2015માં UPSC ટોપ કરનારી IAS ટીના ડાબી અને તેનો IAS પતિ અતહર ખાન અલગ થઈ જશે. બંનેએ જયપુરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. છૂટાછેડાની અરજીમાં તેઓએ લખ્યું છે કે હવે અમે સાથે રહી શકીએ તેમ નથી અમારા લગ્નને શૂન્ય ઘોષિત કરો.
આમ, બંનેએ સહમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં કોર્ટમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરાશે. બંનેના લગ્ન 2018માં થયા હતા. તેઓ બંને ઘણા સમયથી એક બીજાથી અલગ રહી રહ્યા છે.
ટીનાએ વર્ષ 2015માં UPSCમાં ટોપ કર્યું હતું બીજી બાજુ આ વર્ષે જ અતહર બીજા નંબર પર હતો. ચર્ચા એવી હતી કે ટ્રેનિંગ દરમિયાન બંનેની આંખ મળી ગઈ હતી ત્યારબાદ લગ્નનો નિર્ણય કર્યો હતો. બંને રાજસ્થાન કેડરના ઓફિસર છે અને બંનેને જયપુરમાં પોસ્ટિંગ મળી હતી.
ટીનાએ થોડા સમય પહેલાં પોતાના નામ પાછળથી ખાન સરનેમ હટાવી દીધી હતી. ઈન્સ્ટાગ્રામ પરથી ટીનાએ ‘કશ્મીરી બહુ’ શબ્દ પણ હટાવી દીધો હતો. એટલું જ નહીં ટીનાએ પતિ અતહરને ટ્વીટર પર પણ અનફોલો કરી દીધો હતો. બીજી તરફ અતહરે પણ ટીનાને ઈનસ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી હતી. આ નાની-નાની ઘટનાઓથી જ ફેન્સને બંનેના અલગ થવાના સંકેત મળી ગયા હતા.
2018માં બંનેના લગ્ન બહુ ચર્ચામાં રહ્યા હતા. કેટલાય રાજનેતાઓએ બંને IAS ઓફિસરને શુભકામનાઓ પાઠવી હતી. તો બીજી તરફ હિન્દુ મહાસભાએ વિરોધ નોંધાવ્યો હતો અને લગ્નને લવ જેહાદ ગણાવ્યા હતા. કેમ કે અતહર કશ્મીરી ફેમિલીમાંથી આવે છે.
બંને રિલેશનશીપમાં આવ્યા ત્યારે પણ ટીનાએ સોશિયલ મીડિયા દ્વારા જાણ કરી હતી. ટીનાએ અતહર સાથે રિલેશનશીપમાં હોવાની વાત ફેસબૂક વોલ પર કહી હતી. ત્યારબાદ ફેન્સે તેમના પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.
પોતાની લવ સ્ટોરી વિશે તે સમયે ટીનાએ કહ્યું હતું કે, એક સાંજે અતહર મારા ઘરે આવ્યો અને લગ્નનું પ્રપોઝલ મૂકી દીધું પરંતુ મે કોઈ જવાબ ન આપ્યો. જો કે, મારા ક્લોઝ ફ્રેન્ડ પહેલાથી જાણતા હતા કે અતહર મને પસંદ કરે છે. ત્યારબાદ જયપુરમાં અમે એક ઈવેન્ટમાં પણ મળ્યા. ત્યાં પણ અતહરે મને પ્રપોઝ કરી પરંતુ હું એવું જાણી અને સમજી લેવા માગતી હતી કે અમારી વચ્ચે ટ્યૂનિંગ છે કે નહીં ? ત્યારબાદ મે ઓગસ્ટમાં હા કીધું.
આ વાત વર્ષ 2015ની છે. ત્યારબાદ ત્રણ વર્ષ ડેટ કર્યા બાદ 2018માં કાશ્મીરમાં તેઓએ ધામધૂમથી લગ્ન કર્યા હતા. ટીનાને ટ્રેનિંગ પૂરી થયા બાદ પહેલી પોસ્ટિંગ અજમેર જિલ્લામાં મળી હતી. કિશનગઢમાં SDM તરીકે તૈનાત કરાઈ હતી. ટીનાએ માત્ર UPSCમાં જ નહીં ત્યારબાદ થનારી IASની ટ્રેનિંગમાં પણ ટોપ કર્યું હતું જેના માટે તેને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો.
લૉકડાઉન દરમિયાન ટીના ખૂબ ચર્ચામાં હતી. લૉકડાઉન દરમિયાન કોરોના પર કાબૂ મેળવવા માટે ભીલવાડા મોડલ લાગુ કરવાની વાત ચાલી રહી હતી. લૉકડાઉન દરમિયાન ટીના ભીલવાડમાં SDM હતી. ટીનાએ લોકોને વિશ્વાસમાં લઈ જિલ્લાના મોટાભાગના લોકોને સેલ્ફ આઈસોલેટ કરી દીધા હતા. જેના કારણે કોરોના પર કાબૂ મેળવી શકાયો હતો.
ટીનાનો પરિવાર મૂળ જયપુરનો જ છે. જો કે, ટીનાનો જન્મ ભોપાલમાં થયો હતો. કોન્વેટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલમાંથી ટીનાએ પ્રાથમિક અભ્યાસ કર્યો છે. શરૂઆતથી જ ટીના હોશિયાર રહી છે. સ્કૂલમાંથી જ તે ટોપર છે. જ્યારે ટીના 7માં ધોરણમાં આવી ત્યારે તેનો પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો. ટીનાના પિતા જસવંત ડાબી અને માતા હિમાની ડાબી બંને એન્જિનિયર છે. બંનેએ પણ UPSC પાસ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત