Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં પોલીસ પ્રશાસન કલંકિત થયું છે. અહીં પોલીસ પર આરોપ લાગ્યો છે કે, હોટલમાં પોલીસે ખાધુ તો ખરી પણ બાદમાં પૈસા માગ્યા ત્યારે હાથ ઊંચા કરી લીધા અને ખોટા કેસમાં હોટલનાં માલિકોને અંદર પૂરી દીધા. હવે એડિશનલ એસપીની તપાસ બાદ એક પોલીસ ઈન્સપેક્ટર અને બે કોન્સ્ટેબલ વિરૂદ્ધ એફઆઈઆર ફાઈલ કરવામાં આવી છે. એટાના એડિશનલ એસપી રાહુલ કુમાર પોતાની તપાસમાં એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે, કે હેડ કોન્સ્ટેબલે ગત્ત મહિને ખોટા કેસમાં હોટલના માલિક સહિત દસ ગ્રાહકોને ફસાવ્યા હતા.
હવે પોલીસકર્મીઓની વિરૂદ્ધ આઈપીસીની કલમ હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. જેમાં 384 (જબરદસ્તી વસૂલી), 342 ( ખોટી રીતે જેલ મોકલવું), 336 (ખતરો કે જીવનની સુરક્ષા) અને 211 (ખોટા અપરાધનો આરોપ) સહિતની કલમો લગાવી છે.
ટાટા કેમિકલમાં એન્જીનિયર તરીકેની સેવા આપનારા પ્રવીણ કુમારનો અકસ્માતમાં એક પગ ચાલ્યો ગયો. જે પછી તેમણે પરિવારજનોની મદદથી એક જમીન લીધી અને ત્યાં હોટલ ખોલી નાખી હતી. પ્રથમ પગ ગુમાવ્યા બાદ બીજો પગ પણ હવે કામ નહોતો કરતો. તેમની મા અને ભાઈ હોટલમાં તેમની મદદ કરતાં હતાં. આ નાની એવી હોટલ એટાથી થોડે દૂર આગ્રા રોડ પર ખુશાલ ગઢ ગામની બાજુમાં આવેલી છે.
ચાર ફેબ્રુઆરીના રોજ સંતોષ અને શૈલેન્દ્ર નામના બે પોલીસ ઓફિસરો હોટલ પર ખાવા માટે આવ્યા. પ્રવીણના ભાઈએ પૈસા માગ્યા. પોલીસ ગુસ્સે ભરાઈ અને બીજે દિવસે હોટલ પર ધાક જમાવવા ચડી આવી. અગિયાર લોકોને હોટલ પરથી ઉઠાવીને લઈ ગઈ. એવી પણ વાત છે કે અગિયારમાંથી એક વ્યક્તિ પાસેથી પોલીસે એક લાખ રૂપિયા લીધા અને તેને છોડી દીધો. બાકીના દસ લોકોને ખોટા કેસમાં ફસાવી દીધા.
આ અંગે હોટલના માલિક પ્રવીણે કહ્યું કે, ‘‘પોલીસવાળા ખાધા બાદ પૈસા નહોતા આપતા. ચાર ફ્રેબ્રુઆરીના રોજ શૈલેન્દ્ર યાદવ અને સંતોષ યાદવ ખાવા માટે આવ્યા હતા. પૈસા માગ્યા તો ભાઈ સાથે મારપીટ કરી. ભાઈને ઉઠાવીને લઈ ગયા. 80 લીટર દારૂ છે અને હોટલ પર ખોટે ખોટી માથાકૂટમાં ગોલી ચાલી છે. બે કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આવું બધું રિપોર્ટમાં દર્શાવી દીધું. હવે બધા જેલમાં છે. આશરે દસથી અગિયાર લોકોને પોલીસ ઉઠાવી ગઈ. એક બોબી યાદવ છે જેની પાસેથી એક લાખ રૂપિયા લીધા અને છોડી દીધો.’’
‘‘બિહારના ચંપારણના રહેવાસી રાહુલ કુમાર સિંહે જણાવ્યું કે, એ અમને પૂછપરછ કરવા માટે હોટલથી લઈ ગયા. પણ પોલીસ સ્ટેશનની અંદર એમણે અમને માર્યા. અમારો બધો સામાન લઈ લીધો. તેમણે પોલીસ સ્ટેશનમાં અમારી પાસેથી દેશી હથિયારો મળ્યા એવું દેખાડી દીધું. પોલીસકર્મીઓએ ગાંજાનો પણ ઉપયોગ કર્યો. હું આશરે ચાલીસ દિવસ સુધી જેલમાં રહ્યો અને મારો મિત્ર હજુ પણ જેલમાં જ છે.’’
SHO ઈન્દ્રેશ પાલ સિંહને ગત્ત અઠવાડિયે જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. નિરીક્ષણ દરમિયાન 1,400 કાર્ટન દારૂ સ્ટ્રોન્ગ રૂમમાંથી ગાયબ મળી હતી. અલીગઢ રેન્જના આઈજી પીયૂષ મોદીયાએ જણાવ્યું કે, આ સમગ્ર ઘટનાની તપાસ અલીગઢ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. શૈલેન્દ્ર અને સંતોષ કુમારને તેમના પદ પરથી હટાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
એડિશનલ એસપી ક્રાઈમ રાહુલ કુમારે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન મેં હોટલની આસપાસ આવેલા ખેતરોમાં કામ કરનારા લોકોની સાથે વાત કરી. કોઈએ પણ અહીં આંતરિક ઝઘડામાં ગોલી ચાલવાનો અવાજ નથી સાંભળ્યો. અમે તમામ દસે લોકો વિષે જાણ્યું તો બે સિવાય કોઈની પણ વિરૂદ્ધ અત્યાર સુધી ગુનો નોંધાયો નથી.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ