Team Chabuk-Sports Desk: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા લીંબડી અને હિંમતનગર ખાતે વોલીબોલ રમતની ભાઈઓ/બહેનો માટે સ્વામી વિવેકાનંદ સી.ઓ.આઇ. નિવાસી એકેડમી શરૂ કરવામાં આવનાર છે. મોરબી જિલ્લામાં અસાધારણ ઊંચાઇ ધરાવતા ભાઈઓ/બહેનોને વોલીબોલ રમતની એકેડમીમાં સમાવવા માટે હાઇટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલીત વોલીબોલ એકેડમીમાં અંડર-૧૭ ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરેલ છે. જેમાં (૧) ૧૩ વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૭૩+cm અને બહેનોની ૧૬૬+cm (૨) ૧૪ વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૭૯+cm અને બહેનોની ૧૭૧+cm (૩) ૧૫વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૮૪+cm અને બહેનોની ૧૭૩+cm (૪) ૧૬ વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૮૭+cm અને બહેનો ૧૭૫+cm નિર્ધારીત કરવામાં આવેલ છે.

આ ઊંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ ૩૦-૧૦-૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે નવજીવન વિદ્યાલય, ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે હાજર રહેવા જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનીયર કોચની યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે 8780797779 તેમજ 9978570001 સંપર્ક કરી શકાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત