો. તેના પર કાર્યવાહી નથી થઈ. એ દાઢી વાળાને શોધો, જો તેનું નામ નથી ખબર તો હું એકાન્તમાં કહીશ.

નવાબ મલિકે કહ્યું કે, આંતરાષ્ટ્રીય ડ્રગ માફિયા સમીર વાનખેડેનો મિત્ર છે. એ ક્રૂઝ પર ઉપસ્થિત હતો. પોતાની પ્રિયતમાની સાથે ડાન્સ અને પાર્ટી કરી રહ્યો હતો. કહેતા હો તો એનો વીડિયો પણ હું જાહેર કરી દઉં. મલિકે એમ પણ કહ્યું કે, ક્રૂઝ પર કોઈ પ્રકારનો દરોડો પાડવામાં નહોતો આવ્યો. જે પણ તસવીરો જાહેર કરવામાં આવી તે બધી એ બધી સમીર વાનખેડેના કેબીનની તસવીરો છે.

એનસીપી નેતાએ વધુમાં કહ્યું કે, એનસીબી દેશમાંથી ડ્રગ્સનો ખાત્મો બોલાવવા ઈચ્છતી હતી. તો તેઓ ડ્રગ પેડલરને પકડે. માફિયાઓની ધરપકડ કરે. અમે સૌ તેની સાથે છીએ અને ડ્રગ્સને દેશમાંથી ખત્મ કરવા માટે એજન્સીની મદદ કરીશું. પણ બે ચાર ગ્રામ ચરસ પકડીને પબ્લિસિટી પ્રાપ્ત ન કરો. મલિકે આરોપ લગાવ્યો છે કે, મુંબઈ ક્રૂઝ પાર્ટીમાં ટ્રેપ લગાવીને લોકોને ફસાવવામાં આવ્યા છે.

નિકાહનામું

નવાબ મલિકે આજ સવારમાં સાડા છ વાગ્યાની આસપાસ ટ્વીટ કરી લખ્યું છે કે, ‘સાત ડિસેમ્બર 2006ના રોજ આઠ વાગ્યે સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરૈશીના અંધેરી (પશ્ચિમ) મુંબઈના લોખંડવાલા પરિસરમાં નિકાહ થયા હતા.’ આગળ તેમણે કહ્યું છે કે, ‘મહેરની રકમ 33,000 રૂપિયા હતી. પૂરાવા નંબર બે કે અજીજ ખાન એ સમીર દાઉદ વાનખેડેની મોટી બહેન યાસ્મીન દાઉદ વાનખેડેનો પતિ હતો.’ સતત આરોપ લગાવ્યા બાદ નવાબ મલિકની વિરૂદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં એક જનહિત અરજી પણ ફાઈલ કરવામાં આવી છે.

નવાબ મલિકે આ સમગ્ર ઘટનામાં વધુ એક ટ્વીટ કરતા લખ્યું છે કે, ‘હું એ સ્પષ્ટ કરી દેવા માગુ છું કે, હું સમીર વાનખેડેના જે મુદ્દાને ઉજાગર કરી રહ્યો છું, એ તેના ધર્મથી સંબંધિત નથી. હું એ કપટપૂર્ણ સાધનોને પ્રકાશમાં લાવવા ઈચ્છું છું, જે મારફતે તેણે આઈઆરએસની નોકરી મેળવવા જાતિનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું અને એક યોગ્ય અનુસૂચિત જાતિના વ્યક્તિને તેના ભવિષ્યથી વંચિત કરી દીધો.’

આ પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા નવાબ મલિકે મંગળવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર દલિતનો હક છિનવીને નોકરી લેવાનો આરોપ લગાવ્યો હતો. મલિકે કહ્યું હતું કે, ‘હું વિશ્વાસપૂર્વક એક વખત ફરી કહી રહ્યો છું કે, વાનખેડેએ નકલી જન્મનું પ્રમાણપત્ર અને જ્ઞાતિનું પ્રમાણપત્ર બનાવીને નોકરી પ્રાપ્ત કરી છે. તેમણે કહ્યું કે, જે વ્યક્તિ નકલી કાગળોના આધાર પર શેડ્યુલ કાસ્ટ કેટેગરીમાં નોકરી પ્રાપ્ત કરી શકે છે. ક્યાંક ને ક્યાંક તેનાથી એક દલિત વ્યક્તિને જે ઝૂંપડી નીચે કે સ્ટ્રીટ લાઈટની નીચે વાંચી રહ્યો હતો, તેનો હક છિનવી લીધો છે.’ નવાબ મલિક અહીંથી અટક્યા નહોતા, તેમણે પતિ પત્નીની એક તસવીર શેર કરી હતી. જોકે વાનખેડેની પત્ની કીર્તિ પતિના બચાવમાં આવી હતી અને નવાબ મલિકાના તમામ દાવાઓનું ખંડન કર્યું હતું.

બીજી તરફ બોમ્બે હાઈકોર્ટમાં એક જનહિત યાચિકા ફાઈલ કરી, મંત્રી નવાબ મલિકને એનસીબીના અધિકારીઓ અને જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને તેમના પરિવારનું મનોબળ તોડવા, કોઈ પણ રીતે ટીપ્પણી કરીને સંયમપૂર્વક રહેવાનો નિર્દેશ આપવા અનુરોધ કર્યો છે. આ અરજી અંધેરી ઈસ્ટ નિવાસી કૌસર અલી સૈય્યદ, એક વેપારી અને મૌલાના દ્વારા ફાઈલ કરવામાં આવી છે. મલિકે ટ્વીટ કરતા તેનો ઉલ્લેખ કર્યો છે કે, જનહિત અરજીમાં કહેવામાં આવ્યું છે કે, નવાબ મલિક વાનખેડે અને તેમની ટીમનું મનોબળ તોડવારૂપી કેફિયત કહી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments