Homeતાપણુંભરતસિંહ સોલંકીને પત્નીએ આપ્યો જવાબ, રેશ્મા પટેલે ભરતસિંહ સામે લગાવ્યા ચોંકાવનારા આરોપ

ભરતસિંહ સોલંકીને પત્નીએ આપ્યો જવાબ, રેશ્મા પટેલે ભરતસિંહ સામે લગાવ્યા ચોંકાવનારા આરોપ

Team Chabuk-Political Desk: ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી આજકાલ ચર્ચામાં આવ્યા છે. પતિ-પત્ની વચ્ચેનો વિવાદ હવે જગજાહેર થઈ ગયો છે. ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેનો ગૃહક્લેશની વાતોએ જોર પકડ્યું છે. ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની રેશ્મા પટેલ વિરુદ્ધ એક જાહેર નોટિસ પાઠવી હતી જે અંગે હવે તેમના પત્ની રેશ્મા પટેલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે પોતાના વકીલ નિખીલ જોશી મારફતે જાહેર નોટિસ સામે ખુલાસો આપ્યો છે. રેશ્મા પટેલે ભરતસિંહ સામે ચોંકાવનારા આરોપો લગાવતા પતિ-પત્ની વચ્ચેનો આ વિવાદ વધુ સળગે તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ પોતાની પત્નીને જાહેર નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે, તેમના પત્ની મનસ્વી રીતે વર્તન કરી રહ્યા છે. તેમના પત્ની તેમના કહ્યામાં નથી. તેથી તેમના નામે પત્ની સાથે કોઈએ નાણાંકીય લેવડ દેવડ કરવી નહીં. ભરતસિંહ સોલંકીએ નોટિસમાં એમ પણ જણાવ્યું હતું કે, તેમના પત્ની છેલ્લા ચારેક વર્ષથી તેમની સાથે રહેતા નથી. ગઈકાલના અખબારમાં આ નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

હવે ભરતસિંહ સોલંકીએ પાઠવેલી નોટિસનો ખુલાસો તેમના પત્ની રેશ્મા પટેલે આપ્યો છે. રેશ્મા પટેલે નોટિસ દ્વારા આપેલા જવાબમાં કહ્યું છે કે, ભરતસિંહ કોરોનાથી ગંબીર બીમાર હતા ત્યારે તેમની સેવા-ચાકરી કરી નવજીવન આપ્યું છે. કોરોનામાંથી સાજા થયા બાદ ભરતસિંહનું વર્તન બદલાઈ ગયું છે. રેશ્મા પટેલે ભરતસિંહ સોલંકી પર ગાળા-ગાળી કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી હોવાનો પણ પત્નીએ આરોપ લગાવ્યો છે.

રેશ્મા પટેલે વકીલ મારફતે નોટિસ દ્વારા ખુલાસો આપતા જણાવ્યું છે કે, રાજકારણના હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને ભરતસિંહ સોલંકી છૂટાછેડા માટે દબાણ કરી રહ્યા છે. રેશ્મા પટેલ પર દબાણ લાવવા માટે ભરતસિંહ સોલંકીએ નોટિસ ફટકારી હોવાનો વકીલ નિખીલ જોશી દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

રેશ્મા પટેલના વકીલ નિખીલ જોશી દ્વારા કહેવામાં આવ્યું છે કે, આજે પણ તે એક સારા પત્ની તરીકે રહેવા માટે તૈયાર છે. ભરતસિંહ સોલંકી પત્ની રેશ્મા પટેલને માનસિક ત્રાસ આપી રહ્યા છે. સાથે જ છૂટાછેડા માટે દબાણ કરી રહ્યાનો પણ દાવો નોટિસમાં કરાયો છે. ભરતસિંહ સોલંકીએ પત્ની રેશ્મા પટેલ સામે મૂકવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા હોવાનું પણ નોટિસમાં કહેવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments