ગોવાબાપાઃ આજે પાછા એક બહેન રડ્યા ચાબુક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે એક બહેન ટિકિટ ન મળતાં રડ્યા હતા અને આજે જે બહેન રડી પડ્યા એમને મેયર પદ ન મળ્યું. વાત ભાવનગરની છે. આજે સત્તાધારી ભાજપે અમદાવાદ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા માટે મેયર સહિતના નામોની જાહેરાત કરી. ભાવનગરમાં જેવું મેયર પદ માટે કિર્તીબેન દાણીધારીયાનું નામ જાહેર થયું તે ભેગો જ ભડકો થ્યો. વર્ષાબા પરમારની આંખમાંથી આંહુડાની વર્ષા થઈ.
વર્ષાબેન પરમારનો આરોપ છે કે છેલ્લી ઘડી સુધી તેમનું નામ મેયર પદ માટે ચાલતુ હતું. પરંતુ છેલ્લી ઘડીએ બીજાને મેયર પદ આપી દેવાયું. વર્ષાબાએ પૂર્વ પ્રદેશ પ્રમુખ એવા જીતુભાઈ વાઘાણીના ઇશારે તેમનું પત્તુ કપાયું હોવાનો આરોપ લગાવ્યો છે. હશે ચાબુક આ તો ભાજપનો અંદરો અંદરનો મામલો છે. આવું તો થ્યા રાખે. પણ આજે ભાજપે જે કામ કર્યું છે તે બદલ હાઈકમાન્ડને અભિનંદન આપવા પડે હો.
એવું તે શું કામ કર્યું વળી ગોવાબાપા ?
અમદાવાદના મેયરની જાહેરાત. ભાવનગરના મેયરના નામમાં ભલે વિવાદ થયો હોય પરંતુ અમદાવાદના મેયરની જાહેરાત બાદ પાર્ટીના વખાણ થઈ રહ્યા છે. અમદાવાદના મેયર તરીકે કિરીટભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે. ચાબુક તને જાણીને નવાઈ લાગશે કે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક બની ગયેલા કિરીટભાઈ પરમાર ચાલીમાં એક નળિયાવાળા મકાનમાં રહે છે. વર્ષોથી તેઓ આરએસએસ સાથે જોડાયેલા છે. એકદમ સાદુ જીવન કિરીટભાઈ જીવી રહ્યા છે. સાથે જ તેઓ ક્રિકેટમાં બોલિંગ પણ સારી એવી કરી જાણે છે.
મહત્વની વાત તો ચાબુક એ છે કે કિરીટભાઈ મેયર બન્યા બાદ પણ આ જ નાનકડા મકાનમાં રહેવાના છે. તેઓ મેયરના બંગલે રહેવા નથી જવાના. હું તો કઉં છું કિરીટભાઈ પાસેથી બીજા નેતાઓએ પણ આ શીખવું જોઈએ.
ચાબુક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આમ આદમીને ટિકિટ આપતી હતી આ ભાજપે તો આમ આદમીને મેયર પદ આપીને માસ્ટરસ્ટ્રોક મારી દીધો છે. હું તો પાર્ટીના આ નિર્ણયને આવકારું છું.
ગામડાનો તિરસ્કાર કેમ ?
ચાબુક આપણે બોલીએ તો છીએ કે ભારત દેશ ગામડાનો બનેલો દેશ છે. દેશનું અર્થતંત્ર ગામડા પર ટકેલું છે. અર્થતંત્રની કરોડરજ્જું છે ગામડું. પરંતુ આજે વિધાનસભામાં નીતિનભાઈ પટેલે જે વાત કરી તે જાણીને મને બહું દુઃખ થયું હો.
નીતિનભાઈએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે, આદિવાસી વિસ્તારમાં સેવા આપવા માટે ડોક્ટરો તૈયાર નથી. તેથી આદિવાસી વિસ્તારમાં ડોક્ટરોને વિશેષ ભથ્થુ મળે. નીતિનભાઈએ એમ પણ કહ્યું કે, ગામડાની શાળામાં ભણીને ડોક્ટર બનેલા ગામડામાં જવા તૈયાર નથી.
ઘણી ચિંતાજનક વાત છે હો ચાબુક. ભણેલા ગણેલા ડોક્ટરો જો આવી માનસિકતા ધરાવતા હોય તો પછી તો થઈ રહ્યું.
પણ હું આવા ડોક્ટરોને એટલું જ કહેવા માગું છું કે એક વર્ષ પહેલાનો સમય યાદ કરો. જ્યારે કોરોના આવ્યો. દેશમાં લોકડાઉન થયું. ત્યારે આ કપરાં સમયમાં શહેરોમાંથી બિસ્તરાં પોટલા બાંધીને ભલ ભલા ગામડા તરફ દોડ્યા હતા. મુશ્કેલીમાં મોંઢામાંથી મા શબ્દ જ નીકળે એમ આપદા આવી પડે ત્યારે આપણું વતન જ આપણને સાચવે હો એ યાદ રાખજો. આ વતનને જ જો આપણે ભૂલી જઈએ તો ભણેલું ધૂળ છે ચાબુક.
કેરળમાં કોંગ્રેસને કરંટ
કેરળ કોંગ્રેસનો ગઢ મનાય છે ચાબુક. કોંગ્રેસને કેરળમાં હરાવવામાં ભાજપને પણ પરસેવો વળી જાય. હવે આ જ કેરળ કોંગ્રેસમાં તિખારા થવાના શરૂ થયા છે. ચૂંટણી પહેલાં જ કેરળ કોંગ્રેસના જુના નેતા પી.સી.ચાકોએ રાજીનામું ધરી દીધું છે. હવે જો અન્ય રાજ્યની જેમ કોંગ્રેસ હાઈકમાન્ડ અહીં પણ બરાબર ધ્યાન નહીં આપે તો મેટ્રોમેનની ગાડી દોડી જશે ચાબુક.
केरल में पार्टी बहुत सक्रिय है लेकिन ये दुर्भाग्यपूर्ण है कि पार्टी केरल में दो अलग पार्टियों की तरह काम कर रही है। जो समूह का हिस्सा नहीं हैं, वो केरल में कांग्रेस में काम नहीं कर सकते: पी.सी.चाको pic.twitter.com/HPDt25dpPn
— ANI_HindiNews (@AHindinews) March 10, 2021
મમતા બેનર્જી પર હુમલો
એક તરફ થોડા દિવસ પહેલાં ભાજપમાં જોડાયેલા અભિનેતા મિથુન ચક્રવર્તીને Y પ્લસ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે. નંદીગ્રામમાં મમતા બેનર્જી પર હુમલો થયો હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. તેમના પગમાં ઈજા પહોંચી છે. ભાજપે આ મુદ્દે સીબીઆઈ તપાસ કરવાની માગ કરી છે.
#WATCH 4-5 लोगों ने गाड़ी एकदम बंद कर दी। बहुत चोट लग गई… वहां लोकल पुलिस से कोई नहीं था। किसी की साजिश जरूर है। यह जानबूझकर किया गया है: पश्चिम बंगाल मुख्यमंत्री ममता बनर्जी pic.twitter.com/9pXQRnh0ee
— ANI_HindiNews (@AHindinews) March 10, 2021
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત