Team Chabuk-International Desk: થાઈલેન્ડમાં એક ચોંકાવાનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ પેટના દુઃખાવાની ફરિયાદ કરી. હોસ્પિટલમાં દાખલ થયો પરંતુ જ્યારે તેની તપાસ કરવામાં આવી તો ડોક્ટર પણ ચોંકી ગયા. ડોક્ટરે તેના પ્રાઈવેટ પાર્ટેમાંથી 59 ફૂટનો જીવડો (પરજીવી) કાઢ્યો હતો. વિશ્વાસ ન થાય તેવી આ ઘટના હાલ ખુબ ચર્ચામાં છે.
થાઈલેન્ડના નોંગખાઈ વિસ્તારમાં 67 વર્ષીય વ્યક્તિનું પેટ અચાનક ફૂલી ગયું હતું. જેથી તે હોસ્પિટલ પહોંચ્યો હતો. એક ખાનગી અખબારના રિપોર્ટ મુજબ આ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી પેટની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો. તેના માટે કેટલીય દવા પણ લીધી હતી. જો કે, તેના પેટનો દુઃખાવો ઓછો થવાનું નામ લેતો ન હતો. જ્યારે તે હોસ્પિટલમાં પહોંચ્યો અને ચેકઅપ કરાવ્યું તો ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા. બીજી તરફ આ 67 વર્ષીય વ્યક્તિએ પણ સપનામાં પણ ન વિચાર્યું હોય તેવી ઘટના બની.
થાઈલેન્ડના નોંગખાઈ વિસ્તારમાં પૈરાસિટીક ડિજીજ રિસર્ચ સેન્ટરમાં તેમણે પેટની તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન આ વ્યક્તિના શરીરના પ્રાઈવેટ પાર્ટમાં કોઈ જીવાત પ્રકારનું જોવા મળ્યુ હતું. ખાનગી અખબારનું માનીએ તો તેના શરીરમાં પરજીવી જોવા મળ્યું હતું.
સારવાર દરમિયાન પ્રાઈવેટ પાર્ટમાંથી તબીબે આ પરજીવીને બહાર કાઢ્યું હતું. તેની લંબાઈ અંદાજે 59 ફૂટની હતી. દર્દીની સારવાર કરવા માટે ડોક્ટરને લાંબો સમય લાગ્યો હતો. પહેલાં દર્દીને તપાસ બાદ દવા આપવામાં આવી હતી. ત્યારબાદ તેને પ્રાઈવેટ પાર્ટમાંથી બહાર કઢાયું હતું. ડોક્ટરે કહ્યું કે, આ પરજીવીને તેના શરીરમાંથી કાઢતા એટલા માટે સમય લાગ્યો કે તે જીવ બહું લાબું હતું. હાલ દર્દીની હાલત બિલકુલ સ્વસ્થ છે. તેમજ ડોક્ટરે તેને કાચુ માસ ન ખાવાની સલાહ આપી છે.
રિપોર્ટમાં ખુલાસો થયો કે, આવા પરજીવી કાચુ માંસ ખાવાથી શરીરમાં પહોંચી જાય છે. એટલું જ નહીં આ પરજીવી 30થી વધુ વર્ષ સુધી મનુષ્યના શરીરમાં રહી શકે છે. જોકે, હાલના સમયમાં તે વધુ સમય સુધી શરીરમાં ન રહે તેની દવા ઉપલબ્ધ હોવાથી આવું શક્ય નથી.
ડોક્ટર્સે કહ્યું કે, આ એક અજીબ ઘટના હતી. આવું ત્યારે જ શક્ય બને છે જ્યારે કોઈ કાચુ માસ હદ કરતા વધારે ખાય છે. આવા રોગથી દૂર રહેવા માટે સારું એજ છે કે આ પ્રકારના ભોજનથી બચવું જઈએ. ડોક્ટર્સે કહ્યું, કે દુનિયામાં ખાવા માટે ઘણાં સ્વાદિષ્ટ ભોજન છે તે ટ્રાય કરવા જોઈએ નહીં કે આવા અખતરા કરી પોતાના જ જીવનને જોખમમાં મૂકવું જોઈએ. આ દર્દીની બીમારી અંગે સમયસર ખબર પડી ગઈ હતી જો હજુ ન ખબર પડી હોત તો આ જીવ તેના શરીરને અંદરથી ખાતું રહ્યું હોત અને તેની પીડા પણ વધી ગઈ હોત. તમે વિચારી શકો છે કે, 59 ફૂટનું જીવ પેટમાં કેટલી જગ્યા રોકીને બેઠું હશે. અને એ વ્યક્તિને કેટલો દુઃખાવો સહન કરવો પડ્યો હશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત