Team chabuk- National desk: મધ્યપ્રદેશના નિશાતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ક્રૂર અને શંકાશીલ પતિએ તેની પત્નીના એક હાથની હથેળી અને એક પગનો પંજો કાપી નાખ્યો. પત્નીનો ગુન્હો માત્ર એટલો જ હતો કે તે ફોન પર વાત કરી રહી હતી.
શું છે સમગ્ર મામલો ?
મધ્યપ્રદેશના હોશંગાબાદમાં રહેતાં પ્રીતમ સિંહ સિસોદિયા નામના વ્યક્તિએ તેની પત્ની સંગીતના પર હુમલો કરી દીધો હતો. પ્રાથમિક તપાસમા સામે આવ્યું છે કે, પત્ની ફોન પર વાત કરતી હતી તે પતિને ગમતું ન હતું. પતિએ અનેકવાર પત્ની પર શંકા રાખી ઝઘડો પણ કર્યો હતો પરંતુ મંગળવારે આ ઝઘડો લોહિયાળ બન્યો હતો. મંગળવારે જ્યારે પ્રીતમ સિંહ ઘરે આવ્યો ત્યારે તેની પત્ની ફોન પર વાત કરી રહી હતી. પત્ની ફોન પર વાત કરી રહી હોવાથી ફરી તેણે ઝઘડો શરૂ કરી દીધો હતો. પતિ દારૂ પીને આવ્યો હતો એટલે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એટલું જ નહીં પતિએ કૂહાડી લીધી અને નિર્દયતાથી પત્નીની હથેળી અને ત્યારબાદ પગનો પંજા પર પણ કૂહાડીના ઘા વડે અલગ કરી નાખ્યો.
પત્નીએ બૂમાબૂમ કરતાં પાડોશી એકઠાં થઈ ગયા હતા. પાડોશીએ જ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, પોલીસ પહોંચી ત્યાં સુધીમાં મહિલા બેભાન થઈ ગઈ હતી.

આરોપી કૂહાડી લઈને બેસી રહ્યો
પતિએ પત્નીની હથેળી અને પગનો પંજો કાપ્યા બાદ પત્નીની પાસે જ કૂહાડી લઈને બેસી રહ્યો હતો. પોલીસ જ્યારે તેના ઘરે પહોંચી તો તે ઘટનાસ્થળે જ હાજર હતો. તેના હાથમાં કૂહાડી હતી. તે કહી રહ્યો હતો કે પોલીસ પકડવા આવશે તો તેના પર પણ કૂહાડીથી હુમલો કરી દેશે. જો કે, પોલીસે તેને વાતો કરાવી ધ્યાન હટાવીને પકડી લીધો હતો. પોલીસે તેના પર હત્યાના પ્રયાસનો ગુન્હો દાખલ કર્યો છે.
સંગીતાનો જીવ બચી ગયો
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સંગીતાને તાત્કાલિક હોસ્પિટલે ખસેડી હતી. હોસ્પિટલમાં સંગીતાના હાથના પંજાનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે. સતત છ કલાકના ઓપરેશન બાદ ડોક્ટરને ઓપરેશનમાં સફળતા મળી હતી. સંગીતાની હથેળીને તાર વડે જોડવામાં આવી છે. જો કે, હવે ઓપરેશન બાદ તેની હથેળી કામ કરે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે. બીજી તરફ પગના પંજાનું રિ-ઈમ્પ્લાંન્ટેશન ન થતાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવી પડી છે. હાથ અને પગમાંથી વધુ લોહી વહી જવા છતાં સંગીતાનો જીવ બચી ગયો છે. ઓપરેશન કરનારા તબીબે કહ્યું હતું કે, સંગીતાને હવે જીવનું જોખમ નથી પરંતુ તેની હથેળી મૂવમેન્ટ કરશે કે કેમ તે થોડા સમય બાદ ખબર પડી જશે.
આમ, એક શંકાશીલ પતિએ પત્નીના હાથપગનો ભોગ લઈ લીધો. જો સમયસર સારવાર ન મળી હોત તો સંગીતાને પોતાના જીવથી પણ હાથ ધોવા પડ્યા હોત. તપાસમાં સામે આવ્યું છે કે બંને અલગ-અલગ જગ્યાએ નોકરી કરે છે. જેથી પતિ પ્રીતમ સિંહ તેની પત્ની સંગીતા પર શંકા કરતો હતો. બંનેના લગ્નજીવનથી એક સાત વર્ષનો પુત્ર પણ છે જે તેના પિતા સાથે જ રહેતો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત