Team Chabuk-Sports Desk: ICCએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023ના શેડ્યુઅલ અને પોઈન્ટ ટેબલના નિયમની જાહેરાત કરી દીધી છે. આ વખતે ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત એક-એક ટેસ્ટ મેચ જીતનારી ટીમને 12 અંક મળશે. જ્યારે ટેસ્ટ ટાઈ થવા પર બંને ટીમને 6-6 પોઈન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત મેચ ડ્રો થવા પર બંને ટીમને 4 અંક આપવામાં આવશે જ્યારે હારનારી ટીમને એક પણ પોઈન્ટ નહીં મળે.
આ સાથે જ ICCએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023માં ટીમના રેંક નિર્ધારિત કરવા માટે જીતની ટકાવારી પ્રમાણે પોઈન્ટ પણ જાહેર કર્યા છે. એટલે કે જીતનારી ટીમ પાસે 100 ટકા પોઈન્ટ હશે, ટાઈમાં બંને ટીમ પાસે 50 ટકા પોઈન્ટ અને ડ્રો થવા પર બંને ટીમ પાસે 33.33 ટકા પોઈન્ટ હશે.
🔸 12 points available every match, irrespective of series length
— ICC (@ICC) July 14, 2021
🔸 Teams to be ranked on percentage of points won
The new points system for #WTC23 is revealed 🔢 pic.twitter.com/9IglLPKRa1
સિરીઝ આધારે પોઈન્ટ નક્કી કરાયા
આ ઉપરાંત સિરીઝના આધારે પણ પોઈન્ટ નક્કી કરાયા છે. એક ટેસ્ટ સિરીઝમાં જો બે ટેસ્ટ છે તો તેના કુલ 24 અંક રહેશે. 3 ટેસ્ટ મેચની સિરીઝના 36 અંક, 4 ટેસ્ટ મેચની સિરીઝના 48 અંક તેમજ 5 ટેસ્ટ મેચની સિરીજના કુલ 60 અંક નક્કી કરાયા છે. આ પહેલાં બે ટેસ્ટ મેચની સિરીઝ હોય કે 5 ટેસ્ટ મેચની સિરીઝ તેના પોઈન્ટ 120 જ હતા. આ વખતે તેમાં ફેરફાર કરાયો છે.
ટેસ્ટ સિરીઝનું શેડ્યૂઅલ
Some cracking fixtures to look out for in the next edition of the ICC World Test Championship 🔥
— ICC (@ICC) July 14, 2021
The #WTC23 schedule 👇 pic.twitter.com/YXzu5lS0t1
ભારત
ભારતીય ટીમ ઘરઆંગણે શ્રીલંકા, ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ રમશે. જ્યારે ભારતીય ટીમને અન્ય ત્રણ સિરીઝ બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકામાં જઈ સિરીઝ રમવી પડશે.
ઓસ્ટ્રેલિયા
ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023 દરમિયાન 9 ટીમ ટેસ્ટ મેચ રમશે અને ફાઈનલમાં પહોંચવાની કોશિશ કરશે. ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાના ઘરઆંગણે ટેસ્ટ ચેમ્પિયનશીપ દરમિયાન ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમશે. આ ઉપરાંત ઘર બહાર ઓસ્ટ્રેલિયા ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા સામે ટેસ્ટ મેચ રમશે.
બાંગ્લાદેશ
ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023 દરમિયાન બાંગ્લાદેશની ટીમ પોતાનના ઘરઆંગણે પાકિસ્તાન, ભારત અને શ્રીલંકા સામે મેચ રમશે. આ ઉપરાંત બાંગ્લાદેશ સાઉથ આફ્રિકા, ન્યૂઝિલેન્ડ અને વેસ્ટઈન્ડિઝના પ્રવાસે જશે.
ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડની ટીમ પોતાના ઘરઆંગણે ભારત, સાઉથ આફ્રિકા અને ન્યૂઝિલેન્ડ સામે ટકરાશે, જ્યારે પાકિસ્તાન, વેસ્ટઈન્ડિઝ ને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ રમશે.
ન્યૂઝિલેન્ડ
ટેસ્ટ ચેમ્પિયનશીપ વિજેતા ન્યૂઝિલેન્ડ ઘરઆંગણે સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે ટેસ્ટ સિરીઝ રમશે. જ્યારે ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને ભારતનો પ્રવાસ ખેડી ટેસ્ટ સિરીઝ રમશે.
પાકિસ્તાન
પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે પોતાના ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમશે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ ખેડી ટેસ્ટ સિરીઝ રમશે.
સાઉથ આફ્રિકા
સાઉથ આફ્રિકા ભારત, વેસ્ટઈન્ડિઝ અને બાંગ્લાદેશ સાથે ઘરઆંગણે સિરીઝ રમશે. જ્યારે સાઉથ આફ્રિકાને અન્ય સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને ઈંગ્લેન્ડ જવું પડશે.
શ્રીલંકા
શ્રીલંકા પોતાના હોમ ગ્રાઉન્ડ પર વેસ્ટઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સાથે ટકરાશે. જ્યારે અન્ય સિરીઝ માટે શ્રીલંકાને બાંગ્લાદેશ, ન્યૂઝિલેન્ડ અને ભારતનો પ્રવાસ ખેડવો પડશે.
વેસ્ટઈન્ડિઝ
વેસ્ટઈન્ડિઝ પોતાના ઘરઆંગણે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ સામે ટકરશે. જ્યારે અન્ય સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાનો પ્રવાસ ખેડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત