Homeગામનાં ચોરેચંદ્ર પર જય હો ! ભારતે રચ્યો ઈતિહાસ, ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ

ચંદ્ર પર જય હો ! ભારતે રચ્યો ઈતિહાસ, ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ

Team Chabuk-National Desk: ચંદ્રયાન-3એ ચંદ્ર તરફ ઉડાન ભરી એ સાથે જ નક્કી હતુ કે આ વખતે મિશન સફળ રહેશે. થયું પણ એવું જ. ઈસરોએ દુનિયાને કહી દીધુ કે અમે શ્રેષ્ઠ છે. 14 જુલાઈ 2023એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી બપોરે 2.35 કલાકે LVM3-M4 રોકેટ દ્વારા ચંદ્રયાન-3ને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 મિશન પાછળ 615 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ચંદ્રયાન-3 40 દિવસની યાત્રા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં લેન્ડિંગ કર્યું. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. ચંદ્રયાન-3માં ત્રણ ભાગ રાખવામાં આવ્યા હતા. એક સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, બીજુ લેન્ડર અને ત્રીજુ રોવર.પ્રોપલ્શન મોડ્યુલે પોતાની રીતે કામ કર્યું અને લેન્ડિંગમાં સહાય કરી. મહત્વનું છે કે, ચંદ્રયાન-2માં હતા તે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું અપગ્રેડેડ વર્ઝનને આ યાનમાં જોડવામાં આવ્યું હતું. તેમની કામગીરી પણ પહેલાં જેવી જ છે પણ વધારે સુરક્ષિત રહી.

ચંદ્રયાન લેન્ડ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, જ્યારે આપણી આંખોની સામે આવી ઘટના જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની છે. આ ક્ષણ 140 કરોડ ધડકનોની સામર્થ્યની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહવાનની છે. અમૃતકાળમાં સફળતાની અમૃતવર્ષા થઈ છે.

આા સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું કે, હવે પછી ચંદ્ર સાથે જોડાયેલી વાતો બદલાઈ જશે, નવી પેઢી માટે કહેવતો બદલાઈ જશે. ધરતીને મા કહીએ છીએ અને ચાંદને મામા કહીએ છીએ. આપણે કહેતા કે ચંદામામા બહોત દૂર કે… ચંદામામા બસ એક ટૂર કે…

મિશન સફળ થતા ઈસરોના સેન્ટર પર ખુશીનો માહોલ છવાયો હતો અને મિશન ચંદ્રયાન-3માં જોડાયેલા તમામ વૈજ્ઞાનિકોએ ખુશી વ્યક્ત કરી હતી. એક બીજાને શુભેચ્છા પાઠવી હતી.

કુલ 10 તબક્કામાં ચંદ્રયાન-3 ચંદ્ર સુધી પહોંચ્યું. આ 10 તબક્કાને ટૂંકમાં સમજો.

લોન્ચિંગ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીના 6 ચક્કર લગાવ્યા.

લૂનર ટ્રાન્સફર ફેઝ એટલે ચંદ્ર તરફ મોકલવાનું કામ. જેમાં ટ્રેઝેક્ટરીનું ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે સ્પેસક્રાફ્ટ સોલર ઑર્બિટથી થઈને ચંદ્ર તરફ વધવા લાગે છે.
લૂનર ઑર્બિટ ફેઝ (LOI). એટલે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-3 મોકલવામાં આવ્યું.

જેમાં સાત અને આઠ વખત ઑર્બિટ મેન્યૂવર કરીને ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી 100 કિમી કક્ષામાં ચક્કર લગાવાયા.

પ્રોપલ્શન મોડ્યૂલ અને લૂનર મોડ્યૂલ એકબીજાથી અલગ થયા.

ડી-બૂસ્ટ ફેઝ એટલે જે દિશામાં જઈ રહ્યા છે, તેમાં ગતિને ઓછી કરવી.

પ્રી-લેન્ડિંગ એટલે લેન્ડિંગ પહેલાની સ્થિતિ. લેન્ડિંગની તૈયારી શરૂ કરાઈ.

લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર પહોંચીને સામાન્ય થયા. અને આખરે ત્રીસ કિલોમીટરની ઉંચાઈએથી લેન્ડર ગતિ ધીમી કરીને ચંદ્રની સપાટી પર લન્ડ થયું.l

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments


Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420

Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420