રવિવારનો દિવસ છે. ક્રિકેટ પ્રેમીઓ રજાના દિવસે ભારત-ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચનો લ્હાવો માણીને નવરા થયા જ હશે ત્યાં ICCએ આ દશકાની બેસ્ટ ટેસ્ટ, ટી-20 અને વન-ડે ટીમ જાહેરાત કરી દીધી છે. ક્રિકેટ પ્રેમીઓમાં આ ટીમમાં કોનો કોનો સમાવેશ થયો તેને લઈને જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે. તેથી ચાબુક તમને અહીં આ ટીમની પૂરેપૂરી માહિતી આપવા જઈ રહ્યું છે.
ICCએ છેલ્લા દસ વર્ષના દેખાવના આધારે ટેસ્ટ, વન-ડે અને ટી-20ની બેસ્ટ ટીમની જાહેરાત કરી છે. સૌથી પહેલા વાત કરીશું ICCએ જાહેર કરેલી બેસ્ટ મેન્સ વન-ડે ટીમની.
બેસ્ટ મેન્સ વન-ડે ટીમ
બેસ્ટ મેન્સ વન-ડે ટીમમાં રોહિત શર્મા (ભારત), ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા), એબી વિલિયર્સ (સાઉથ આફ્રિકા), સાકિબ અલ હસન (બાંગ્લાદેશ), મહેન્દ્રસિંહ ધોની (ભારત), બહેન સ્કોક્સ (ઇંગ્લેન્ડ), મિસેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા), ટ્રેન્ટ બોલ્ટ (ન્યૂઝિલેન્ડ), ઇમરાન તાહિર (સાઉથ આફ્રિકા), લસિત મલિંગા (શ્રીલંકા)નો સમાવેશ કર્યો છે. ભારતના ત્રણ ખેલાડીને વન-ડે ટીમમાં સમાવેશ કરાયો છે. આ ટીમના કેપ્ટન તરીકે ICCએ મહેન્દ્રસિંહ ધોનીની પસંદગી કરી છે.

બેસ્ટ મેન્સ ટેસ્ટ ટીમ
છેલ્લા દસ વર્ષની બેસ્ટ ટેસ્ટ ટીમનું સુકાન ICCએ ભારતના વિરાટ કોહલીને સોંપ્યું છે. બેસ્ટ ટેસ્ટ ટીમમાં એલિસ્ટર કુક (ઇંગ્લેન્ડ), ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા), કેન વિલિયમસન (ન્યૂઝિલેન્ડ), વિરાટ કોહલી (ભારત), સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા), કુમાર સંગાકારા (શ્રીલંકા), બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ), આર. અશ્વિન (ભારત), ડેલ સ્ટેઈન (સાઉથ આફ્રિકા), સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ) અને જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે.

બેસ્ટ મેન્સ ટી-20I ટીમ
મેન્સ વિભાગની બેસ્ટ ટી-20 ઇન્ટરનેશનલ ટીમમાં ICC દ્વારા રોહિત શર્મા (ભારત), ક્રિસ ગેઈલ (વેસ્ટ ઈન્ડિઝ), એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા), વિરાટ કોહલી (ભારત), એબી ડિવિલિયર્સ (સાઉથ આફ્રિકા), ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા), મહેન્દ્રસિંહ ધોની (ભારત), કેરોન પોલાર્ડ (વેસ્ટઇન્ડિઝ), રાશિદ ખાન (અફઘાનિસ્તાન), જસપ્રિત બુમરાહ (ભારત), લસિત મલિંગા (શ્રીલંકા)નો સમાવેશ કરાયો છે. ટી-20 ઇન્ટરનેશનલ ટીમનું સુકાન ICC ભારતના મહેન્દ્રસિંહ ધોનીને સોંપ્યું છે.

બેસ્ટ વુમન્સ વન-ડે ટીમ
મેન્સની સાથે સાથે ICCએ વુમન્સની પણ બેસ્ટ વન-ડે ટીમની જાહેરાત કરી છે. જેમાં એલિસા હેલી (ઓસ્ટ્રેલિયા), સુઝી બેટ્સ (ન્યૂઝીલેન્ડ), મિતાલી રાજ (ભારત), મેગ લેનિન્ગ (ઓસ્ટ્રેલિયા), સ્ટેફેની ટેલર (વેસ્ટઈન્ડિઝ), સારાહ ટેલર (ઇંગ્લેન્ડ), એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા), ડેન વેન નિઅકર (સાઉથ આફ્રિકા), મેરિજાને કાપ્પ (સાઉથ આફ્રિકા), જુલન ગોસ્વામી (ભારત), અનીસા મહોમ્મદ (વેસ્ટઈન્ડિઝ)ને પસંદ કરાઈ છે. આ ટીમનું સુકાન ઓસ્ટ્રેલિયન ખેલાડી મેગ લેનિન્ગનો સોંપાયું છે.

બેસ્ટ વુમન્સ ટી-20I ટીમ
એલિસા હેલી (ઓસ્ટ્રેલિયા), સોફી ડિવાઈન (ન્યૂઝિલેન્ડ), સુઝી બેટ્સ (ન્યૂઝિલેન્ડ), મેગ લેનિન્ગ (ઓસ્ટ્રેલિયા), હરમનપ્રિત કૌર (ભારત), સ્ટેફેની ટેલર (વેસ્ટઈન્ડિઝ), ડિઆન્ડ્રા ડોટિન (વેસ્ટઈન્ડિઝ), એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા), આન્યા સ્રુબસોલ (ઇંગ્લેન્ડ), મેગન સ્કટ (ઓસ્ટ્રેલિયા), પુનમ યાદવ (ભારત)નો સમાવેશ કરાયો છે. મહિલા ટી-20 ઇન્ટરનેશનલ ટીમનું સુકાન પણ ઓસ્ટ્રેલિયન મેગ લેનિન્ગનો સોંપવામાં આવ્યું છે.

વિરાટ કોહલીનો દબદબો
હાલની ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો સમાવેશ ICCએ પોતાની ત્રણેય ફોર્મેટની ટીમમાં કર્યો છે. ત્રણેય ટીમમાં હોય તેવો વિરાટ કોહલી એકમાત્ર ખેલાડી છે. ICCએ વિરાટ કોહલીને પોતાની ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે.
ભારતના આ ખેલાડીનો છેલ્લા દસ વર્ષના બેસ્ટ
મેન્સ અને વુમન્સ ટીમમાં ભારતના સમાવેશ કરાયેલા ખેલાડીઓની વાત કરીએ તો મેન્સ ટીમમાં વિરાટ કોહલીનો ત્રણેય ફોર્મેટની ટીમમાં સમાવેશ કરાયો છે. મહેન્દ્રસિંહ ધોનીનો સમાવેશ વન-ડે અને ટી-20 ટીમમાં કરાયો છે. ધોનીને બન્ને ફોર્મેટમાં કેપ્ટન પણ બનાવાયો છે. આ ઉપરાંત રોહિત શર્માનો વન-ડે ટીમ અને ટી-20 ટીમમાં સમાવેશ કરાયો છે. જસપ્રિત બુમરાહનો ટી-20 ટીમમાં સમાવેશ કરાયો છે. આર. અશ્વિનને ટેસ્ટ ટીમમાં પસંદ કરાયો છે. આમ મેન્સ ટીમમાં ભારતના પાંચ ખેલાડી અલગ અલગ ફોર્મેટમાં પસંદ થયા છે. વુમન્સ ટીમમાં મિતાલી રાજનો વન-ડે ટીમમાં, જુલન ગોસ્વામીનો પણ વન-ડે ટીમમાં અને હરમનપ્રિત કૌરનો ટી-20 ટીમમાં સમાવેશ કરાયો છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે શરમજનક સમાચાર
ICCએ આજે જાહેર કરેલી મેન્સ અને વુમન્સની છેલ્લા દસ વર્ષની ટેસ્ટ, વન-ડે અને ટી-20 ટીમમાં એકપણ પાકિસ્તાની ખેલાડીનો સમાવેશ કરાયેલો નથી. પાકિસ્તાન જેવી અને એક સમયની મજબૂત ટીમમાંથી કોઈ ખેલાડીને પસંદ ન કરાતા આ સમાચાર પાકિસ્તાન ક્રિકેટ જગત માટે શરમજનક કહી શકાય. પાકિસ્તાનના ક્રિકેટરોમાં છેલ્લા દસ વર્ષમાં ICCને કોઈ એવો મજબૂત ખેલાડી દેખાયો નથી કે જેનો ટીમમાં સમાવેશ કરી શકાય. પાકિસ્તાન કરતાં નબળી ટીમ ગણાતી અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનને પણ ટી-20 ઇન્ટરનેશનલ ટીમમાં સ્થાન મળ્યું છે. ત્યારે પાકિસ્તાન માટે આ ખૂબ ચિંતાજનક કહી શકાય. એક વખતની વર્લ્ડકપ વિજેતા દેશનો એક પણ ક્રિકેટર ICCની ટીમમાં પસંદ થયો નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત