Team Chabuk-National Desk: ભારત ચંદ્ર પહોંચ્યો અને ઈતિહાસ રચાઈ ગયો. દેશ સહિત દુનિયાભરના લોકોની ચંદ્રયાન-3 પર નજર હતી. ભારતની આ સફળતાથી કેટલાક દેશોને મરચા લાગ્યા હશે. જોકે, કેટલાય દેશો ભારતની સિદ્ધીના વખાણ કરી રહ્યા છે. આ તમામ વાતો વચ્ચે રાજસ્થાનના રમત-ગમત મંત્રીનું એક ચોંકાવનારું અને હાસ્યાસ્પદ નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
રાજસ્થાનના રમત-ગમત મંત્રી અશોક ચાંદનાએ કહ્યું કે, “આપણે સફળ થયા, સુરક્ષિત લેન્ડિંગ થયું.. તો જે યાત્રિકો ગયા છે આપણા, તેમને સલામ કરું છું. આપણો દેશ એક પગલું અને વિજ્ઞાન સ્પેશ રિસર્ચમાં આગળ વધ્યું, તેના માટે તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું”
આ જ અજ્ઞાનતા ભર્યા નિવેદનના કારણે અશોક ચાંદના સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે.
ये क्या बोल रहे हैं रे बाबा! #Chandrayaan3 #Chandrayaan3Landing #ISROMissions #AshokChandna pic.twitter.com/JO8tABp3Zp
— Neharika Sharma (@neharikasharmaa) August 23, 2023
બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ ચંદ્રયાન-3ની સફળતા બદલ ઈસરોને અભિનંદન આપ્યા છે. તેમણે ટ્વીટ સંદેશમાં કહ્યું કે, “જય વિજ્ઞાન, જય હિન્દુસ્તાન ! પહેલીવાર કોઈ યાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાના પળ-પળના રોમાંચ અને ખુશીને જયપુરના અલગ-અલગ વિદ્યાલયોમાં બચ્ચો અને શિક્ષકો સાથે બહુ નજીકથી અનુભવી. આજે સંપૂર્ણ રાષ્ટ્ર આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનીને ગૌરવ અનુભવી રહ્યા છે. ધરતીથી મંગળ અને ચંદ્ર સુધીની સફર કરનારી ઈસરોની ટીમની પ્રતિભા, સખત મહેનત અને વફાદારીને સલામ.”
મહત્વનું છે કે, ઈસરોએ અંતરિક્ષમાં એક નવો ઈતિહાસ રચતા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેંડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનથી સજ્જ એલએમની સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં સફળતા મેળવી છે. ભારતીય સમય મુજબ સાંજે 6 વાગ્યે અને 4 મિનિટે તે ચંદ્રની સપાટીના સંપર્કમાં આવ્યું. આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં ઉતરનારો પહેલો દેશ બની ગયો. તેમજ ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરાવનારા ચાર દેશોની યાદીમાં પણ સામેલ થઈ ગયો.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ