Homeતાપણુંરાજ્યની 8684 ગ્રામ પંચાયતમાં સરપંચનો જંગ, સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે

રાજ્યની 8684 ગ્રામ પંચાયતમાં સરપંચનો જંગ, સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે

Team Chabuk-Political Desk: રાજ્યભરના 8684 ગ્રામ પંચાયતમાં આજે ચૂંટણી માટે મતદાનનો દિવસ છે. સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. રાજ્યની 8684 ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા  માટે 27 હજાર 200 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો ચૂંટણી લ઼ડી રહ્યા છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 કરોડ 82 લાખથી વધુ મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 93 લાખ 61 હજાર 601 પુરુષ મતદારો છે જ્યારે 88 લાખ 35 હજાર 244 મહિલા મતદારો છે. 23 હજાર 112 મતદાન મથકો પર મતદાન કરવામાં આવી રહ્યું છે. 

બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન યોજાઈ થઈ રહ્યું છે. જેમાં 2 હજાર 541 ચૂંટણી અધિકારીઓ મતદાનની કામગીરીમાં જોડાયા છે અને 1 લાખ 37 હજાર 302 પોલિંગ સ્ટાફ મતદાન મથકો પર ઉપસ્થિત છે. આ ચૂંટણીમાં 6,656 મતદાન મથકો સંવેદનશીલ અને 3,074 અતિસંવેદનશીલ મતદાન મથકો છે. પ્રિ સાઈડીંગ ઓફિસર સહિતનો પોલિંગ સ્ટાફ મતદાન કેન્દ્ર પર હાજર છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે 51 હજાર 745 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત રહ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સંપૂર્ણ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મતદાન પ્રક્રિયા ગોઠવવામાં આવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments