ઝાલાવાડી જલજીરા : રાણા દગ્ગુબાતી. 2011માં સિનેમાની શુક્રવારે પ્રગટ થતી ગુજરાતી પૂર્તિઓમાં કેટલાક સાઉથના અભિનેતાઓ ચમકવા લાગેલા. સાઉથ ઈન્ડસ્ટ્રીની વાતો વધી જવાનું કારણ માત્ર એટલું હતું કે આમિર ખાને ગજની અને સલમાન ખાને બોડીગાર્ડ ફિલ્મની રિમેક કરી ફરી સાઉથ ઉદ્યોગ પ્રત્યે લોકો સહિત પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટરનું ધ્યાન ખેંચ્યું હતું.
ડાયરેક્ટર-પ્રોડ્યુસર્સની નવી પેઢીને લાગ્યું કે સાઉથની ફિલ્મોની રિમેક બનાવવી, તેનાથી આગળ વધી, તેના જ એક્ટરને લઈ લઈએ તો? જો ત્યાં આટલા ચાલતા હોય તો અહીં પણ ચાલે. સાઉથના સ્ટાર્સ સાઉથમાં ચાલે છે તેવા અહીં નથી ચાલતા. બધાને ખ્યાલ હતો. રાણા દગ્ગુબાતીને પણ અફવાઓની વચ્ચે દમ મારો દમ ફિલ્મમાં કાસ્ટ કર્યો અને તે ન ચાલ્યો. અક્ષય કુમાર સાથે ફિઝીક હોવાના કારણે બેબી ફિલ્મમાં કામ કર્યું. ફિલ્મ સારી ચાલી પણ રાણા ન ચાલ્યો. વર્ષે અથવા તો બે વર્ષે રાણા હિન્દી ફિલ્મોમાં કામ કરી લે છે, પણ રણવીર સિંહ, આયુષ્માન ખુરાનાની જેમ અહીં તેને સતત ફિલ્મો નથી મળતી રહેતી. જોકે રાણા હાલના તબક્કે બીજા સાઉથ સ્ટાર્સ કરતા હિન્દીમાં સફળ રહ્યો છે. અને સમગ્ર ભારતવર્ષમાં લોકપ્રિય હોવાનું કારણ ભલ્લાલદેવ.
એક દૃષ્ટ મહારાજા. દૃષ્ટ પુત્ર, દૃષ્ટ ભાઈ અને પિતાના આજ્ઞાંકિત પુત્ર તરીકે. એ ફિલ્મ જેટલી પ્રભાસની છે તેટલી જ રાણાની પણ છે. રાણા વિના પ્રભાસ એ ફિલ્મમાં કંઈ નથી. દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં વિલન વિનાની ફિલ્મ ખાંડ વિનાની ચા જેવી હોય છે. ગમે એવા રશિયન-ઈટાલી સિનેમાની ફિલ્મો ઉભડક બેસી જોનારાઓ હોય પણ સાઉથમાં વિલન ન હોય એટલે મજા જ ન આવે.
દગ્ગુબાતી તેના રોલ પ્રત્યે ગંભીર થઈ જાય છે. જો ગંભીર થવા જેવું હોય તો!! રાજામૌલીની ફિલ્મ માટે 110 કિલો વજન વધારવું. આઠ કલાક જીમમાં પરસેવો પાડવો. 4000 કેલરી લેવી. જ્યાં સામાન્ય માણસ દિવસમાં ત્રણ વખત ખાઈ શકે ત્યાં ભલ્લાલદેવ બનવા માટે રાણા એક જ દિવસમાં આઠ વખત ખાતો હતો. દર બે કલાકે ભાત ખાતો હતો.
રાણાની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેને કોઈ ભલ્લાલદેવ સિવાયના પાત્રમાં યાદ નથી કરતું. જાણે તેણે બાહુબલીમાં ભલ્લાલદેવ સિવાયનો કોઈ રોલ પ્લે જ નથી કર્યો.
એ પ્રતિનાયક બન્યો હતો. નેને રાજુ નેને મંત્રી ફિલ્મમાં. પોતાના પોલિટિકલ પાવરથી વિરોધીઓનો અત્ર-તત્ર-સર્વત્ર નાશ કરનારો પ્રતિનાયક. એ ફિલ્મ ગમી ખરી પણ ચાલી નહીં. એ ટીપીકલ સાઉથમાં બનતી પોલિટિકલ થ્રીલર ફિલ્મો જેવી જ હતી. જૂની જ કેટલીક ફિલ્મોમાંથી ઉઠાવેલા દૃશ્યોને રાણા નવા વાઘ પહેરી ભજવતો હોય તેવું લાગ્યું હતું. જોકે તેમાં પોલિટિકલ માઈન્ડ ગેમ સરસ ફિલ્માવવામાં આવી હતી.
એ જ વર્ષે ગાઝી અટેક પણ આવી. 2018 કોરું ગયું અને 2019માં એનટીઆર.મહાનાયકડુમાં ચંદ્રાબાબુ નાયડુનો રોલ પ્લે કર્યો. જે ખૂબ નાનો હતો. હાઉસફુલ-4માં પણ જે રોલ પ્લે કર્યો તે એકવીસ મિનિટથી તો વધારે લાગતો જ નહોતો. ધનુષની એન્નઈ નોકી પયુમ થોટામાં તેણે કેમિયો કર્યો. 2019 કેમિયોમાં ચાલ્યું ગયું અને 2020માં લગ્ન સિવાય કંઈ નહીં.
2021માં તમિલ તેલુગુમાં અરણ્ય નામથી અને હિન્દીમાં હાથી મેરે સાથી શીર્ષકથી તેની ફિલ્મ રિલીઝ થશે. રાણાને બીજા સાઉથ સ્ટાર્સની જેમ રાહ નથી જોવી પડી. 2010માં લીડર ફિલ્મ કરી અને પછીના વર્ષે જ હિન્દીમાં દમ મારો દમમાં કાસ્ટ કરી લેવામાં આવ્યો. જ્યારે તેની પહેલાથી તેલુગુ અને તમિલ ફિલ્મોમાં સક્રીય એવા કલાકારોને એ તક હજુ સુધી નથી સાંપડી. ભલે તે ભારતભરમાં પોપ્યુલર હોય.
બાહુબલી પછી રાણા શાંત છે. કોઈ મોટો ચમત્કાર નથી કરી શક્યો. તે હવે પોતાના શરીર સાથે એક્સપિરિમેન્ટ કરવા માગે છે. બાહુબલીમાં તગડો દેખાતો ભલ્લાલદેવ હવે અરણ્યમાં પાતળો દેખાશે. તેને હવે સુપરસ્ટાર નથી બનવું. પોતાના ગમતાં કલાકાર કમલ હસનની જેમ પાત્રને યોગ્ય ન્યાય આપવો છે. બીજા બધા કલાકારો જેમ સીધી લાઈનમાં ચાલ્યા જાય છે તેમ નથી ચાલવું. ડાન્સ નથી કરવો. હીરોઈનો નથી પટાવવી. સ્ટાઈલ નથી મારવી. એક્શન પાત્ર માટે પટકથા સારી હોય તો ઠીક બાકી એ પણ નથી કરવું. તેને હવે કેરેક્ટરને જીવંત કરવા છે. જેમ ભલ્લાલદેવને કર્યો. આજ ઈનકા બર્થડે હૈ…
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત