Homeગામનાં ચોરેપતિએ પત્નીના પ્રાઈવેટ પાર્ટ પર એસિડ ફેંકી દીધું કારણ કે...

પતિએ પત્નીના પ્રાઈવેટ પાર્ટ પર એસિડ ફેંકી દીધું કારણ કે…

દેશ આજે સફળતાની સીડીઓ ચઢી રહ્યો છે. 21મી સદીમાં પહોંચી ગયો છે. જો કે, આ જ દેશમાં કેટલાક વ્યક્તિઓ એવા છે જેઓ હજુ પ્રાચીનકાળમાં જીવી રહ્યા છે.ઘટના છે બિહારની. જ્યાં આ કિસ્સો બન્યો તે ચોંકાવનારો પણ છે અને ક્રુર પણ. અહી માત્ર સોગઠા જ નથી રમાણા અહીં મહિલા પર ક્રુર અત્યાચાર પણ કરાયો છે. ઘટના એટલી ક્રુર છે કે વિચાર માત્રથી શરીર કાંપી ઉઠે.એક ખાનગી વેબસાઈટનો દાવો છે કે, પિશાચી પતિએ પત્નીના પ્રાઈવેટ પાર્ટ પર એસિડ ફેંકી દીધું. એટલું જ નહીં. આ આટલી મોટી ઘટના છતાં પતિના ડરથી તે પોલીસ સ્ટેશને પણ નથી ગઈ.

સ્થળઃ બિહાર, ભાગલપુર
ગુનો નં 1 : પત્નીને જુગારમાં હારી ગયો
ગુનો નં 2 : પત્ની પર એસિડ ફેંક્યુ


બિહારના ભાગલપુરના કળિયુગના નરાધમ પતિનું આ કાવતરું છે. પતિ જુગારી છે. દારૂડિયો પણ છે. આ પહેલીવાર નથી કે પતિએ પત્ની પર અત્યાચાર કર્યો હોય. પત્નીનો આરોપ છે કે આવું તો 10 વર્ષથી ચાલી રહ્યું છે. બંનેના લગ્નજીવના 10 વર્ષ થઈ ગયા છે અત્યાર સુધી પત્ની સહન કરતી આવી પરંતુ આ વખતે પતિએ અત્યાચારની હદ વટાવી દીધી. જો કે, પત્ની કે તેના પરિવારે પતિ વિરુદ્ધ કાયદાકીય શસ્ત્ર કેમ ન ઉઠાવ્યું તે સવાલ છે.

શું છે સમગ્ર મામલો?

થોડા દિવસ પહેલાં પતિ જુગાર રમવા બેઠો. જુગારમાં રૂપિયા હારી જતાં તેણે પોતાની પત્નીને જ દાવ પર લગાવી દીધી. આ દાવમાં તે પત્નીને પણ હારી ગયો એટલે તેણે પત્નીને જુગારીઓ સાથે જવા માટે કહ્યું. પત્નીએ જુગારી પતિને સ્પષ્ટ ના કહી દીધી જેથી પતિ ઉશ્કેરાયો અને પત્ની સાથે મારપીટ કરી. એટલું જ નહીં તેણે અત્યાચારની હદ તો ત્યારે વટાવી જ્યારે પત્ની પર તેણે એસિડ ફેંકી દીધુ.

આ પહેલીવાર નથી

પત્નીનો દાવો છે કે, આ પહેલીવાર એવી ઘટના નથી કે તેના પર એસિડ અટેક થયો હોય. આ પહેલાં પણ પતિએ તેના પર એસિડ ફેંક્યું હતું. પીડિતાએ વેદના ઠાલવતા કહ્યું કે, પતિએ તેને ઘરમાં ગોંધી રાખી હતી. પતિ તેને ક્યારેય બહાર નીકળવા નહતો દેતો કે ન કોઈને મળવા દેતો. પીડિતા ચુપચાપ બધુ સહન કરી રહી હતી. તેને આશા હતી કે આજે નહીં તો કાલે પતિ સુધરી જશે. તેનું જીવન પણ અન્ય દંપતીની જેમ જ હસતું રમતું થઈ જશે પરંતુ આ કળિયુગી પતિને ન તો પત્નીની વેદના દેખાતી હતી કે ન તો પત્નીનું એ દુઃખ. બસ પતિને તો જુગાર રમવો હતો અને દારૂમાં પાણીની જેમ રૂપિયા ઉડાવવા હતા.

જો કે, આ વખતે મોકો મળતા પત્ની પોતાના પિયરમાં જતી રહી. જ્યાં તેને પરિવારને સમગ્ર વાતની જાણ કરી અને 10 વર્ષથી જે દુઃખ સહન કરી રહી હતી તેના વિશે જણાવ્યું. પીડિતાનો આરોપ છે કે આ અત્યાચાર તેના પર એટલા માટે થઈ રહ્યો હતો કે તેના લગ્નજીવને 10 વર્ષ પસાર થઈ ગયા છે છતાં તે મા નથી બની શકી. આ જ વાતને લઈ પતિ પત્ની સાથે વારંવાર મારપીટ કરતો હતો.

આમ, હવે ચારે તરફ આ ઘટનાની ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટના પરથી કહીં શકાય કે, દેશમાં મહિલા અત્યાચારના કેટલાય કિસ્સા બનતા હશે પરંતુ મહિલાઓ ચુપચાપ સહન કરતી હશે. આ અંગે સામાજિક સંસ્થાઓનું કહેવું છે કે, આવી ઘટનાઓમાં મહિલાઓએ આગળ આવવું જોઈએ અને કાયદાકીય લડાઈ લડવી જોઈએ. સ્ત્રીઓ સહનશક્તિની પર્યાય છે પરંતુ અન્યાય સામે અવાજ તો ઉઠાવવો જ જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments